1 માર્ચથી LIC લાગુ કરશે નવો નિયમ – LIC ના દરેક ગ્રાહકે કરવું પડશે આ કામ નહિ તો ફસાઈ જશે તમારા રૂપિયા.

આજના ડીઝીટલ યુગમાં તમામ પ્રકારની કામગીરી મોબાઈલ નંબર સાથે અપડેટ કરવામાં આવી રહી છે. જેવી કે બેંક, ગેસ કનેક્શન, દરેકને મોબાઈલ નંબર સાથે અપડેટ કરવામાં આવી રહી છે. જેથી કોઈ પણ પ્રકારની થયેલી કામગીરીથી જે તે ગ્રાહકને તેની માહિતી તરત પોતાના મોબાઈલ ઉપર SMS દ્વારા જ મળી શકે.

અને તેના માટે ગ્રાહકે પણ પોતે થોડો અંગત રસ લઇને તે કામગીરીમાં જરૂરી સહકાર આપવો જરૂરી છે, અને તેમાં ગ્રાહકે વધુ મહેનત કરવાની જરૂર નથી. બસ એક વખત જે તે કાર્ય માટે તેની બ્રાંચમાં જઈને પોતાનો મોબાઈલ નંબર અપડેટ કરાવવાનો રહેશે. અથવા તો ઓનલાઈન પણ કરી શકે છે. તો આવી જ ડીઝીટલ કામગીરી વિષે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. આવો જાણીએ એ કામગીરી કઈ છે, તે અને તેના વિષે વિગતવાર.

લાઈફ ઇન્શ્યોરેંશ કોર્પોરેશન (LIC ડીઝીટલ થવા જઈ રહી છે. કંપની ૧ માર્ચ ૨૦૧૯ થી ઓટોમેટેડ SMS દ્વારા પોલીસી હોલ્ડર્સને પ્રીમીયમ સાથે જોડાયેલી માહિતી આપશે. પ્રીમીયમ બાકી રહે તો રીમાંઈંડર SMS દ્વારા જ આપવામાં આવશે. જો તમને આ SMS મળે છે તો સમજી જાવ કે તમારો નંબર LIC માં રજીસ્ટર છે.)

અને જો તમને SMS ન મળે તો સમજી લો કે તમારો નંબર યા તો રજીસ્ટર નથી કે અપડેટ નથી. એટલે તમારે તરત તમારા નંબરને રજીસ્ટર કે અપડેટ કરાવી લેવો જોઈએ. એમ ન કરવાથી તમને એલઆઈસીની અપડેટ નહિ મળી શકે. જેથી ભવિષ્યમાં પેનલ્ટી પણ આપવી પડી શકે છે.

મોબાઈલ નંબર રજીસ્ટર કરાવવા માટે તમે એજન્ટને કોલ કરી શકો છો. તમે એલઆઈસીની વેબસાઈટ www.licindiaડોટin ઉપર વીઝીટ કરીને પણ નંબર અપડેટ કરી શકો છો. જણાવી આપીએ કે ૨૫ કરોડથી પણ વધુ લોકો એલઆઈસી સાથે જોડાયેલા છે.

હવે ઘણી બધી સરકારી સંસ્થાને ટેકનોલોજી સાથે જોડવામાં આવે છે. જેથી તેનો ઉપયોગ કરતી સામાન્ય જનતાને ઓછામાં ઓછી અસુવિધા થાય અને સારામાં સારી સુવિધા મળી શકે. આથી આવી મોબાઈલ નંબર લીંકથી ઘણું કામ સરળ થઇ જશે માટે આ કામ સત્વરે કરો.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે.

આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેરથી જો જોઈ એક વ્યક્તિ જીવનમાં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.