જાણો બજરંગબલીનની 10 એવી અજાણી વાતો, જેના વિષે તમે ક્યારેય નઈ સાંભળ્યું હોય.

શનિના મિત્ર અને રામના પરમ ભક્ત એવા હનુમાનની આ 10 અજાણી વાતો જાણી તમે ધન્ય થઇ જશો. શનિના મિત્ર બજરંગબલીની 10 ચમત્કારી વાતો. જાણો રામ ભક્ત હનુમાન સાથે જોડાયેલી અનોખી વાતો.

જેવું આપણા મનમાં શ્રી રામ ભક્ત હનુમાનનું નામ આવે છે, આપણું મન ભક્તિ અને શ્રદ્ધાથી ભરાઈ જાય છે. બજરંગબલી કહેવાતા હનુમાનજી અત્યંત શક્તિશાળી અને ચમત્કારી દેવતા છે અને ભક્તોની મુરાદ સાંભળીને તરત જ તેમની મદદ કરવા માટે દોડી આવે છે. સંકટોનો નાશ કરવાને કારણે તેને સંકટમોચન પણ કહેવામાં આવે છે. આવો જાણીએ બજરંગબલી સાથે જોડાયેલા 10 ચમત્કારીક વાતો.

અગ્યારમાં રુદ્ર અવતાર બજરંગબલી : બજરંગબલી ભગવાન શિવના અગ્યારમાં રુદ્ર અવતાર માનવામાં આવે છે. તે કારણે જ તેમની અંદર અપાર શક્તિઓ છે. ભગવાન શિવે ભગવાન વિષ્ણુના માનવ અવતાર શ્રી રામ સાથે સમય પસાર કરવા અને તેમની મદદ કરવા માટે પોતાના અગિયારમાં રુદ્રના અવતારમાં હનુમાનજી ના રૂપમાં અંશાવતાર લીધો. હનુમાનજી અપાર શક્તિશાળી છે અને પોતાના ભક્તો ઉપર સરળતાથી પ્રસન્ન થઇ જાય છે. જે કોઈ પણ ભગવાન શ્રી રામનું નામ લે છે, હનુમાનજી ની અસીમ કૃપા તેને પ્રાપ્ત થઇ જાય છે.

hanuman mahadev
hanuman mahadev

મનોજવં મરુતતુલ્યાવેગં જિતેન્દ્રિયં બુદ્ધીમતાં વરિષ્ઠ.

વાતાત્મજં વાનરયુથમુખ્યં શ્રીરામદૂતં શરણ પ્રપદયે.

જે મન જેટલું તીવ્ર અને પવન જેટલો વેગવાન છે, જે જીતેંદ્રીય છે અને જેમણે પોતાની ઇન્દ્રિયોને વશમાં કરી છે, જે બુદ્ધિમાન છે, વિદ્યા અને બુદ્ધીમાં શ્રેષ્ઠ છે, જે પવન દેવના પુત્ર છે અને વાનરોમાં શ્રેષ્ઠ છે. શ્રી રામજીના દૂત (શ્રી બજરંગબલી હનુમાનજી)ની હું શરણ લઉં છું.

હનુમાન ચાલીસાની ચોપાઈ જુવો :–

શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહા જગ વંદન – એટલે કે ભગવાન શંકરના પુત્ર કેસરી નંદન અત્યંત તેજવાન અને પ્રતાપી, જેને આખું વિશ્વ વંદન કરે છે. ભગવાન શિવના અવતાર હોવા સાથે સાથે હનુમાનજી પવન દેવના પુત્ર પણ માનવામાં આવે છે અને વાનરોના રાજા કેસરીના પુત્ર હોવાથી કેસરી નંદન અને અંજની પુત્ર એટલે કે અંજના માતાના પુત્ર પણ છે.

સૂર્યદેવના પરમ શિષ્ય બજરંગબલી અને શની દેવના મિત્ર પણ : હનુમાનજી એ વિદ્યા અધ્યયન માટે ભગવાન સૂર્યદેવની પ્રાર્થના કરી તો ભગવાન સૂર્યએ તેમને કહ્યું કે હું તો નિરંતર ગતિમાન રહું છું, તો તમે મારી પાસેથી કેવી રીતે વિદ્યા પ્રાપ્ત કરી શકશો, તો હનુમાનજી એ કહ્યું કે હું પણ તમારી સાથે હંમેશા ગતિમાન રહીને શિક્ષણ પ્રાપ્ત કરી લઈશ. તેથી સૂર્યદેવે વિનંતી સ્વીકારી લીધી અને તેને પોતાના શિષ્યના રૂપમાં વિદ્યા આપવાનું શરુ કર્યું. આ રીતે સૂર્યદેવે બજરંગબલી ને ગુરુ બનાવીને અનેક પ્રકારનું શિક્ષણ પૂરું પાડ્યું.

અતુલિતબલાધામં હેમસૈલાભદેહમ્ દનુજવનકૃશાનું જ્ઞાનીનામગ્રગણ્યમ્ |

સકલગુણધનાનં વાનરાણામધિશમ્ રઘુપતિપ્રિયભક્તં વાતજતં નમમિ ||

જેને અપાર શક્તિ છે, જે સોનાના પર્વત સમાન અતિશય કાંતિયુક્ત શરીર વાળા છે, જે દેત્ય રૂપી વંને ધ્વંસ કરવા વાળા છે અને જ્ઞાની જનોમાં સૌથી આગળ છે. જે સમસ્ત ગુણોના નિધન છે, વાનરોના સ્વામી છે, ભગવાન શ્રી રઘુનાથજીના પ્રિય ભક્ત તથા પવન દેવના પુત્ર શ્રી હનુમાનજીને હું પ્રમાણ કરુ છું.

ભગવાન સૂર્યદેવના પુત્ર છે શનિદેવ અને તેના લીધે તેમના ગુરુના પુત્ર શનિદેવ સાથે હનુમાનજીની મિત્રતા પણ છે. તે કારણ છે કે શનિદેવ હનુમાનજી ના ભક્તોને ક્યારે પણ કોઈ ક્ષતિ નથી પહોચાડતા અને હનુમાનજી પણ પોતાના પ્રિય મિત્રના ભક્તોની હંમેશા રક્ષા કરે છે. જયારે શનિદેવ કર્મના પાઠ ભણાવે છે, હનુમાનજી ભક્તિનો માર્ગ બતાવે છે. કહેવામાં આવે છે કે એક વખત યુદ્ધમાં શનિદેવને ઈજા થઇ જેના કારણે તેને ઘણી પીડા થઇ રહી હતી.

તે પીડાથી બચવા માટે હનુમાનજી એ તેને સરસીયાનું તેલ લગાવ્યું હતું. ત્યારથી શનિદેવે હનુમાનજી ને પોતાના ખાસ મિત્ર તરીકે માન્યા અને તેના ભક્તોને ક્યારે પણ નુકશાન ન કરવાનું વચન આપ્યું હતું અને કહેવામાં આવે છે કે જે કોઈ ભક્ત શનીદેવને સરસીયાનું તેલ ચડાવશે, શનિદેવ હંમેશા તેની ઉપર કૃપા કરશે.

ચારોં જુગ પરતાપ તુમ્હારા હૈ પ્રસિદ્ધ જગત ઉજીયારા : એ રીતે હનુમાનજી નો પ્રતાપ ચારે યુગો અને દશે દિશાઓમાં ફેલાયેલી છે. તે બજરંગબલીનો મહિમા હતો કે તેમણે સ્વર્ણ નગરી લંકાને સળગાવી દીધી હતી પરંતુ તેના મિત્ર શનિદેવથી સોનાની લંકા કાળી પડી ગઈ હતી.

પરણિત હોવા છતાં બ્રહ્મચારી છે બજરંગબલી : બજરંગબલીને બ્રહ્મચારી પણ કહેવામાં આવે છે કેમ કે તેમણે આજીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું. પરંતુ શું તમે જાણો છો કે હનુમાનજી પરણિત પણ છે અને તેની પત્ની પણ છે. તે સન્દર્ભમાં એક વિશેષ કથા છે, જે મુજબ જયારે બજરંગબલી સૂર્ય દેવ પાસે શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા હતા, તો તેમણે એક પછી એક અનેક વિદ્યાઓ ઝડપથી પ્રાપ્ત કરી લીધી પરંતુ અમુક વિદ્યા એવી હતી, જે માત્ર પરણિત હોય તો જ પ્રાપ્ત કરી શકાતી હતી. તે કારણે જ હનુમાનજી તે મુશ્કેલી પડી કેમ કે તે તો બ્રહ્મચારી હતા, તો તેમના ગુરુ સૂર્યદેવે તેનો એક ઉપાય શોધ્યો. સૂર્યદેવની અત્યંત તેજસ્વી પુત્રી હતી સૂવર્ચલા.

સર્યદેવના કહેવાથી હનુમાનજી એ માત્ર શિક્ષણ પ્રાપ્ત કરવાના ઉદેશ્યથી પોતાના ગુરુ સૂર્યદેવની પુત્રી સૂવર્ચલા સાથે લગ્ન કર્યા. આ લગ્નનું વર્ણન પારાશર સંહિતામાં પણ કરવામાં આવ્યું છે, જે મુજબ સૂર્યદેવે 9 દિવ્ય વિદ્યાઓ માંથી 5 વિદ્યાઓનું જ્ઞાન હનુમાનજી જે આપી દીધું હતું, પરંતુ 4 વિદ્યાઓ માટે હનુમાનજી ને પરણિત હોવું જરૂરી હતું. સર્વર્ચલા પરમ તેજસ્વી અને તપસ્વી હતી. સૂર્યદેવે હનુમાનજીને કહ્યું હતું કે લગ્ન પછી પણ તમે હંમેશા બ્રહ્મચારી રહેશો કેમ કે સૂવર્ચલા તપસ્યામાં લીન થઇ જશે અને એવું જ થયું. આ રીતે હનુમાનજી ને વિશેષ વિદ્યા પણ પ્રાપ્ત કરી લીધી અને પછી બાળ બ્રહ્મચારી પણ બનેલા રહ્યા. ભારતના તેલંગાના રાજ્યના ખમ્મમ જીલ્લામાં આજે પણ હનુમાનજીની મૂર્તિ છે, જેમાં તે પોતાની પત્ની સૂવર્ચલા સાથે બિરાજમાન છે અને ત્યાં દ્રશ કરવાથી લગ્ન જીવનમાં સુખની પ્રાપ્તિ થાય છે અને દરેક પ્રકારના દુઃખોનો અંત થાય છે.

અષ્ટ સિદ્ધી અને નવ નિધિઓના દાતા છે, બજરંગબલી : સૂર્યદેવ પાસે શિક્ષણ પ્રાપ્ત કરીને હનુમાનજી અષ્ટ સિદ્ધી અને નવ નિધિઓના સ્વામી બની ચુક્યા હતા. અણીમા, લધીમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, મહિમા, ઈશિત્વ અને વશિત્વ તે કુલ આઠ સિદ્ધીઓ છે. અણીમા સિદ્ધી તેમના શરીરને અણુ જેટલા નાના કરી લેવાની ક્ષમતા પૂરી પડે છે, તો લધીમા શરીરને એટલું હળવું કરી શકે છે કે તે હવામાં પણ ઝડપથી ઉડી શકે છે. ગરિમા સિદ્ધી પ્રાપ્ત કર્યા પછી શરીરનો ભાર અતિશય વધી શકે છે અને તેને કોઈ હલાવી નથી શકતું અને પ્રાપ્તિ સિદ્ધીથી તમે કોઈ પણ સ્થાન ઉપર તમારી ઈચ્છા મુજબ અદ્રશ્ય રીતે જ્યાં જવા માંગો, ત્યાં જઈ શકો છો.

પ્રાકામ્ય સિદ્ધી તમને કોઈ પણના મનની વાતને ઘણી સરળતાથી સમજી શકાય છે અને મહિમા સિદ્ધીની મદદથી તમે જયારે ઈચ્છો, તમારા શરીરને અમર્યાદિત રીતે વિશાળ બનાવી શકો છો અને કોઈ પણ હદ સુધી તેનો વિકાસ કરી શકો છો. ઈશિત્વ સિદ્ધી ઈશ્વરના રૂપમાં પ્રદાન કરે છે એટલે કે તે ભગવાનનો એક હોદ્દો છે, જેનાથી વ્યક્તિ ઈશ્વર સ્વરૂપ થઇ જાય છે અને દુનિયા ઉપર આધિપત્ય સ્થાપિત કરી શકે છે, તો તે વશિત્વ સિદ્ધી પ્રાપ્ત કર્યા પછી તમે કોઈ પણને તમારા વશમાં કરીને તેને તમારા દાસ બનાવી શકો છો, એટલે પરાજીત કરી શકો છો.

કિરીટ, કેયુર, નપુર, ચક્ર, રથ, મણી, ભાર્યા, ગજ અને પદ્મ વગેરે નવ નિધિઓ છે. કુબેર પાસે પણ નવ નિધિઓ હતી, પરંતુ તે આ નિધિઓને કોઈને આપવામાં અસમર્થ હતા, પરંતુ માતા સીતાના આશીર્વાદથી હનુમાનજી તે બધાને આપી શકે છે. માતા સીતાએ પણ તેને અષ્ટ સિદ્ધી અને નવ નિધિઓ માનવ માત્રના કલ્યાણ માટે પ્રદાન કરવાના આશીર્વાદ આપ્યા હતા. આ સંદર્ભમાં જુવો આ ચોપાઈ : અષ્ટ સિદ્ધી નવ નિધિ કે દાતા અસ બર દિન જાનકી માતા

દીવ્યાસ્ત્ર અને બ્રહ્માસ્ત્રથી પણ અજેય છે બજરંગબલી : હનુમાનજી એટલા શક્તિશાળી છે કે કોઈ પ્રકારના અસ્ત્ર શસ્ત્ર તેનું કશું નથી બગડી શકતા. એક વખત જયારે હનુમાનજી નાનપણમાં પોતાની લીલા કરી રહ્યા હતા, તો તેમણે ઉગતા સૂર્યને ફળ સમજીને તેને ખાવા માટે પવન વેગે ઉડતા સૂર્ય પાસે પહોચી ગયા. જયારે તે પહોચ્યા તે સમયે રાહુ સૂર્યદેવને ગ્રસિત કરવા આવી રહ્યા હતા, પરંતુ હનુમાનજીથી ડરીને તે ભાગી ગયા અને ઇન્દ્રદેવને બજરંગબલીની ફરિયાદ કરી. ત્યારે ઇન્દ્રદેવે હનુમાનજીને અટકાવ્યા પરંતુ તે બાળક હતા અને નટખટ પણ એટલા માટે માન્યા નહિ, ત્યારે દેવરાજ ઇન્દ્રએ તેની ઠોઢી ઉપર પોતાના વજ્રનો પ્રહાર કર્યો, જેથી તે અચેત થઈને ધરતી ઉપર પડ્યા.

આમ તો તે વાયુ દેવના પુત્ર હતા, એટલા માટે પવન દેવે નારાજ થઈને સમસ્ત સંસારના પ્રાણવાયુને રોકી લીધો અને બધા તાહીમામ થઈને બ્રહ્મ દેવ પાસે ગયા. તે વાત સાંભળીને બ્રહ્મ દેવે હનુમાનજી ને પૂર્ણતઃ સ્વસ્થ કરી દીધા અને બધા દેવ-દેવીઓને તેમને પોતાના દિવ્ય અસ્ત્ર અને શસ્ત્ર ભેંટ આપ્યા અને પોતાની દિવ્ય શક્તિઓ પૂરી પાડી. ત્યાર પછી બ્રહ્મ દેવે તેને વરદાન આપ્યું કે ક્યારે પણ કોઈ બ્રહ્માસ્ત્ર પણ તેમનું કશું નહિ બગાડી શકે. હનુ નો અર્થ થાય છે વાંકી ઠોઢી, એટલા માટે તે દિવસથી તેને હનુમાન કહેવા લાગ્યા.

જયારે હનુમાનજી લંકા ગયા તો મેઘનાદે તેની ઉપર પરમ શક્તિ એટલે કે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો. તે સમયે જો હનુમાનજી ધાર્યું હોત, તો તે અસ્ત્રની અસરથી બચી શક્ય હોત, પરંતુ તેમણે એવું ન કર્યું. વાંચો સુંદર કાંડની આ ચોપાઈ :

બ્રહ્મ અસ્ત્ર તેહી સાંધા કપી મન કીન્હ વિચાર

જૌ ન બ્રહ્મસર માનઉ મહિમા મીટઈ અપાર

જયારે મેઘનાદે હનુમાનજી ઉપર પરમ શક્તિશાળી બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો, ત્યારે હનુમાનજી એ મનમાં વિચાર કર્યો કે જો હું આ બ્રહ્માસ્ત્રનો નહિ સ્વીકાર કરુ, તો તેનો મહિમા મટી જશે. એટલા માટે સાથે બીજું તેમણે રાવણની સભામાં પણ જવું હતું, એટલા માટે પણ તેમણે આ બ્રહ્માસ્ત્રનો પ્રહાર સ્વયં ઉપર લીધો. આ રીતે મેઘનાદના બ્રહ્માસ્ત્રને નિષ્ફળ પણ કરી દીધું, જેનો ઉપયોગ તે યુદ્ધમાં કરી શકતો હતો.

શ્રીરામ સામે પણ યુદ્ધ લડ્યા હતા બજરંગબલી : ભગવાન શ્રીરામજીના પરમ પ્રિય ભક્ત કહેવાતા બજરંગબલીનું યુદ્ધ સ્વયં પોતાના પ્રભુ શ્રીરામ સાથે પણ થયું હતું. તેની પાછળ એક વાર્તા છે, જે મુજબ ભગવાન શ્રી રામચંદ્રજીના ગુરુ મહર્ષિએ ભગવાન શ્રીરામને રાજા યયાતીને મુત્યુદંડ આપવાનો આદેશ આપ્યો. ભગવાન શ્રીરામ ડરીને રાજા યયાતિએ હનુમાનજીની માતા અંજનીજી પાસે પોતાના પ્રાણોની યાચના કરી કેમ કે તે જાણતા હતા કે હનુમાનજી જ તેનું રક્ષણ કરી શકે છે.

તેવામાં માતા અંજનીએ રાજા યયાતીને વચન આપી દીધું અને હનુમાનજીને તેનું રક્ષણ કરવા માટે તૈયાર કરી દીધા. જયારે હનુમાનજીને એ ખબર પડી કે તેને શ્રીરામ સાથે યુદ્ધ કરવાનું છે, તો તે પણ મુંજવણમાં પડી ગયા કેમ કે તે પોતાના આરાધ્યા વિરુદ્ધ યુદ્ધ કરી શકતા નથી. એટલા માટે બળ અને બુદ્ધીના દાતા હનુમાનજી એ તરત જ તેની યુક્તિ શોધી કાઢી. તેવામાં ભગવાન શ્રીરામના અસ્ત્રોનો જવાબ ન આપીને હનુમાનજી માત્ર રામ નામના જાપ જપતા રહ્યા.

ભગવાન શ્રીરામે પણ મજબુરીમાં અનેક અસ્ત્ર-શસ્ત્ર ચલાવ્યા, પરંતુ બધા નિષ્ફળ ગયા ત્યારે મહર્ષિ વિશ્વામિત્રએ તે સ્થિતિ જોઈ શ્રીરામને તેના ધર્મ સંકટ માંથી મુક્તિ આપી અને તેને યુદ્ધ રોકવા માટેનો આદેશ આપ્યો. આ રીતે રાજા યયાતિનું જીવન બચી ગયું અને હનુમાનજી એ પણ પોતાનું વચનને પૂરું કર્યું. ત્યારથી માનવામાં આવે છે કે હનુમાનજી એ આ યુદ્ધથી સાબિત કર્યું કે રામનું નામ લેવા વાળાને ક્યારે પણ કોઈ અસ્ત્ર શસ્ત્ર પણ નથી મારી શકતા.

ચિરંજીવીઓ માંથી એક છે બજરંગબલી : આ ધરતી ઉપર આજે પણ એવા મહામાનવ જીવિત છે, જે પોતાના વચનો માંથી અથવા કોઈ વિશેષ કાર્યો અથવા શ્રાપને કારણે જ હજુ પણ જીવિત છે અને માનવામાં આવે છે કે વર્તમાન કળયુગના અંત સુધી તે આ ધરતી ઉપર જીવિત રહેશે. તેને ચિરંજીવી કહેવામાં આવે છે અને બજરંગબલી પણ તેમાંથી એક છે.

અશ્વત્થામા બાલિવ્ર્યાસો હનુમાંશ્ચ વિભીષણ: કૃપ: પરશુરામશ્ચ સપ્તએતૌ ચિરજીવિન:॥

સપ્તૈતાન સંસ્મરેન્નીત્યં માર્કન્ડેયમથાષ્ટમમ્। જીવેદ્વવર્ષશતં સોપિ સર્વવ્યાધિવિધિવર્જિત।

જો કોઈ પણ વ્યક્તિ ઉપરોક્ત મંત્રના જાપ કરે છે અને આ ચીરંજીવીઓનું સ્મરણ કરે છે, તેને દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે. તેમના જીવનમાં સમસ્યાઓનો અંત થઇ જાય છે. બજરંગબલી પણ આ ચીરંજીવીઓ માંથી એક છે અને ત્રેતા યુગમાં તે શ્રી રામ સાથે હતા, તો દ્દવાપર યુગમાં શ્રી કૃષ્ણ સાથે અર્જુનના રથની ધજા ઉપર બિરાજમાન હતા. તેમણે જ ભીમનો ઘમંડ તોડ્યો હતો. શ્રી રામે જ તેમની સાથે આ પૃથ્વી ઉપર રહીને ધર્માત્માઓનું રક્ષણ અને મદદ કરવા માટે કહ્યું હતું.

એક પિતા પણ છે બજરંગબલી : આપણે બધા જાણીએ છીએ કે બજરંગબલી પરમ તપસ્વી છે. તે મહાન શક્તિશાળી અને બ્રહ્મચારી છે, પરંતુ તે ઉપરાંત એક પુત્રના પિતા પણ છે. આ સંદર્ભમાં પણ એક વિશેષ કહાની છે. તે કહાની મુજબ રાવણની આજ્ઞાથી જયારે બજરંગબલીની પૂછડીમાં આગ લગાવી હતી, તેમણે પોતાની પૂંછડીની આગથી આખી લંકાને બાળીને ભસ્મ કરી દીધી અને સ્વયં પોતાની પૂછડીની આગ ઓલવવા માટે સમુદ્રમાં કુદી ગયા.

આગની ગરમીને કારણે તેમને પરસેવો આવી રહ્યો હતો, જેના કારણે તેમના પરસેવાના થોડા ટીપા સમુદ્રમાં પડ્યા અને એક માછલીના મોઢામાં આવી ગયા, જેણે તે પરસેવાના ટીપાને ભોજન સમજીને ગ્રહણ કરી લીધું અને તેના પેટમાં જઈને એક ટીપું ગર્ભમાં બદલાઈ ગયું. થોડા સમય પછી તે પાતાળના રાજા અહીરાવણના સેવકોએ તે માછલીને પકડી લીધી અને જયારે તે માછલીનું પેટ ચીરી રહ્યા હતા, તો તેમાંથી એક જીવ નીકળ્યો, જેને અહીરાવણ પાસે લઇ ગયા.

અહીરાવણે તેને પાતાલપૂરીના રક્ષક તરીકે નિયુક્ત કરી દીધા. તે હનુમાનજીના પુત્ર મકરધ્વજ કહેવાયા. જયારે રામ રાવણ યુદ્ધમાં અહીરાવણ શ્રી રામ અને લક્ષ્મણજીનું હરણ કરી તેને પાતાળ પૂરી લઇ ગયા, તો તેનું રક્ષણ કરવા માટે હનુમાનજી પણ પાતાળ નગરી પહોચી ગયા. ત્યાં તેમણે એક વાનરને જોયો તો આશ્ચર્યચકિત થઈને તેમણે મકરધ્વજથી તેનો પરિચય પૂછ્યો અને મકરધ્વજે કહ્યું કે હું હનુમાનજીનો પુત્ર મકરધ્વજ છું અને પાતાળપૂરીનો રક્ષક છું. ત્યારે હનુમાનજી ગુસ્સે થઇ ગયા અને કહ્યું તે તમે શું કહી રહ્યા છો? હું તો બાળબ્રહ્મચારી છું. તું મારો પુત્ર કેવી રીતે હોઈ શકે છે?

તે જાણ્યા પછી કે તે સ્વયં હનુમાનજી છે, મકરધ્વજ તેમના ચરણોમાં પડી ગયો અને તેણે પોતાની આખી કથા સંભળાવી. ત્યારે હનુમાનજીએ સ્વીકાર કર્યો કે તે તેનો જ પુત્ર છે, પરંતુ તે પોતાના પ્રભુ શ્રી રામ અને લક્ષ્મણને લેવા આવ્યા છે, એટલા માટે મકરધ્વજ તેનો રસ્તો છોડી દે, પરંતુ મકરધ્વજ પણ પોતાના કર્તવ્ય માંથી પાછા ન પડ્યા. તેણે હનુમાનજી સાથે યુદ્ધ કરવાનું શરુ કરી દીધું.

જયારે હનુમાનજી વારંવાર સમજાવવા છતાં પણ તે ન હટ્યા તો હનુમાનજીએ તેને પોતાની પૂછડીમાં બાંધીને પાતાળમાં પ્રવેશ કર્યો અને અહીરાવણનો વધ કરવા ઉપરાંત શ્રી રામ અને લક્ષ્મણને લઈને પાછા જતા રહ્યા અને રામજીના કહેવા ઉપર મકરધ્વજને બંધન મુક્ત કરી દીધા અને તેનો રાજ્યાભિષેક કરી તેને પાતાળના રાજા જાહેર કરી દીધા.

સુંદરકાંડ અને બજરંગબલી : હનુમાનજીને સુંદરકાંડ સૌથી વધુ ગમે છે કેમ કે તેમાં તેમણે તેમની ગુમાવેલી શક્તિનો પરિચય આપી દીધો છે. તેમને તેમની શક્તિ યાદ અપાવી છે અને તે સુંદરકાંડમાં જ હનુમાનજીએ પોતાના પ્રભુ શ્રી રામ અને માતા સીતાને મળવા માટે મુખ્ય કાર્ય કર્યું છે. તેનું વર્ણન સાંભળીને હનુમાનજી અત્યંત ખુશ થઇ જાય છે અને એટલા માટે તે સુંદરકાંડ ઘણું પ્રભાવશાળી અને શક્તિશાળી માનવામાં આવે છે. જયારે પણ તમારું કોઈ કામ ન થઇ રહ્યું હોય કે જીવનમાં તમે અનેક મુશ્કેલ સમસ્યાઓથી દુઃખી હો, તો બજરંગબલીની મૂર્તિ કે ફોટા સમક્ષ સુંદરકાંડના પાઠ કરવાથી બજરંગબલીની કૃપા તમને સહજ રીતે પ્રાપ્ત થઇ જાય છે અને તે તમારું રક્ષણ કરે છે.

કલયુગના જાગૃત દેવતા છે બજરંગબલી : હનુમાનજીને કલયુગના જાગૃત દેવતા પણ કહેવામાં આવે છે અને વર્તમાન સમયમાં હનુમાનજી તુરંત પ્રસન્ન થઇને પોતાના ભક્તોના જીવનને દાન આપે છે અને તેનું રક્ષણ કરે છે. ભગવાન શ્રી રામના નામના જાપ કરવા વાળાની હંમેશા હનુમાનજી રક્ષણ કરે છે. કળયુગના જાગૃત દેવતા હોવાને કારણે હનુમાનજી તુરંત ફળ પૂરું પાડવા વાળા દેવતા છે. તેની પૂજા પવિત્રતા સાથે અને શ્રદ્ધા સાથે કરવી જોઈએ કેમ કે ઉગ્ર હોવાને કારણે તે અપવિત્રતા સાથે નારાજ પણ થઇ શકે છે, એટલા માટે પુરા મનથી અને સાત્વિકતા અને પવિત્રતાસાથે હનુમાનજીની ઉપાસના કરવી જોઈએ.

આ માહિતી એસ્ટ્રોસેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.