આજે અડધી રાત્રે થશે ચંદ્ર ગ્રહણ, આ રાશિ વાળા પર પડશે અસર, જાણો તમારી રાશિ શું કહે છે?

વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ 10 જાન્યુઆરીએ થવા જઈ રહ્યું છે. આ ચંદ્ર ગ્રહણ મિથુન રાશિ અને પુનર્વસુ નક્ષત્રમાં થશે. આ ચંદ્ર ગ્રહણની ખાસ વાત એ છે કે આ ગ્રહણ ભારતમાં પણ દેખાશે. ભારતીય સમય અનુસાર આ ગ્રહણ 10 જાન્યુઆરીની રાત્રે 10:37 વાગ્યે શરુ થઈને 11 જાન્યુઆરીની સવારે 2:45 સુધી રહેશે. ચંદ્ર ગ્રહણનો આપણા મન અને મગજ પર વધારે પ્રભાવ પડે છે.

ગ્રહણનો પ્રભાવ એક પક્ષ સુધી એટલે કે 15 દિવસ સુધી રહે છે. ચંદ્ર જળનું કારક હોવાથી આ દરમિયાન પૃથ્વી પર જલીય આપત્તિ અથવા ભૂકંપ પણ આવી શકે છે. તેમજ તેની અસરની વાત કરીએ તો બધી રાશિઓ પર ચંદ્ર ગ્રહણના પ્રભાવ અથવા દુષ્પ્રભાવ પડશે.

મેષ :

મેષ રાશિના ત્રીજા ભાવમાં ચંદ્ર ગ્રહણ મિત્રો અને નાના ભાઈ બહેનો સાથે સંબંધ ખરાબ કરાવી શકે છે. એટલા માટે ગાયત્રી મંત્રનો 108 વાર જાપ કરો તથા ભગવાન શિવના ૐ નમઃ શિવાય મંત્રની 3 માળા જાપ કરો.

વૃષભ :

આ રાશિથી બીજા ભાવમાં ચંદ્ર ગ્રહણ ધન કુટુંબ સંબંધિત વાદ-વિવાદ કરાવી શકે છે. એટલા માટે સફેદ વસ્તુઓનું દાન કરો, જેમ કે સફેદ કપડાં ચોખા વગેરે.

મિથુન :

આ વખતે ચંદ્ર ગ્રહણ મિથુન રાશિમાં લાગી રહ્યો છે. આ ચંદ્ર ગ્રહણ સ્વાસ્થ્યને લઈને મુશ્કેલી કરાવી શકે છે. એટલા માટે કાચા દૂધથી રુદ્રાભિષેક જરૂર કરાવો.

કર્ક :

કર્ક રાશિના બારમાં ઘરમાં ચંદ્ર ગ્રહણ થવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. મન અશાંત રહેશે. આ દરમિયાન ચંદ્રના મંત્રનો જાપ કરો. આ મંત્ર છે, ૐ સોમ સોમાય નમઃ.

સિંહ :

સિંહ રાશિના 11 માં ઘરમાં ચંદ્ર ગ્રહણ થવાથી આ રાશિના લોકોને ધન લાભ વધારે થઈ શકે છે. ખર્ચ રોકવા માટે દવાનું દાન કરો, અને ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો.

કન્યા :

આ રાશિમાં 10 માં ઘરમાં ચંદ્ર ગ્રહણ થવાથી કાર્યોમાં મોડું થઈ શકે છે. એના સિવાય નોકરીમાં પરિવર્તન પણ થઈ શકે છે. તમારે આ દિવસે કાચા દૂધથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ.

તુલા :

તુલા રાશિમાં નવમાં ભાવમાં આ ચંદ્ર ગ્રહણ તમારા કરિયરમાં પરિવર્તન લાવી શકે છે. સફેદ વસ્તુના દાન સાથે ચંદ્રના મંત્રોનો જાપ કરો અને પોતાની માતાને કોઈ સફેદ વસ્તુ ગિફ્ટમાં આપો.

વૃશ્ચિક :

રાશિથી આઠમા ભાગમાં ચંદ્ર ગ્રહણ દરેક કામમાં ગડબડ કરાવશે. એના કારણે આંખોની સમસ્યા થઈ શકે છે, અને ભાગ્યમાં અડચણ આવી શકે છે. ચોખાની ખીર બનાવીને શિવલિંગ પર અર્પણ કરો.

ધનુ :

ધનુ રાશિના સાતમા ભાવમાં આ ચંદ્રગ્રહણ દાંમ્પત્ય જીવનમાં મુશ્કેલી લાવશે. આ ચંદ્ર ગ્રહણ વ્યાપારમાં નુકશાન કરાવશે. અચાનક કોઈ દુર્ઘટના ઘટી શકે છે. પંચાક્ષરી મંત્ર ૐ નમઃ શિવાયની 11 માળા જાપ કરો.

મકર :

મકર રાશિના છઠ્ઠા ભાવમાં આ ચંદ્ર ગ્રહણ મનમાં નિરાશા અને જીવનસાથી સાથે વિવાદને વધારી શકે છે. જીવનસાથી સાથે શિવલિંગની પૂજા કરો અને શિવાષ્ટકનો પાઠ કરો.

કુંભ :

આ રાશિના પાંચમા ભાવમાં આ ચંદ્ર ગ્રહણ પેટના રોગ અને પ્રેમની બાબતોમાં ગડબડ કરશે. શિવલિંગ પર જમણા હાથથી દૂધ ચઢાવો ને ૐ નમઃ શિવાય અથવા નમઃ શિવાયનો જાપ કરો તથા પોતાની માતાના ચરણ સ્પર્શ કરો.

મીન :

મીન રાશિથી ચોથા ભાવમાં ચંદ્ર ગ્રહણ તમારી માતાનું સ્વાસ્થ્ય ખરાબ કરશે. એનાથી તમારા મનમાં નિરાશા આવી શકે છે. ભગવાન શિવ શંકરની પૂજા કરો અને પોતાના ઘરની ઉત્તર પૂર્વ દિશાને હંમેશા સાફ રાખો.