1 મિનિટમાં દૂર થઇ જશે તમારા માથાનો દુ:ખાવો, બસ અજમાવો આ 6 ઘરેલું ઉપાયો.

માથાના દુ:ખાવા માંથી છુટકારો મેળવવા માટે આ ઘરેલું ઉપાય સૌથી વધુ અસરકારક છે.

માથાનો દુ:ખાવો થવાના ઘણા બધા કારણો હોય છે અને આ પીડા કોઈને પણ થઈ શકે છે. માથાનો દુ:ખાવો થાય તો ઘણી વાર લોકો દવાનું સેવન કરી લે છે. પરંતુ વધુ દુઃખાવાની દવા ખાવી આરોગ્ય માટે યોગ્ય નથી માનવામાં આવતી. તેથી તમે માથાનો દુ:ખાવો થાય તો કોઈ પણ પ્રકારની દુ:ખાનાની દવા ખાવાને બદલે ઘરેલુ ઉપચાર જમાવો. આ ઘરેલું ઉપચારની મદદથી તમારો માથાનો દુ:ખાવો મીનીટોમાં દૂર થઇ જાય છે.

શા માટે થાય છે માથામાં દુ:ખાવો :-

માથાનો દુ:ખાવો થવાના ઘણા બધા કારણો હોઈ શકે છે. જોકે મોટાભાગના લોકોને માટે તનાવ અને થાકને કારણ કે આ પીડા થાય છે. આજકાલના સમયમાં વધુ કામના દબાણ લેવાથી અને વધુ સમય સુધી કામ કરવાથી માથાનો દુ:ખાવો થવા લાગે છે. તેથી તમે કામનું વધુ દબાણ તમારા ઉપર ન પડવા દો અને દરેક પ્રકારના તનાવથી દૂર રહો.

માથાના દુ:ખાવાથી રાહત મેળવવાના ઘરેલું નુસખા :-

સુકા આદુની પેસ્ટ :-

શીયાળાની ઋતુ માં ઠંડી હવા માથા ઉપર લાગવાથી માથાનો દુ:ખાવો થવા લાગે છે. શીયાળાની ઋતુમાં માથામાં દુ:ખાવો થવા ઉપર તમે સુંઠ એટલે સુકા આદુમાં પાણી ભેળવીને એક પેસ્ટ બનાવીને પછી આ પેસ્ટને માથા ઉપર લગાવી લો. થોડા સમય પછી આ પેસ્ટને સાફ કરી લો.

તમારા માથાનો દુ:ખાવો થોડા જ સમયમાં દુર થઇ જશે. આદુના પાવડર સિવાય તમે તજનો પાવડર પણ વાપરી શકો છો અને તજ પાવડરમાં પાણી ઉમેરીને તેની પેસ્ટ તૈયાર કરી, તમારા માથા ઉપર લગાવી શકો છો.

લીંબુ અને ગરમ પાણી :-

લીંબુનો રસ કાઢીને તેને થોડા હળવા ગરમ પાણી સાથે પી લો. તમને તરત જ માથાના દુ:ખાવ માંથી રાહત મળી જશે. વાસ્તવમાં ઘણી વખત પેટમાં ગેસ થઇ જવાના કારણે પણ માથું દુ:ખવાની સમસ્યા થઇ જાય છે અને તે સમયે લીંબુ અને ગરમ પાણી પીવાથી ગેસ દૂર થઇ જાય છે અને માથાનો દુ:ખાવો તરત ઠીક થઇ જાય છે. તમે ઇચ્છો તો લીંબુ અને ગરમ પાણીની અંદર મધ, ખાંડ અથવા મીઠું પણ ભેળવી શકો છો.

લવિંગ અને મીઠાનું મિશ્રણ :-

લવિંગ અને મીઠાના મિશ્રણના સેવન કરવાથી આ પીડા માંથી રાહત મેળવી શકાય છે. મીઠાની અંદર હાઇગ્રસ્કાપિક ગુણધર્મો મળી આવે છે. જે માથાનો દુ:ખાવો દૂર કરવાનું કામ કરે છે. તમે બસ થોડો લવિંગ પાવડર અને મીઠું લઇ લો અને તેને સારી રીતે મેળવી લો. હવે તમે એક ગ્લાસ ગરમ દૂધ સાથે આ મિશ્રણ ખાઈ લો. જો તમે ઇચ્છો તો આ મિશ્રણમાં દૂધ પણ ભેળવી ને લઇ શકો છે.

લીંબુની ચા :-

લીંબુની ચા પીવાથી પણ માથાનો દુ:ખાવો દુર થઇ જાય છે. તેથી જ્યારે પણ તમને માથામાં દુ:ખાવો થાય, તો તમે લીંબુવાળી ચા પી લો. તે જો તમને લીંબુની ચા નથી પીવી, તો તમે તેની જગ્યાએ આદુ અને લવિંગ વાળી ચા પણ પી શકો છો. આ ચા થી પણ તમને આરામ મળી જશે.

તુલસી અને આદુનો રસ :-

તમે થોડા તુલસીના પાંદડા લઈ લો અને તેને સારી રીતે વાટી લો અને તેનો રસ કાઢી લો. આ રીતે તમે આદુનો રસ પણ કાઢી લો. આ બન્ને વસ્તુઓનાં રસને તમે ભેળવી લો અને પી લો. આદુ અને તુલસીનો રસ પિતા જ તમારા માથાનો દુ:ખાવો દુર થઇ જશે અને તમને રાહત મળી જશે.

તેલથી માલિશ :-

માથાનો દુ:ખાવો થવા ઉપર તેલથી માલિશ કરવાથી આ પીડા માંથી રાહત મળી જાય છે. તમે ઇચ્છો તો નારિયેળ અથવા તો પછી લવિંગના તેલથી તમારા માથામાં માલિશ કરી શકો છો. નારિયેળના તેલથી માથામાં માલિશ કરતા પહેલાં તમે તેને હળવું ગરમ કરી લો.

તેવી જ રીતે લવિંગના તેલને પણ તમે ગરમ કરીને જ તમારા માથામાં લગાવો. જો તમે લવિંગના તેલથી તમારા માથાની માલિશ ન કરવા માગો, તો તમે થોડા લવિંગ લઈને તેને ગરમ કરી લો. સારી રીતે લવિંગને ગરમ કર્યા પછી તમે તેને એક કપડામાં બાંધી લો પછી તેને સુંઘતા રહો. લવિંગને સુંઘવાથી તમારો દુ:ખાવો એકદમ દુર થઇ જશે.

ઉપર જણાવેલા નુસખા સિવાય તમે લસણનો રસ પીઇને, તમારા પગને ગરમ પાણીમાં રાખીને અથવા તો ફુદીનાનું તેલ સુંઘીને પણ તમારા માથાની પીડા માંથી રાહત મેળવી શકો છો. અને આ ઉપચારને અજમાવ્યા પછી પણ તમારા માથાનો દુ:ખાવો દૂર ન થાય છે, તો તમે ડૉક્ટરનો સંપર્ક કરો.