૧.૬ લાખમાં કરો આ પ્રખ્યાત બિજનેશ, સરકારી યોજના અંતર્ગત તમને ૫ લાખની લોન મળશે

જો તમે ઓછા રોકાણમાં નફા વાળો બીજનેશ શરુ કરવાની શોધમાં છો તો તમે સરકારની યોજનાના લાભ ઉઠાવી શકો છો(આ યોજનાઓ પહેલે થી ચાલી આવતી જ છે ને દરેક દેશ માં આ રીતે નવા ઉદ્યોગ ને પ્રોત્સાહન આપતી સ્કીમો હોય જ છે). ખાસ વાત એ છે કે આમાં તમારે ફક્ત ૧.૬ લાખ રૂપિયા પોતાની પાસેથી રોકવા પડશે.

તે સરકારની ખાસ યોજના અન્વયે ટર્મ લોન અને વર્કિંગ કેપિટલ લોનના રૂપમાં તમને ૫ લાખ રૂપિયા ની મદદ આ યોજના આપશે. સરકારે આ બિજનેશ માટે જે એસ્ટીમેન્ટ તૈયાર કર્યું છે, તે પ્રમાણે તમામ ખર્ચ કાપીને તમને દર મહીને સારી આવક મળશે. તમારા મનમાં એ સવાલ થશે કે બિજનેશ ક્યાં શરુ કરી શકીએ છીએ? તમારી પાસે જગ્યા કે બિલ્ડીંગ હોય, તો બન્ને કન્ડીશનમાં બિજનેશ શરુ કરી શકાય છે. જગ્યા કે લેન્ડ ફ્રી હોલ્ડ હોવી જોઈએ. જગ્યા ૫૦૦ ચોરસ ફૂટ સુધી હોવી જોઈએ.

ભારત પોતાના ખાવા પીવા ના સ્વાદ માટે પ્રખ્યાત છે. તેમાં સૌથી મહત્વનો ભાગ છે મસાલો એટલે કે રસોઈ ના પાવડર નો. અહિયાં મસાલાના કારોબારની શક્યતા પણ વધુ છે. દરેક ઘરમાં તેની માંગ રહે છે. તે હોટલ કે રેસ્ટોરન્ટ વાળા તફથી પણ તેની હમેશા માંગ રહે છે.

એવા ધણા દાખલા છે કે પાછલા થોડા વર્ષોમાં અહિયાં મસાલા સાથે જોડાયેલ નાના મોટા કારોબાર શરુ કરીને અમુક લોકોએ તેને મોટી કંપની ના રૂપમાં ફેરવી નાખી. આજે કરોડો માં તેમનો કારોબાર આજે એક બ્રાંડ બની ગઈ છે. થોડા આવી રીતના મોકા તમારી પાસે પણ છે. સરકાર પોતાની ખાસ સ્કીમ દ્વારા આ કારોબાર શરુ કરવા માટે મદદ પણ કરી રહી છે.

કુલ ખર્ચ : ૬.૬૫ લાખ રૂપિયા

પ્લોટ અને મશીનરી ઉપર ખર્ચ : ૩.૯૬ લાખ રૂપિયા

વર્કિંગ કેપિટલ : ૨/૨૨ લાખ રૂપિયા

વર્કિંગ કેપિટલ માં રો મટીરીયલ,લેબર ચાર્જ ,પાર્કિંગ , ટેલીફોન બીલ, લાઈટ બીલ, ભાડું વગેરે શમેલ છે.

અન્ય ખર્ચ : ૪૭૦૦ રૂપિયા

સરકાર આવી રીતે કરશે મદદ

-બિજનેશ શરુ કરવા માટે આપણી પાસે ૧.૬૬ લાખ રૂપિયા બતાવવા જરૂરી છે.

વર્કિંગ કેપિટલ લોન : ૧.૬૬ લાખ રૂપિયા

આ ૫ લાખની લોન મુદ્રા સ્કીમ મુજબ મળી શકશે.

આવી રીતે થશે કમાણી

સરકારે એસ્ટીમેન્ટ તૈયાર કર્યો છે, જેમાં ઉત્પાદન પડતરના હિસાબે ટર્નઓવર ના રેશિયો તૈયાર કર્યો છે. આ આખો એસ્ટીમેન્ટ એક વર્ષ ના હિસાબે તૈયાર કરેલ છે.

વર્ષની કાસ્ટ ઓફ પ્રોડક્શન : ૭૫.૮ લાખ

વર્ષનું ટર્નઓવર : ૭૮.૮૫ લાખ

વર્ષનો નફો : ૩.૦૫ લાખ રૂપિયા

મહિનાનો નફો : ૩૫ હજાર થી વધુ રૂપિયા

નોધ : આ નફો શરૂઆતના સ્ટેજ માં છે. આમ તો ટેલીફોન, જાહેરાત અને મુસાફરી જેવા ખર્ચા કાપીને પછી તમારો ચોક્ખો નફો આવશે.

નોધ : બેંક પાસે થી તમને યોજના પ્રમાણે ૭ વર્ષ માટે સરળ હપ્તા ઉપર લોન આપવામાં આવશે. એટલે કે વ્યાજ શરૂઆતના ૭ વર્ષ તમારે તમારા નફામાંથી આપવું પડશે, ૭ વર્ષ પછી આ ખર્ચ ઓછું થઇ જશે.

એટલા માટે મુદ્રા યોજના મુજબ તમે કોઈ પણ બેંકમાં એપ્લાય કરી શકો છી. તેના માટે તમારે એક ફોર્મ ભરવું પડશે, જેમાં આ ડીટેલ આપવી પડશે.નામ,સરનામું,બિજનેશ શરુ કરવાનું સરનામું,અભ્યાસ,હાલની આવક અને કેટલી લોન જોઈએ.આમાં કોઈ પણ જાતની પ્રોસેસિંગ ફી નથી આપવાની. લોનનું એમાંઉન્ટ ૪ વર્ષમાં પાછી આપી શકો છો.

વિડીયો