1 જાન્યુઆરીથી બદલાઈ જશે તમારા રોજિંદા જીવન સાથે જોડાયેલા નિયમ, જાણી લો નહિ તો થઈ શકે છે પરેશાની

વર્ષ 2019 પૂરું થવાની તૈયારી છે. બધા લોકો નવા વર્ષનું સ્વાગત કરવાની તૈયારીમાં લાગેલા છે. પણ નવા વર્ષનું સ્વાગત કરવાની સાથે સાથે અમુક બીજી વસ્તુઓ વિષે જાણવું જરૂરી છે. આવનારા વર્ષમાં ઘણા બધા નિયમ બદલાવા જઈ રહ્યા છે. જો તમને આ બદલાયેલા નિયમની જાણકારી નથી, તો તમને મુશ્કેલી થઈ શકે છે. આજે અમે તમને આ આર્ટિકલના માધ્યમથી એ સાત બદલાયેલા નિયમો વિષે જાણકારી આપવા જઈ રહ્યા છીએ, જેમના વિષે જાણવું ઘણું જરૂરી છે.

તમારા પેન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર નક્કી થઈ હતી. જો તમે 31 ડિસેમ્બર પહેલા પોતાના પેનને આધાર કાર્ડ સાથે લિંક નહિ કરાવ્યું તો પેન કાર્ડ ઈનઓપરેટીવ થઈ જશે. એટલે કે તમારા પેન કાર્ડની મદદથી કોઈ પણ પ્રકારની લેવડદેવડ નહિ થઈ શકે. પહેલા પેન કાર્ડને આધાર સાથે લિંક કરાવવાની ડેડલાઈન 30 ડિસેમ્બર સુધી નાક્કી કરવામાં આવી હતી.

પેન 10 આલ્ફાન્યૂમેરિક કેરેક્ટર વાળી ઓળખ સંખ્યા હોય છે. જેને ઈન્ક્મ ટેક્સ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવે છે. પેન કાર્ડ ન હોવા પર ઈન્ક્મ ટેક્સ રિટર્ન ફાઈલ નથી કરી શકાતું. નાણાકીય વર્ષ 2018-19 માટે ઈન્ક્મ ટેક્સ રિટર્ન 31 માર્ચ 2020 સુધી ફાઈલ કરી શકાય છે. પણ જો તમે 31 ડિસેમ્બર સુધી રિટર્ન ફાઈલ કરો છો, તો તમારે ઓછી લેટ ફી જમા કરવી પડશે.

તારીખ આગળ વધાર્યા પછી 31 ઓગસ્ટ સુધી રિટર્ન ફાઈલ કરાવવા પર પણ કોઈ પણ પ્રકારનો દંડ નહિ લગાવવામાં આવે. જો તમે 31 ઓગસ્ટથી 31 ડિસેમ્બર સુધી રિટર્ન ફાઈલ કરો છો, તો તમારે 5000 રૂપિયા દંડ ભાવોઈ પડશે. 1 જાન્યુઆરી 2020 થી દંડની રકમ વધીને 10,000 થઈ જશે. જો કે જે લોકોની ઇન્કમ 5 લાખથી ઓછી છે એમણે ફક્ત 1000 રૂપિયા દંડ ભરવો પડશે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેગ્નેટિક સ્ટ્રાઈપ વાળા કાર્ડને બદલવાની છેલ્લી તારીખ 1 જાન્યુઆરી 2020 સુધી નક્કી કરવામાં આવી છે. 2 તારીખથી એ કાર્ડ બેકાર થઈ જશે. જેનાથી તમને મુશ્કેલી થઈ શકે છે. સ્ટેટ બેંક ઓફ ઈંડિયા પોતાના કસ્ટમરને સતત કહી રહી છે કે, તે પોતાના જુના કાર્ડ બદલાવીને નવા કાર્ડ લઇ લે. કાર્ડ બદલવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નહિ લાગે.

સર્વિસ ટેક્સ અને એકસાઈટ ડ્યુટી સાથે જોડાયેલા જુના લંબાયેલા વિવાદિત મામલાની સમસ્યાનું સમાધાન કરવા માટે બનાવેલી સબકા વિકાસ યોજના 31 ડિસેમ્બરે પુરી થવાની છે. આ યોજનાને આગળ વધારવાની સંભાવના દેખાઈ નથી રહી. નાના મંત્રી નિર્મલા સીતારમને સર્વિસ ટેક્સ અને એક્સાઈટ ડ્યુટી સાથે જોડાયેલા જુના વિવાદો અને મામલાની સમસ્યાના સમાધાન કરવા માટે ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં આ યોજનાની ઘોષણા કરી હતી.

આ યોજનાનું નામ સબકા વિશ્વાસ યોજના રાખવામાં આવ્યું હતું. સબકા વિશ્વાસ યોજના અંતર્ગત જે તે વ્યક્તિઓએ જુના વિવાદિત મામલામાં પોતાની બાકી રકમની જાહેરાત કરીને એને ચૂકવવાનો નિયમ રાખવામાં આવ્યો છે.

આવનારા વર્ષમાં ગ્રાહકોને બેંક તરફથી નવી ગિફ્ટ મળી છે. 1 જાન્યુઆરી 2020 થી ગ્રાહકોને બેંકની એનઈએફટી દ્વારા કરવામાં આવેલી લેવડદેવડ પર કોઈ ચાર્જ જમા નહી કરાવવો પડે. નોટબંધીની ત્રીજી વર્ષગાંઠના અવસર પર ડિજિટલ લેવડદેવડને આગળ વધારવાના ઉદ્દેશ્યથી ભારતીય રિઝર્વ બેંકે આ સંબંધમાં એક પ્રસ્તાવ રજુ કર્યો હતો. 16 ડિસેમ્બરથી 24 કલાક એનઈએફટી ટ્રાન્ઝેક્શન સેવા શરુ કરવામાં આવી હતી.

જીએસટી રજીસ્ટ્રેશનની પ્રક્રિયાને સરળ બનાવવા માટે આધાર દ્વારા જીએસટી રજીસ્ટ્રેશન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એન્યુઅલ રિટર્ન ફાઈલ કરવાની તારીખ 2 મહિના વધારીને 30 ઓગસ્ટ 2019 નક્કી કરવામાં આવી હતી. તેમજ નવું જીએસટી રિટર્ન ફાઈલિંગ સિસ્ટમ એક જાન્યુઆરી 2020 થી શરૂ થવાની છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.