ફક્ત ૧૦ રૂપિયા ખર્ચ કરીને ઘરે જ કરી શકો છો LED બલ્બ રીપેર, શીખી લો વિડીઓ દ્વારા.

દેશમાં અત્યારે વધારે ઘરોમાં એલ.ઇ.ડી.બલ્બનો ઉપયોગ થાય છે. ત્યાં ઘણા ઘરોમાં બધા ઓરડાઓમાં તથા રસોડુ તથા બાથરૂમમા પણ એલ.ઇ.ડી. હોય છે. આ સામાન્ય બલ્બની તુલનામા થોડો મોંઘો હોય છે. પણ તેનું આયુષ્ય ઘણું વધારે હોય છે. પરંતુ થોડા સમય પછી તેની રોશની ઓછી થવા લાગે છે. અથવા તે ખરાબ થઈ જાય છે. એવામાં તેને બદલીને નવો એલ.ઇ.ડી. બલ્બ ખરીદી લેવો પડે. અમે આપને જણાવીએ છીએ કે આવા બલ્બ આપ આપના ઘરે સરળતાથી રીપેર કરી શકો છો.

10 રૂપિયા થશે ખર્ચ :

એલ.ઇ.ડી. બલ્બની અંદર એક નાની સર્કિટ હોય છે. જેમાં ટ્રાંજીસ્ટર અને કેપેસીટર લાગેલા હોય છે. જેની સાથે 18 થી 20 એલ.ઇ.ડી. લાગેલી હોય છે.જ્યારે એલ.ઇ.ડી. બલ્બ ખરાબ થાય ત્યારે એમાં એલ.ઇ.ડી. ના ખરાબ થવાના ચાન્સ ઓછા હોય છે. પરંતુ એ ખરાબ હોય ત્યારે 2 કે 3 જ ખરાબ હોય છે. બલ્બની અંદર જે વધારે પાર્ટ ખરાબ હોય છે તે કેપેસીટર અથવા ટ્રાંજીસ્ટર હોય છે. તે ગરમ થતાં થતાં એક સમય પછી ફાટી જાય છે. એવામાં તેને સરળતાથી બદલી શકાય છે.

આ વસ્તુઓની જરૂર પડે :

એલ.ઇ.ડી. બલ્બને રીપેર કરવા માટે સૌથી પહેલાં એ જોવું પડશે કે આની અંદર શું ખરાબ થયું છે. કેપેસીટર અથવા ટ્રાંજીસ્ટર માંથી કોઈ એક ખરાબ થયું હોય તો એને ખરીદવું પડે. આમાંથી કોઈ એકને માર્કેટમાંથી ફક્ત 10 રૂપિયામાં ખરીદી શકાય છે. મોટાભાગના બલ્બની અંદર 155J400V ટ્રાંજીસ્ટર હોય છે.

વિડીયો – ૧

વિડીયો – ૨