1 રૂપિયાના સિક્કાથી 10 કરોડ સુધી કમાવાની તક, જાણો કયા સિક્કા તમને કેવી રીતે બનાવી શકે છે અમીર.

તમારી પાસે આવા ખાસ સિક્કા છે કે નહિ તે ચેક કરી લેજો, આ વિશેષ 1 રૂપિયાના સિક્કાથી 10 કરોડ સુધી કમાઈ શકો છો.

ઘણી વખત એવા સમાચારો સામે આવે છે કે એક સિક્કાને કારણે કોઈ લાખપતિ તો કોઈ કરોડપતિ થઇ ગયા. આવા સમાચારો ઘણા રસપ્રદ હોય છે, જે વાંચીને તમે એકસાઈડેટ થઇ જાવ છો. આવા સમાચાર વાંચ્યા પછી તમે વિચારવા લાગો છો કે, જો આપણી પાસે પણ એવા સિક્કા હોત ઘરે બેઠા કરોડપતિ બની જવાની આ એક સુંદર તક હોત. પણ આ તક ત્યારે મળે છે, જયારે તમારી પાસે કોઈ દુર્લભ કે વિશેષ પ્રકારના સિક્કા હોય.

ઘણા બધા લોકોએ ઘરમાં જુના સિક્કા સંગ્રહ કરી રાખેલા હોય છે. અને ઘણા લોકોને સિક્કા જમા કરવાનો શોખ હોય છે. એવા લોકો માટે તો આ સુંદર તક હોય છે. આજે અમે તમને એક એવા સિક્કા વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે એક ઝટકામાં તમને માલામાલ બનાવી દેશે.

જો તમારા ઘરમાં પણ આવા સિક્કા પડ્યા છે કે પછી તમારા સિક્કાના કલેક્શનમાં આવા સિક્કા રહેલા છે તો ચેક કરી લો. કારણ કે આ વિશેષ 1 રૂપિયાના સિક્કાની હરાજી કરી તમે 10 કરોડ રૂપિયા સુધી કમાઈ શકો છો.

કયો સિક્કો છે વિશેષ? કરોડો રૂપિયામાં હરાજી થવાની ક્ષમતા ધરાવતો આ સિક્કો કોઈ સામાન્ય સિક્કો નથી. એક અહેવાલ મુજબ આ કરોડોના સિક્કામાં ઘણી ખાસિયત છે. સૌથી પહેલી વાત એ છે કે, આ સિક્કો અંગ્રેજોના જમાનાનો હોવો જોઈએ. તેની ઉપર 1885 છપાયેલું હોવું જોઈએ. જો તમારી પાસે આવો 1 રૂપિયાનો સિક્કો છે, જેની ઉપર ઈ.સ 1885 લખેલું છે તો તમે કરોડપતિ બની શકો છો.

તમારે આ સિક્કાને ઓનલાઈન હરાજી માટે મુકવાનો રહેશે. ઓનલાઈન હરાજીમાં તમે આ સિક્કા ઉપર 9 કરોડ 99 લાખ રૂપિયા એટલે લગભગ 10 કરોડ રૂપિયા સુધી જીતી શકો છો. હવે તમે વિચારી રહ્યા હશો કે, આ વિશેષ સિક્કો ખરેખર વેચવો ક્યાં? તેની હરાજી ક્યાં અને કેવી રીતે કરવાની રહેશે? તો આવો તમને જણાવી દઈએ કે, આ સિક્કાના ચાહકો તમને ક્યાં મળશે?

આ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર બનાવો આઈડી : જુના સિક્કા વેચવા માટે તમારે જુની વસ્તુની ખરીદ-વેચાણના ઓનલાઈન પ્લેટફોર્મ ઓએલએક્સ (OLX) ઉપર વિઝીટ કરવાની રહેશે. તમારે બસ પહેલા ઓએલએક્સ ઉપર તમારું એકાઉન્ટ બનાવવાનું રહેશે. તમે તમારા વિષે થોડી માહિતી નાખીને લોગ-ઇન આઈડી બનાવી શકો છો. તમે indiamart. com ઉપર પણ આ પ્રકારનું એકાઉન્ટ બનાવીને સિક્કાની હરાજી કરાવીને પૈસા કમાઈ શકો છો.

આવી રીતે થઇ શકે છે તમારું કામ : એકાઉન્ટ બનાવ્યા પછી તમે તમારી પાસે રહેલો આ 1 રૂપિયાનો દુર્લભ અને વિશેષ સિક્કો અહિયાં હરાજી માટે મૂકી શકો છો. તેના માટે તમારે તમારા સિક્કાના દરેક એંગલથી ફોટા પાડવા પડશે અને તમારા એકાઉન્ટમાં તે ફોટાને શેર કરવાના રહેશે. આ સિક્કાની ખાસિયતો વિષે થોડી ડીટેલ નાખી દો અને તેને હરાજી સાથે જ સેલ માટે પણ મૂકી દો.

બસ તમારે આટલું જ કરવાનું છે. તેની આગળનું કામ વેબસાઈટ જાતે કરશે. ઓએલએક્સ ઉપર ઘણા બધા લોકો એંટીક પીસ, યુનિક સામાન ઉપરાંત ખાસ સિક્કાની પણ ખરીદી કરે છે. કેટલાક મોટા મોટા શોખીન લોકો જુના સિક્કાની શોધમાં રહે છે. એવા સિક્કાની હરાજીથી તમે સારી કમાણી કરી શકો છો. તે જરૂરી નથી કે તમને સિક્કાના 10 કરોડ રૂપિયા મળી જ જશે, પણ અહિયાં આવી વસ્તુના શોખીનોની અછત નથી.

(સિક્કાની કેટલી કિંમત મળશે તેની અમે ચોક્કસ ખાતરી કરતા નથી, અહી ફક્ત તેને વેચવાની પ્રોસેસ જણાવી છે, બાકી બધું ખરીદનાર અને વેચનાર પર આધાર રાખે છે.)

આ માહિતી ટીવી 9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.