100 લોકોને ખેતરમાં કામ કરતા જોઈને રોવા માંડ્યો પરિવાર.

દીકરાના મૃત્યુના આઘાતમાં હતો પરિવાર, શોક વ્યક્ત કરવા આવેલા લોકો ખરાબ થઇ રહેલા પાકને જોયો તો બધા પહોચી ગયા ખેતરમાં, જોત જોતામાં જ ૧૦૦ લોકોએ લણી નાખ્યો પાક

કોઈ પણ માણસનું દુ:ખ કોઈ ઉપાડી શકતા નથી, પરંતુ દુ:ખને થોડું ઓછું તો જરૂર કરી શકે છે, આવો જ એક કિસ્સો આજે અમે તમને જણાવીશું કે એક દુ:ખી કુટુંબને લોકો કેવી રીતે મદદરૂપ બની શકે છે. આવો જાણીએ એક કુટંબ ઉપર કુદરતી આપત્તિ આવી પડવા કઈ રીતે તેને મદદરૂપ થયા, પાકને લણી આપતા આ હાથ એક પરિવાર ઉપર આવેલી મુશ્કેલીના સમયમાં આગળ આવી રહ્યા છે.

હેતુ દુ:ખના સમયમાં આ પરિવાર સાથે ઉભા રહેવાનો છે. ખાસ કરીને દયાકોર ગામના રહેવાસી ભૂરાલાલ પાલીવાલ નમાં ૧૮ વર્ષના દીકરા ગણપતરામનું મૃત્યુ ચાર દિવસ પહેલા રાયપુર છત્તીસગઢમાં થઇ ગયું હતું. તે ત્યાં ફર્નીચરનું કામ કરતા પોતાના ભાઈને મળવા ગયો હતો.

એકાએક પેટમાં દુ:ખાવાથી તબિયત બગડી અને શ્વાસ નીકળી ગયો. ખેતીવાડી અને ઘરની જવાબદારી ઉપાડવા વાળની એકાએક આંખો મીચાઈ ગઈ. ગામવાસીઓ અને સગા વ્હાલાઓ એ જેમ તેમ પરિવારને સંભાળ્યું. પરંતુ ખેતરમાં ઘઉં અને જીરુંનો પાક થઇ ગયો હતો. આહિયા હવામાન વિભાગએ પણ ચાર દિવસમાં વાવાજોડું અને વરસાદની આગાહી બહાર પાડી.

કહેવત છે કે ‘ઝાઝા હાથ રળિયામણા’ જુની ફિલ્મનું ગીત છે ને ‘સાથી હાથ બઢાના, એક અકેલા થક જાએગા, મિલકર બોઝ ઉઠાના, સાથી હાથ બઢાના.’

શોક વ્યક્ત કરવા વાળા લોકોએ જ નક્કી કર્યું કે આ પાક લેવામાં મદદ કરશે.

એવી સ્થિતિમાં શોક વ્યક્ત કરવા વાળા લોકોએ જ નક્કી કર્યું કે આ પાક લેવામાં મદદ કરશે. શનિવારે લગભગ ૧૦૦ ગ્રામીણ લોકો ખેતરમાં પાક કાપવા લાગી ગયા. બપોર સુધી ૧૦ વીઘામાં ઉભો રહેલ જીરું અને ઘઉંના પાકને ભેગો કરી દીધો. પરિવારે જ્યારે ૧૦૦ લોકોને ખેતરમાં કામ કરતા જોયા તો બધા રડવા લાગ્યા.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.