સોશિયલ મીડિયા પર છે સૂર્યનો ફેક અવાજ, અહીં સાંભળો અસલી અવાજ

પુડ્ડુચેરીના ગવર્નર અને પૂર્વ આઇપીએસ ઓફિસર કિરણ બેદીએ એક ટ્વીટ કરી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સૂર્યમાંથી સતત ૐ નો અવાજ આવે છે. એ પછી તે સોશિયલ મીડિયા પર ઘણા ટ્રોલ થઈ ગયા. વાત અહીં પુરી નથી થતી. એવું નથી કે સૂર્યનો અવાજ નથી હોતો. હોય છે. સૂર્યમાંથી અવાજ આવે છે. નાસાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એની માહિતી આપી છે. લેખના અંતમાં તમને તેના અવાજ વાળી ટ્વીટ જોવા મળશે.

સૂર્યમાંથી અવાજ આવે છે, આ સત્ય છે :

અમેરિકી સ્પેસ એજન્સી નાસા (NASA) અને યુરોપીય સ્પેસ એજન્સી (ESA) ના વૈજ્ઞાનિકોએ સૂર્યના અવાજને રેકોર્ડ કર્યો છે. સૂર્યમાંથી અવાજ આવે છે અને એ સાચું પણ છે. આવો જાણીએ સૂર્યનો અસલી અવાજ કેવો હોય છે.

20 વર્ષ લાગી ગયા સૂર્યના અવાજને રેકોર્ડ કરવામાં :

નાસાના સોલર એન્ડ હેલિયોસ્ફેયરિક ઓબ્ઝરવેટરી (SOHO) ના વૈજ્ઞાનિકોએ 20 વર્ષ સતત મહેનત કર્યા પછી આ અવાજ રેકોર્ડ કર્યો હતો. તે તે સૂર્યની ચાલમાં થઈ રહેલા પરિવર્તન અને એમાંથી નીકળવા વાળી સૌર લહેરો (Solar Flares) અને વિસ્ફોટના કારણે આવે છે.

સૂર્યમાંથી સતત નીકળતો રહે છે અવાજ :

તેમના જણાવ્યા અનુસાર સૂર્યમાંથી સતત અવાજ નીકળતા રહે છે. આ અવાજને તમે ખુલ્લા કાને સાંભળી શકો છો, પણ એના માટે તમારે ઘણા ધ્યાનથી સુરજની નજીક જવું પડશે. પણ એટલા જ નજીક કે જેથી બળીને રાખ ન થઈ જવાય, વધારે નહિ. નાસાના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, જો તમે સૂર્યની સપાટી પર વહી રહેલા લાવા અને આગની લહેરોને જોઈ શકો છો, તો તમે એમાંથી નીકળતા અવાજને સાંભળી શકો છો.

વૈજ્ઞાનિકોએ જણાવ્યું કેવો છે સૂર્યનો અવાજ :

નાસાના ગોડાર્ડ સ્પેસ ફ્લાઇટ સેન્ટરના હેલિયોફીઝિક્સ સાયન્સ ડિવિઝનના એસોસિયેટ ડાયરેક્ટર એલેક્સ યંગે સૂર્યના અવાજ વિષે નીચે આપેલી ટ્વીટમાં જણાવ્યું છે. એલેક્સ યંગ જણાવે છે કે, સૂર્યમાંથી આવે છે હમિંગ (Humming) નો અવાજ.

અહીં સાંભળો નાસાના વૈજ્ઞાનિકો દ્વારા રેકોર્ડ કરવામાં આવેલો સૂર્યનો અવાજ….

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.