આ છે ૧૦ કરોડનો પાડો “ભીમ”, દર મહિને એક લાખ રૂપિયાનો છે ખોરાક.

રાજસ્થાનના પ્રસિદ્ધ પુષ્કર મેળામાં આ વખતે ‘ભીમ’ નામનો પાડો આવ્યો છે. તેની કિંમત ૧૦ કરોડ રૂપિયા લગાવી છે. મુર્રા જાતનો આ પાડો ૧૨૦૦ કિલોનો છે. અને ઊંચાઈ ૬ ફૂટ અને લંબાઈ ૧૪ ફૂટ છે.

માત્ર 5 વર્ષની ઉંમરમાં પોતાની જેટલી ઉંમરની બીજી ભેંસોથી તે ઊંચાઈ અને કાઠામાં મોટો છે. તેનો દર માસનો ખોરાક એક લાખ રૂપિયાનો છે.

તેને દરરોજ એક કિલો ઘી, અડધો કિલો માખણ, ૨૦૦ ગ્રામ મધ, ૨૫ લીટર દૂધ અને એક કિલો કાજુ બદામ ખવરાવવામાં આવે છે.

પાડાના માલિક જવાહરલાલ જાંગીડ જણાવે છે, કે ભીમના ડાયટ ઉપરાંત ૧ કિલો સરસીયાના તેલથી રોજ તેની માલીશ પણ કરવામાં આવે છે. તેની જાળવણી માટે ૪ માણસોને રાખવામાં આવ્યા છે.

વીતેલા દિવસોમાં રાજસ્થાનના ઉદયપુર જીલ્લામાં આયોજિત થયેલા એગ્રો ફેર નામના એક ખેડૂત મેળામાં ભીમએ સૌથી શક્તિશાળી પાડો હોવાનું ઈનામ પણ જીત્યું છે.

ભિમ પહેલા સુલતાન અને યુવરાજ નામના પાડા ચર્ચામાં આવ્યા હતા. જેની કિંમત પણ કરોડોમાં આંકવામાં આવી હતી.

જવાહરલાલ જાંગીડ કહે છે, કે તેની પાસે ઘણા લોકો આ પાડાને ખરીદવા માટે આવે છે. પરંતુ તેને વેચવા નથી માંગતા. તે તેના દ્વારા ભેંસોની જાતી સુધારવા માંગે છે.