૧૦ હજારમાં શરુ કરો ઘરે બેઠા ચોકલેટનો ધંધો, ૪૦% સુધીનો નફો જાણો આ બિઝનેશ ની બધી જ વાતો

ઈ-કોમર્સ પ્લેટફોર્મ એ ઘેર બેઠા ધંધો શરુ કરવા માટે ઘણી તકો ઉભી કરી આપેલ છે. કોઈ પણ ઘેર બેઠા ચોકલેટ બનાવવાનો ધંધો શરુ કરી શકે છે. જો તમે પણ ઘેર બેઠા ચોકલેટ બનાવવાનો ધંધો શરુ કરવા માગો છો તો અહિયાં અમે તમને જણાવી રહ્યા છીએ કે ઓછા રોકાણમાં તમે ઘેર બેઠા ધંધો શરુ કરી શકો છો.

ઘરે બનતી ચોકલેટ

વેલેન્ટાઇન વીકમાં ચોકલેટ નું વેચાણ વધુ હોય છે. તમે પણ ઘેર બેઠા ધંધા તરીકે ઘરમાં જ શરુ કરવાની સારી તક છે. રજાના સમયમાં ઘરમાં જ ચોકલેટ બનાવીને વેચવા વાળી સોનિયા વર્માએ જણવ્યું કે હવે ઘરે બનાવવાનો ટ્રેડ પણ વધી રહેલ છે. જો તમારે ઘેર ચોકલેટ બનાવી અને તેને ક્રિએટીવ પેકીંગમાં શણગારવાનો શોખ છે, તો આ શોખને ધંધામાં ફેરવી શકો છો.

કેટલું કરવું પડશે રોકાણ

ચોકલેટનો ધંધો ૫ થી ૧૦ હજાર રૂપિયાના રોકાણથી શરુ કરી શકાય છે. પેકિંગ મટીરીયલ લોકલ જથ્થાબંધ માર્કેટ માંથી ખરીદ કરી શકો છો. વર્માએ જણાવ્યું કે આ ધંધામાં રોકાણ ઉપર તમને ૩૦ થી ૪૦ ટકા સુધી નફો મળી શકે છે. તમે તમારી પ્રોડક્ટ ઓનલાઈન, રીટેલ અને જથ્થાબંધ માર્કેટમાં વેચી શકો છો.

ફેસબુક, ટ્વીટર, બ્લોગ દ્વારા કરો પ્રચાર

તમે તમારા પ્રોડક્ટને પ્રમોટ કરવા માટે સોસીયલ મીડિયા પ્લેટફોર્મનો પણ ઉપયોગ કરી શકો છો. ફેસબુક, ટવીટર ઉપર પોતાનું પેજ બનાવીને પ્રોડક્ટની માર્કેટિંગ કરી શકો છો, જેથી કસ્ટમર તમારા સુધી સરળતાથી પહોંચી શકે. આજકાલ ઘણા બધા વેપારી વેચાણ વધારવા માટે ફેસબુક પેજ બનાવી રહ્યા છે. હવે શોશ્યલ મીડિયા એક બીજા સામે રજુ કરવાનું કામ કરે છે.

ક્યાંથી ખરીદવું રો મટીરીયલ

અહિયાં થી ખરીદો રો મટીરીયલ ચોકલેટ બનાવવા માટે રો મટીરીયલ અને પેકેજીંગની વસ્તુ તમને સરળતાથી હોલસેલ માર્કેટમાં મળી જાય છે. ઘણી બધી કંપનીઓ પણ ઓનલાઈન કોમર્શીયલ ઉપયોગ માટે ચોકલેટ બનાવવા માટે રો મટીરીયલ વેચે છે.

અહિયાથી ખરીદો ચોકલેટ જો તમે ચોકલેટ બનાવવામાં રસ નથી રાખતા તો તમે ચોકલેટ વેચવાનો પણ ધંધો કરી શકો છો. તમે ચોકલેટ બનાવવાની કંપનીની વેબસાઈટ ઉપર જઈને બનેલ પ્રોડક્ટ ખરીદી શકે છે. તેમાં કંપનીઓ ૨૦ થી ૩૦ ટકા નો નફો આપે છે. જુદી જુદી કંપનીઓના નફામાં તફાવત છે.

આ ગીફ્ટ પેક જથ્થાબંધ માર્કેટના જથ્થાબંધ વેપારીઓ પાસેથી પણ ખરીદી શકાય છે. અહિયાં તમને ૨૦ ટકા ના ફરકે ડબ્બા ઉપર મળી જાશે. સદર બજારના જથ્થાબંધ વેપાર એક થી બે ટકાના ફરક ઉપર કામ કરે છે. ચોકલેટ, નમકીન, મીઠી ફ્રૂટી, સોફ્ટ ડ્રીંકના ડબ્બા વેચવા વાળા મોરી ગેટના વેપારી મોહિત શર્માએ જણાવ્યું કે તે ૨૦૦ રૂપિયા પ્રિન્ટ પ્રાઈઝ વાળા ડબ્બા ઉપર ૫૦ રૂપિયા મળી જાય છે. નવરાશના સમયમાં તેમણે લગભગ ૩૦૦૦ ડબ્બા વેચીને લગભગ ૧.૫૦ લાખ રૂપિયા કમાયા હતા.

આ ધંધો ૧૦૦૦૦ રૂપિયાના રોકાણથી શરુ કરી શકાય છે. અહિયાં તમને ૨૦ થી ૨૫ ટકા ના ફરક ડબ્બા ઉપર મળી જશે.

કેવી રીતે વેચવું ખરીદે વેબસાઈટ ઉપર પ્રોડક્ટ

કેવી રીતે જોડાઈ શકે છે ઈ-કોમર્સ પ્લેટફોર્મ સાથે

* ઈ-કોમર્સ પ્લેટફોર્મ ઉપર ધંધાનું રજીસ્ટર કરાવવું પડે.

* તમારે પેન અને બેંક એકાઉન્ટની ડીટેલ આપવી પડશે.

તમારે જીએસટી પોર્ટલ ઉપર પણ રજીસ્ટ્રેશન કરાવવું પડે. પોતાનું જીએસટીએન નંબર ઈ-કોમર્સ કંપનીને આપવાનો હોય છે.

* કંપની તમારી સાથે એમોયુ કે કરાર કરશે.

* કરાર પછી તમે વેબસાઈટ ઉપર પોતાની પ્રોડક્ટને અપલોડ કરી શકે છે.

* વેરીફીકેશન પછી પ્રોડક્ટ સાઈટ ઉપર જોવા મળે છે.

* મોટાભાગની કંપનીઓ સેલર સાથે પ્રોડક્ટ ઓનલાઈન વેચાયા પછી ધંધા માંથી ૧ થી ૯ ટકા કમીશન લે છે.

* ઓનલાઈન પેમેન્ટમાં પ્રોડક્ટ કસ્ટમર પાસે પહોચ્યા પછી સેલર એટલે કે ધંધાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે.