10 મોંઘી વસ્તુઓ મળી કચરામાં, જાણો કેટકેટલી કિમત હતી અને કોના હાથમાં આવી.

આપણે ઘણી વખત નકામી એવી વસ્તુ ફેંકી દેતા હોઈએ છીએ, જેવી કે ચાવી કે બીજી ઘણી એવી વસ્તુ છે. જે આપણે ફેંકી દેતા હોઈએ છીએ, જે પાછળથી આપણા ઘણા કામની વસ્તુ સાબિત થાય છે.

નંબર ૧૦. લગ્નની વીંટી :

એક નીઝારી મહિલા જેને લગ્નમાં આપવામાં આવેલી વીંટીની કિંમત ૨ કરોડ ૭૬ હજાર રૂપિયા હતી. તેણે એ વીંટી ઉતારીને એક નાના ટુવાલમાં લપેટીને રાખી દીધી. તેના પતિ એ જોયા વગર તે ટુવાલ ટેબલ સાફ કરવા માટે ઉપાડી લીધો. અને તે વીંટી નીચે પડી ગઈ અને તે વીંટી કચરા સાથે જતી રહી. પછી એ કપલે પોલીસમાં ફરિયાદ ત્યાંની નગરપાલિકામાં કરી.

મોંઘી વસ્તુ હોવાને કારણે બધા એ તેની ઉપર ધ્યાન આપ્યું. અને કચરાના મોટા ઢગલાને ફંફોળવામાં આવ્યો, અને તે વીંટી તેને મળી ગઈ. આવો જ એક કેસ એક મહિલા તે પોતાના લગ્નની વીંટી માટે ઘણી જ કાળજી રાખતી હતી, કે તે રોજ સ્નાન કરવાથી તે ખરાબ નથી જાય એટલા માટે તેના પતિને કહ્યું કે તેને કોઈ સુરક્ષિત જગ્યાએ મૂકી દે.

જયારે તેના પતિ એ તેનું વાપરેલું લેઝર કચરામાં ફેંક્યું તો તે વીંટી પણ તેની સાથે જતી રહી. તેની જાણ તેને બીજા દિવસે થઇ. ત્યાં સુધી તો તેના ઘરનો કચરો ઉપાડી લેવામાં આવ્યો હતો. ત્યાર પછી તેના પતિ એ તે કચરાના ઢગલાને ફંફોળ્યો ત્યાર પછી તેને એ વીંટી મળી ગઈ.

નંબર ૯. એક ૩૪ લાખનો હીરો :-

એક વ્યક્તિ પોતાના ઘેરથી બહાર નીકળ્યો તેની પત્ની માટે એક સારી ગીફ્ટ લેવા માટે, જયારે તે રસ્તા ઉપરથી પસાર થઇ રહ્યો હતો, તો તેને રસ્તામાં એક ગીટાર પડેલી જોવા મળી અને તેને તે ઉપાડી લીધી. અને તેણે તેને રીપેર કરાવીને તેની પત્નીને ભેંટ આપવાનું વિચાર્યું. અને તે ગીટાર વાળા પાસે ગયો અને તેણે એ ગીટાર તેને બતાવી તે જોતા જ તે તેને ઓળખી ગયો, તે ગીટાર પ્રસિદ્ધ ગીટાર વાદકની હતી અને તે તેણે ૩૪ લાખ ડોલરમાં વેચી.

નંબર ૮. ૫૭ હજાર ડોલરનો ચેક :

જયારે કચરા વિષે વિચારી તો કહી નથી શકાતું કે તેમાંથી શું શું નીકળશે? એક નગરપાલિકામાં આવીને એક મહિલા એ ફરિયાદ કરી કે તેનો એક ૫૭૦૦૦ ડોલરનો ચેક પડી ગયો છે. કેમ કે તે એક બેરલ ચેક હતો. તેને કોઈ પણ વટાવી શકે છે. તે મહિલાને તે ચેક શોધવામાં ૩૦ કલાકથી પણ વધુ સમય લાગી ગયો. અને તેને એ ચેક મળી ગયો અને તે પણ સારી હાલતમાં.

નંબર ૭. ગાડીના ટાયર :-

ઘણી વખત આપણેને રસ્તામાં પડેલા ટાયર જોવા મળે છે, પણ ક્યારેય કોઈ પૈસાથી ભરેલું ટાયર કચરામાં ફેંકતા જોયા છે, એક સફાઈ કામદારને રોડના કાંઠે એક ટાયર પડેલું જોવા મળ્યું, ત્યાં જઈને જોયું તો તે ટાયર ખાલી નહિ, પણ તે ૧૦૦ અને ૫૦૦ ડોલરથી ભરેલું હતું. તેમાં એક લાખ ડોલર હતા. કોઈ કેવી રીતે એટલી મોટી રકમને રોડના કાંઠે ફેંકી શકે છે.

નંબર ૬. ૩૫ વર્ષ જુનું બેસબોલ કાર્ડ કલેક્શન :-

જિસન ગાર્ડર તેની મમ્મી સાથે એક મેન હેટનમાં રહેતી હતી એક દિવસ તેની મમ્મીને એ રૂમ સાફ કરવાની ઈચ્છા થઇ, તેને જેસીનના રૂમમાં જૂની પડેલી એક બેગમાં ઘણા જુના કપડા વગેરે ભરીને એક ચેરીટી કમિટીને દાનમાં આપી દીધી, જયારે જેસીનને ખબર પડી તો તેને યાદ આવ્યું કે જે બેગ તેની મમ્મી એ ચેરીટીને દાનમાં આપી છે.

તેમાં એક ૩૫ વર્ષ જુનું કાર્ડ કલેક્શન હતું. જેમાં થોડા પ્રસિદ્ધ ખેલાડીઓના ઓટોગ્રાફના કાર્ડ હતા, જેથી જોસને જણાવ્યું કે તેને એ કલેક્શન માટે ૧૨,૦૦૦ ડોલરની ઓફર આવી ચુકી હતી, પણ અફસોસ જોસનને તે કાર્ડ ન મળી શક્યા, કેમ કે ચેરીટી એ તે વહેચી દીધા હતા.

નંબર ૫. એક ૧ કરોડ ૩૭ લાખનું એપલ કોમ્પ્યુટર :-

Clean Bay Certified kampni નામની કપની માં એક મહિલા પોતાના ઘરે પડેલા થોડા ડબ્બા ત્યાં લઇ આવી, અને જણાવ્યું કે આ બધું તેના પતિના અવસાન પછી તેના કામના નથી, થોડા સમય પછી તે ડબ્બા બે રીસાયકલીકરણ માટે ખોલવામાં આવ્યું તો તેમાં એક એપલનું કોમ્પ્યુટર મળ્યું, જે એપલ એ તેના શરુઆતના દિવસો માં બનાવ્યું હતું.

એપલ એ આવા ૨૦૦ કોમ્પ્યુટર બનાવ્યા હતા. પછી તે ચેક કર્યું તો ખબર પડી કે તે ઓરીજીનલ એપલ કોમ્પ્યુટર છે પછી તે એક કરોડ ૩૭ લાખ રૂપિયામાં વેચ્યું. અને તેને એ પણ વચન આપ્યું કે ક્યારે પણ તે મહિલા તેને મળશે તો તેની અડધી રકમ તે મહિલાને આપશે.

નંબર ૪. કરોડોની લોટરીની ટીકીટ :-

મેસેસ્યુટેસના રહેવાસી ડોનાવને બાળપણથી જ લોટરીની ટીકીટ લેવાની ટેવ હતી. ડોનાવને એક દિવસ કચરા માંથી સ્ક્રેચ કરેલી ટીકીટ મળી. અને તેના સાચા માલિકે તેનું પરિણામ આવ્યા પહેલા જ કચરામાં ફેંકી દીધી હતી. ડોનાવ એ લોટરીની ઓફિસે સંપર્ક કર્યો, પરંતુ લોટરી વાળા એ લોટરીના ૩૦ લાખ ડોલર ડોનાવને આપવાની ના કહી દીધી.

તેના થોડા સમય પછી જ ડોનાવનું અવસાન થઇ ગયું. અને તેના કુટુંબ વાળા સેન્ટ જોહન લોટરીની ટીકીટના સાચા માલિકનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ તેની કોઈ ભાળ નથી લાગી રહી.

નંબર ૩. ૩૪ કરોડનો હીરો :-

હીરો કોઈ પણ હોય તેની ચમકથી આંખો અંજાઈ જાય છે. એવું જ કાંઈક અહિયાં બન્યું, ઝવેલરી સ્ટોર વાળા એ જોયા વગર જ ૩૪ કરોડ નો હીરો કચરામાં ફેંકી દીધો. પરંતુ તે હીરો ત્યાંના સિક્યોરીટી ગાર્ડને મળી ગયો. જયારે તે ત્યાંનો કચરો ફેંકવા જઈ રહ્યો હતો, અને તેણે પછી વિચાર્યું કે કિસ્સો શાંત પડે પછી તેને વેચશે. અને પછી તે બ્લેક માર્કેટમાં તે હીરો વેચતા પકડાઈ ગયો.

નંબર ૨. કરોડોની પેન્ટિંગ :-

આ દુનિયામાં માનવતા હજુ પણ જીવિત છે, એલિઝાબેથ કીપ્શ્ચન એક ૨૫ વર્ષ ની છોકરી જયારે સાંજે ઓફીસથી પોતાને ઘેર જઈ રહી હતી, ત્યારે તેને તેના ઘરની બહાર કચરામાં એક પેન્ટિંગ જોવા મળ્યું. તેણે તેને પોતાના ઘરે લઇ જવાનું વિચાર્યું. પછી એક વખત તેણે એક પેન્ટિંગનો રોડ શો જોયો, અને તેને મળેલા પેન્ટિંગનો ફોટો પણ જોયો,

જયારે તેણે તેના વિષે વધુ તપાસ કરી તો તે પેન્ટિંગ સ્ટ્રેન પરસોવા દ્વારા મીડ નાઈન સેન્ચુરીમાં બનાવી હતી. અને તે ૨૦ વર્ષ પહેલા ચોરી થઇ ગઈ હતી અને હવે તેની કિંમત ૧ મીલીયન ડોલર છે. કીપ્શ્ચન પોતાની સાથે પોલીસને ઘરે લઇ આવી. આખી ઘટના જણાવી.

નંબર ૧. બીટકોઈન :-

૨૦૦૯ માં એક આર્ટી વર્કર જેમ્સ બોમાઈલ છે. જેણે પોતાના લેપટોપમાં ૭૫૦૦ બીટકોઈન સ્ટોર કર્યા, તે સમયમાં તે ૭૫૦૦ બીટકોઈનની કિંમત માત્ર ૨૦ ડોલર હતી. તમામ વીટકોઇન્સનો ડેટા તેના લેપટોપની હાર્ડડિસ્કમાં હતો. તેણે તે હાર્ડડિસ્કને ફેંકી દીધી કેમ કે તેની ગર્લફ્રેન્ડની ફરિયાદ હતી કે લેપટોપ વધુ અવાજ કરતું હતું, અને આજના સમયની વાત કરીએ તો ૭૫૦૦ બીટકોઇનની કિંમત લગભગ ૧૪ કરોડ હતી.

શું તમને ક્યારે કચરા માંથી કિંમતી વસ્તુ મળી છે? જણાવો કોમેન્ટમાં અને લાઇક અને શેયર કરશો.

જય કાય ગરવી ગુજરાત. જય જવાન, જય કિશન. જય હિન્દ..