બસ 10 મીનીટનો પ્રયોગ. અને શરદી ખાંસી દુર જાણી લો ખુબ સરળ મફતની દવાનું વિજ્ઞાન

સિઝનના ફેરફારને લીધે ચેપથી ઘણી વખત વાયરલ ઇન્ફેકશનને લીધે આપણા ગળા અને ફેફસામાં જામી જતી એક લાળ હોય છે, જે ખાંસી કે ખાંસી લેવાથી બહાર આવે છે. તે ફાયદાકારક અને નુકશાનકારક બન્ને છે. તેને જ કફ કહેવામાં આવે છે. જો તમે પણ ખાંસી કે શરદીથી પરેશાન છો, તો દવા લીધા વગર પણ રોજ માત્ર દસ મિનીટ આ મુદ્રાના અભ્યાસથી કફ માંથી છુટકારો મેળવી શકો છો.

મુદ્રા – ડાબા હાથના અંગુઠા સીધા ઉભો કરી જમણા હાથથી ડાબા હાથની આંગળીઓ એકબીજા સાથે ફીટ કરીને બન્ને પંજા ને એવી રીતે જોડો કે જમણા અંગુઠા ડાબા અંગુઠાને બહારથી કવર કરી લે, આવી રીતે જે મુદ્રા બનશે તેને અંગુષ્ટ મુદ્રા કહેવાય.

ફાયદો – અંગુઠામાં અગ્નિ તત્વ હોય છે. આ મુદ્રા ના અભ્યાસથી શરીરમાં ગરમી વધવા લાગે છે. શરીરમાં જામેલો કફ તત્વ સુકાઈને નાશ થઇ જાય છે. શરદી, તાવ, ખાંસી વગેરે રોગોમાં તે ખુબ ફાયદાકારક રહે છે, ક્યારે જો ઠંડા પ્રકોપમાં આવી જાવ અને શરીરમાં ઠંડીથી ધ્રુજારી થવા લાગે તો આ મુદ્રા નો પ્રયોગ ફાયદાકારક રહે છે.

રોજ દસ મિનીટ આ મુદ્રા કરવાથી ખુબ કફ થવા ઉપર રાહત મળે છે. કફ તરત જ સુકાઈ જાય છે. સાથે જ થોડું સિંધા મીઠું ધીમે ધીમે ચૂસવાથી ફાયદો થાય છે. સવારે કોમળ સૂર્યકિરણોમાં બેસીને જમણા નાકથી શ્વાસ લઈને સવા મિનીટ રોકો અને ડાબી બાજુથી છોડો. આવું ૩-૪ વખત કરો. તેનાથી કફ ની તકલીફ દુર થશે.

બીજી મુદ્રાઓ અને તેના ફાયદા જાણવા ક્લિક કરો >>>> શરીરમાં થતી બીમારીઓને ઠીક કરવા માટે જાણો આ ખુબજ મદદ રૂપ થતા મુદ્રા વિજ્ઞાન વિષે