9 બેકગ્રાઉન્ડ ડાન્સર આજે બની ગયા છે બોલીવુડના સુપર સ્ટાર.

આજે અમે તમને બોલીવુડના અભિનેતા અને અભિનેત્રીઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે પોતાના શરૂઆતના દિવસોમાં બેકગ્રાઉન્ડ ડાન્સરનું કામ કરતા હતા. કોઈ પણ કામ નાનું નથી હોતું, આ જ નાના કામને કરીને આજે આ સ્ટાર્સ ખુબ પ્રખ્યાત થઇ ગયા છે. પહેલા તે અભિનેતા કે અભિનેત્રીની પાછળ ડાન્સ કરતા હતા અને આજે તે પોતે સૌથી આગળ ઉભા રહીને ડાન્સ કરે છે. તો ચાલો તમને જણાવી દઈએ તે કયા સ્ટાર છે જેમણે પહેલા બેકગ્રાઉન્ડ ડાન્સરનું કામ કર્યુ છે.

  1. શાહિદ કપૂર : આ લિસ્ટમાં સૌથી પહેલું નામ આવે છે શાહિદ કપૂરનું. શાહિદ હમણાં બોલીવુડના ટોપ ડાન્સર અને એક્ટરમાં આવે છે, પણ તેમણે પોતાના કરિયરની શરૂઆત એક બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કરી હતી. 1999 માં આવેલ ફિલ્મ તાલમાં તે એશ્વર્યારાયના બેકગ્રાઉન્ડ ડાન્સર હતા. તે ગીત હતું “કહી આગ લગે લગ જાયે”. તમને જણાવી દઈએ કે કરિશ્મા કપૂર સાથે પણ તેમણે એક ગીતમાં બેકગ્રાઉન્ડ ડાન્સરનું કામ કર્યુ છે. આજે તે ખુબ સફળ અભિનેતા બની ગયા છે.

2. દીપિકા પાદુકોણ : આ નામ વાંચીને તમે થોડા વિચારમાં પડી જશો કે દીપિકા પણ એક બેકગ્રાઉન્ડ ડાન્સર હતી. હા, દીપિકા એક બેકગ્રાઉન્ડ ડાન્સર હતી. તેમણે 2006 માં હિમેશ રેશમિયાના ગીત “નામ હૈ તેરા” માં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કર્યુ છે. કરિયરની શરૂઆતમાં એમણે 2007 માં આવેલ ફિલ્મ “ઓમ શાંતિ ઓમ” માં એક હિરોઈન તરીકે કામ કર્યુ હતું, અને આજે તે બોલીવુડની ટોપ અભિનેત્રીઓ માંથી એક છે.

3. ડેઝી શાહ : ઘણા લોકોને ખબર છે કે ડેઝી ગણેશ આચાર્ય સાથે કોરિયોગ્રાફી કરતી હતી. પણ ઘણા લોકોને એ ખબર નથી કે ડેઝીએ કરિયરની શરૂઆત એક બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કરી હતી. તેણે સલમાન ખાનની ફિલ્મ “તેરે નામ” ના એક ગીત “લગન લાગી” માં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કર્યુ હતું, અને તેમણે બીજી ઘણી બધી ફિલ્મોમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કર્યુ હતું. આજે ડેઝી બોલીવુડમાં ઘણી ઓછી દેખાય છે પણ તેમને સલમાન ખાન સાથે “જય હો” અને “રેસ” ફિલ્મમાં કામ કર્યુ છે.

5. રેમો ડી સુઝા : રેમો આજે બોલીવુડના ટોપ કોરિયોગ્રાફર તરીકે ઓળખાય છે, અને તેમણે કેટલીક ફિલ્મો ડાયરેક્ટ પણ કરી છે. તેમણે અક્ષય કુમાર અને શાહરૂખ ખાનની સાથે બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કર્યુ હતું, અને અક્ષયની ફિલ્મ અફલાતૂનના ટાઇટલ ગીત “મેં હું અફ્લાતુ” ગીતમાં બેકગ્રાઉંડ ડાન્સર અને એક્ટર તરીકે કામ કર્યુ હતું. તે હમણાં સફળ કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર છે, અને તેમણે બોલીવુડમાં ઘણી હીટ ફિલ્મો પણ આપી છે. તેમણે બોલીવુડને પહેલી ડાન્સિંગ 3D ફિલ્મ “ABCD 2” બનાવી હતી અને હવે તે ફિલ્મની ત્રીજી સિરીઝ “AB3D” ફિલ્મ આવવાની છે અને એ પણ 3D માં આવવાની છે.

6. દિયા મિર્ઝા : દિયા મિર્ઝાએ પણ પોતાના કરિયરની શરૂઆત એક બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કરી હતી. ત્યારબાદ તેમને બોલિવૂડ ફિલ્મોમાં અભિનેત્રી તરીકે કામ મળવા લાગ્યું અને એક સમયમાં તે સફળ અભિનેત્રી હતી. દિયા મિર્ઝા બોલીવુડમાં હમણાં ખુબ ઓછી દેખાય છે. તે છેલ્લે ફિલ્મ સંજુમાં જોવામાં આવી હતી અને તેમાં તેમના કામની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી.

7. ફરાહ ખાન : ફરાહ ખાન આજે બોલીવુડની સફળ ડાયરેક્ટર અને સ્ક્રિપ્ટ રાઇટર તરીકે ઓળખાય છે. અને તેમણે એક સમયમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે પણ કામ કર્યુ હતું, અને તે ઘણી ફિલ્મોમાં કોરિયોગ્રાફર તરીકે પણ કામ કરી ચુકી છે. ફરાહ ખાને બોલીવુડને ઘણી હીટ ફિલ્મો આપી છે. તેમણે હેપ્પી ન્યુ યર, તીસ માર ખાન, ઓમ શાંતિ ઓમ અને મૈં હું ના જેવી ફિલ્મોમાં ડાયરેક્ટર અને સ્ક્રિપ્ટ રાઇટર તરીકે કામ કર્યુ છે.

8. સરોજ ખાન : જે લોકોને ડાન્સ જોવું કે કરવું પસંદ હોય છે તે લોકો સરોજ ખાનને સારી રીતે ઓળખે છે. બોલીવુડની ટોપ કોરિયાગ્રાફર સરોજ ખાને પણ પોતાના જીવનમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કર્યુ હતું. બાળપણમાં તે બેકગ્રાન્ડ ડાન્સર કરતી હતી અને જેમ જેમ ઉપર વધતી ગઈ તે બોલીવુડ સ્ટાર્સને ડાન્સ શીખડાવાનું કામ કરતી ગઈ.

9. અરશદ વારસી : અરશદ એટલે આપણા સર્કિટે પોતાના બોલીવુડ કરિયરની શરૂઆત બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કરી હતી. તેમણે ફિલ્મ “આગ સે ખેલેંગે” નું ગીત “હેલ્પ મી” માં બેકગ્રાઉન્ડ ડાન્સરનું કામ કરેલ હતું. પછી તે ફિલ્મ “તેરે મેરે સપને” થી બોલીવુડમાં અભિનેતા તરીકે આવ્યા હતા અને આજે તે એક સફળ અભિનેતા તરીકે ઓળખાય છે.

10. રણવીર સિંહ : રણવીરે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત ફિલ્મ “બેન્ડ બાજા બારાત” થી કરી હતી. પણ તે પહેલા એ બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કરતા હતા. તમારી માંથી ઘણા લોકોને ખબર ન હશે કે તેમણે ફિલ્મ “કભી ખુશી કભી ગમ”ના એક ગીતમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કર્યુ હતું. આજે તે બોલીવુડના ટોપ અભિનેતા તરીકે ઓળખાય છે.