મહિલાએ કહ્યું, હા મેં મહાદેવ અને નંદીને જોયા છે. તેનો ફોટો પણ ખેંચીને લાવી છુ.

પંકજ શીન્ગલે અને તેમની પત્ની ગીતા થોડા વર્ષો પહેલા કૈલાશ માનસરોવરની યાત્રા ઉપર ગયા હતા. પંકજ અને ગીતા બન્ને એ દેશની ઘણી જ પ્રસિદ્ધ ન્યુઝ ચેનલમાં આવીને જણાવ્યું હતું કે તેમણે શિવને જોયા, માત્ર તે બન્ને એ જ નહિ પરંતુ તેમની સાથે જેટલા પણ યાત્રીઓ હતા, બધાએ ભવાન શિવને જોયા. આવો વાંચીએ તેમની કહાની ‘મેં શિવજી ને જોયા’.

કૈલાશ પર્વત સમુદ્ર તળથી લગભગ ૧૯૨૦૦ ફૂટની ઊંચાઈ ઉપર છે અને કૈલાશ માનસરોવરની યાત્રા ઉપર જવા માટે અને કૈલાશ પર્વત જોવા માટે ઘણા કી.મી. પગપાળા ચાલવું પડે છે અને તે પણ બરફમાં અને કડકડતી ઠંડીમાં. પંકજ અને ગીતા જણાવે છે કે દેરામુખ પહોચ્યા પછી તેમણે કૈલાશ પર્વત તરફ ચડવાનું શરુ કર્યું. ૨૦ કી.મી. ચડ્યા પછી સાંજના સમયે તે કૈલાશ પર્વત સુધી પહોચી ગયા. તેમની સાથે યાત્રીઓનો આખો સમૂહ હતો.

તે સાંજે કૈલાશ પર્વતના દુરથી જ દર્શન કરી તે બન્ને તરફ બીજા યાત્રી ભાવ વિભોર થઇ ગયા અને ભોલે બાબાના ભજન ગાતા ગાતા સુઈ ગયા. તે સાંજે તે લોકો એ કૈલાશ પર્વતના ફોટા પણ લઇ લીધા હતા. બીજા દિવસે સવારે પંકજ અને ગીતા સવારે વહેલા ઉઠી ગયા અને બધા યાત્રી કૈલાશ પર્વતની પરિક્રમા કરવા માટે તૈયાર થવા લાગ્યા. ગીતા ભોલેનાથનું નામ જપતા કૈલાશ પર્વતને નિહાળી રહી હતી. તેના મનમાં એક દબાયેલી ઈચ્છા હતી કે કાંઈક અલૌકિક દ્રશ્ય જોવા મળી જાય. કેમ કે કૈલાશ માનસરોવરની યાત્રા સૌથી કઠીન યાત્રા છે, પોતાના જીવનમાં માત્ર એક વખત જ કોઈ અહિયાં આવવાનું વિચારી શકે છે અને અહિયાં ઘણા બધા લોકોને ઘણા બધા અલૌકિક દ્રશ્ય દેખાઈ ચુક્યા છે.

અચાનક ગીતા એ કૈલાશ પર્વત ઉપર કાંઈક જોયું અને આનંદમાં આવી ગઈ. જોર જોર થી હર હર મહાદેવ ની બુમો પાડવા લાગી, પહેલા તો લોકો એ વિચાર્યું કે ગીતા સામાન્ય રીતે જયકાર લગાવી રહી છે. પરંતુ તે ઉપર જોઈને નાચી નાચી ને બન્ને હાથ ને ઊંચા કરી નાચવા લાગી માનો કે એવું જોઈ લીધું હોય, જેનાથી જીવન ધન્ય થઇ જશે. ગીતા એ તરત પોતાના પતિ પંકજ અને બીજા યાત્રીઓ ને કૈલાસ પર્વત ઉપર ઈશારો કરી ને કાંઈક દેખાડ્યું, તો બધા નાચવા લાગ્યા અને હર હર મહાદેવના નામની બુમો પાડવા લાગ્યા. બધા યાત્રીઓ અને પંકજ એ તરત તેનો ફોટો પણ લઇ લીધો.

હકીકત માં કૈલાશ ઉપર ગીતા અને બધા યાત્રીઓ એ ભગવાન શિવ ની સાક્ષાત આકૃતિ બનેલી જોવા મળી હતી. ગીતા ને તો વિશ્વાસ હતો કે શિવ જ છે અને જયારે તેણે બીજા યાત્રીઓ ને પૂછ્યું તો સૌએ કહ્યું કે આ આકૃતિ તો એકદમ શિવ જેવી લાગી રહી છે. આ અલૌકિક અનુભવને ગીતા અને પંકજ એ બધા સાથે શેર કરી. તમે પણ કરશો. આ બન્ને એ ઘણી બધી ટીવી ચેનલ્સ ને ઈન્ટરવ્યું આપ્યું અને કૈલાશ પર્વત ઉપર બનેલી આ આકૃતિ ના ફોટા પણ દેખાડ્યા. ભગવાન શિવ સાથે સાથે કૈલાશ પર્વત ઉપર પણ બે આકૃતિઓ જોઈ હતી.

જેવી રીતે નંદી ભગવાન શિવની સામે હંમેશા બિરાજમાન રહે છે, તે પ્રકારે કૈલાશ પર્વત માં બનેલી ભગવાન શિવ ની આકૃતિ સામે પણ નંદી બેઠેલી જોવા મળી. ભગવાન શિવ ની આકૃતિ સામે ખડકો થી બનેલી નંદી બેઠી હતી, એવું લાગી રહ્યું હતું કે નંદી ની આ મૂર્તિ બરફ ના પીગળવા ને કારણે બહાર આવી ગઈ હોય. અલૌકિક દ્રશ્યો ની પરંપરા અહી ન અટકી બાજુ ના પહાડ માં શ્રી ગણેશજી ની આકૃતિ પણ જોવા મળી. પહાડ ની બનાવટ એવી હતી માનો શ્રીગણેશજી ની સૂંઢ લટકી રહી હોય.

હર હર મહાદેવ, જય બોલે… જય હિન્દ…