10 દિવસમાં 4 મોટા નિર્ણય સંભળાવશે સુપ્રીમ કોર્ટ, દેશ પર પડી શકે છે ઊંડો પ્રભાવ

સુપ્રીમ કોર્ટમાં ચાર નવેમ્બરથી ૧૦ દિવસની અંદર મુખ્ય ન્યાયધીશ (સીજેઆઈ) રંજન ગોગાઈની આગેવાની વાળી કમિટી ચાર મહત્વના નિર્ણય સંભળાવી શકે છે. જેમાં અયોધ્યા જમીન વિવાદ રહેલો છે. જેનું દેશના સામાજિક, ધાર્મિક અને રાજકીય ક્ષેત્રમાં ઘણી અસર થઇ શકે છે. અયોધ્યા બાબત ઉપર નવેમ્બરમાં નિર્ણય આવવાની આશા છે. તે ૧૮૫૮ થી દેશનું સામાજિક ધાર્મિક બાબતોનું મુખ્ય કેન્દ્ર રહ્યું અને તેની ઉપર ૧૮૮૫ થી કેસ ચાલી રહ્યો છે.

આ તે વિવાદનો લાંબો ઈતિહાસમાં એક નવો અધ્યાય નોંધાવશે. કોર્ટનો નિર્ણય સંભળાવતા પહેલા એવા પ્રકારની અટકળો તેજ છે કે શું પાંચ જજો વાળી સંવેધાનીક કમિટી સર્વસંમત નિર્ણય આપશે? આવા પ્રકારના વિવાદિત મુદ્દા ઉપર, જેમણે હિંદુઓ અને મુસ્લિમોને વિભાજીત કર્યા છે, શું એકમતથી નિર્ણયનો સ્વીકાર કરવામાં આવશે કેમ કે તે કોઈ પણ પ્રકારની દ્વિધાને દુર કરશે જે ૪-૧ કે 3-૨ (5 ન્યાયધીશો વચ્ચે) ના નિર્ણયને કારણે થઇ શકે છે.

ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ તે ઉપરાંત મુખ્ય ન્યાયધીશની કમિટી પોતાના આ નિર્ણય ઉપર પુનઃવિચાર કરીને નિર્ણય આપશે જેમાં દરેક ઉંમરની મહિલાઓને સબરીમાલાના અયપ્પા મંદિરની અંદર જવાની મંજુરી આપવામાં આવી હતી. ત્રીજો નિર્ણય સરકારને રાફેલ ક્લીન ચિટ આપવા ઉપર આવી શકે છે. ચોથો નિર્ણય સીજેઆઈને આરટીઆઈ હેઠળ લાવવા વાળી અરજી ઉપર આવવાની રાહ છે.

સબરીમાલા ઉપર આવશે નિર્ણય

સીજેઆઈની પાંચ ન્યાયધીશોની કમિટીએ ૬ ફેબ્રુઆરીએ ૬૫ અરજીઓ ઉપર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો. જેમાં ૫૭ અરજીઓ કોર્ટને ૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૮ ના રોજ પોતાના નિર્ણય ઉપર પુનઃવિચાર કરવા માટે દાખલ કરવામાં આવી હતી અને ૨૮ અરજીઓ દરેક ઉંમરની મહિલાઓને સબરીમાલાની અંદર પ્રવેશની મંજુરી આપવા વિરુદ્ધ દાખલ કરવામાં આવી હતી. અરજીકર્તાઓનું કહેવું છે કે ભગવાન અયપ્પા બ્રહ્મચારી છે એટલા માટે ૧૦ થી ૫૦ વર્ષની વચ્ચેની મહિલાઓને પ્રવેશની મંજુરી ન આપવી જોઈએ.

સીજેઆઈને આરટીઆઈ હેઠળ લાવવા ઉપર નિર્ણય

સીજેઆઈના નેતૃત્વ વાળી પાંચ ન્યાયધીશોની કમિટીએ ચાર એપ્રિલના રોજ તે અપીલ ઉપર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો જેમાં સીજેઆઈ ઓફીસના આરટીઆઈ હેઠળ લાવવાની મંજુરી આપવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીને આરટીઆઈ કાર્યકર્તા સુભાષ ચંદ્ર અગ્રવાલે દાખલ કરી હતી.

રાફેલ ઉપર નિર્ણયની રાહ

સીજેઆઈના નેતૃત્વમાં ત્રણ ન્યાયધીશોની કમિટી છેલ્લા દસ વર્ષ આપેલા પોતાના નિર્ણયને પડકાર આપતી અરજી ઉપર નિર્ણય આપશે. ગયા વર્ષે ફ્રાંસ માંથી ૩૬ રાફેલ લડાયક વિમાન ખરીદવામાં એનડીએ સરકાર દ્વારા કરવામાં આવેલ કથિત ભ્રષ્ટાચાર અને અનિયમિતતા વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં કોર્ટે સરકારને ક્લીનચિટ આપી હતી. કોર્ટે પોતાના આ નિર્ણય ઉપર પુનઃવિચાર કરવા માટે અરજી દાખલ કરવામાં આવી છે. જેની ઉપર નિર્ણય આવવાની રાહ છે. સીજેઆઈની કમિટીએ ૧૦ મે એ તેની ઉપર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.