103 વર્ષનો વરરાજો, 37 વર્ષની કન્યા, દહેજની રકમ કરી દેશે ચકિત

37 વર્ષની મહિલા સાથે થયા 103 વર્ષના ડોસાના લગ્ન, દહેજ જાણીને થઈ જશો ચકિત

ઇંડોનેશિયામાં 103 વર્ષના વૃદ્ધ પોતાનાથી લગભગ 66 વર્ષ નાની મહિલા સાથે લગ્ન કરીને અચાનક હેડલાઈનમાં આવી ગયા છે. 103 વર્ષના પુઆંગ કટ્ટેએ 37 વર્ષની ઇંડો અલંગ સાથે લગ્ન કર્યા છે. ફેસબુક અને ટ્વીટર પર લગ્નના ફોટા વાયરલ થયા પછી લોકોએ આ અરેન્જ મેરેજ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે.

સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, પુઆંગ એક ડચ કર્નલ છે, જેમણે 1945-1949 ની લડાઈ લડી હતી. વૃદ્ધ સાથે લગ્ન કરવા વાળી મહિલાના એક સંબંધીએ જણાવ્યું કે, તેમને પુઆંગની સાચી ઉંમરની તો ખબર નથી પણ તે 100 વર્ષથી વધારે જ છે.

લગ્ન પછી ‘ટ્રિબ્યુન ન્યુઝ’ એ દંપતીની સાચી ઉંમરનો ખુલાસો કર્યો. વરરાજા અને નવવધૂની ઉંમર વચ્ચેનું સાચું અંતર જાણ્યા પછી હવે આખા એશિયાના લોકો ચકિત થઇ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર બંનેના લગ્નનો વિડીયો ફરી રહ્યો છે. પુઆંગે છોકરી વાળાને જે દહેજ આપ્યું છે, તેને લઈને પણ ચર્ચા થઇ રહી છે. પુઆંગે છોકરી વાળાને ઘણી સામાન્ય રકમ આપીને લગ્ન કર્યા છે.

લોકલ મીડિયાએ આ લગ્ન પાછળ દહેજ પ્રથાએ જવાબદાર ગણાવી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પુઆંગે છોકરી વાળાને દહેજમાં લગભગ 25,000 રૂપિયા અને એક સોનાની વીંટી આપીને લગ્ન કર્યા છે.

હાલમાં લગ્ન કર્યા પછી તે બંને જણા સાઉથ સુલાવેસીમાં પુઆંગના નિવાસ સ્થાન પર એક સાથે રહે છે. ઉંમરના અંતરને હરાવનારી આવી ઘણી સ્ટોરીઓ સામે આવી ચુકી છે.

ઑડિટી સેંટ્રલના એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2017 માં પણ 76 વર્ષની એક વૃદ્ધ મહિલાએ 16 વર્ષના છોકરા સાથે લગ્ન કર્યા હતા.

iHarare ના રિપોર્ટ અનુસાર વર્ષ 2016 માં પણ એક એવો જ કિસ્સો સામે આવ્યો હતો, જયારે ઝીમ્બાબ્વેના એક 70 વર્ષીય પીએફ મિનિસ્ટર કેન મથેમાએ 23 વર્ષની બથાબેત્સો નારે સાથે લગ્ન કર્યા હતા.

આ પહેલા મથેમાએ 20 વર્ષની એક છોકરી સાથે લગ્ન કરવા માટે પોતાની પહેલી પત્નીને છોડી દીધી હતી. તેમણે બીજા લગ્ન વર્ષ 2009 માં કર્યા હતા.

એ પછી બથાબેત્સોએ લગ્ન કરવા માટે પોતાની બીજી પત્નીને પણ છોડી દીધી. બંનેની મુલાકાત વર્ષ 2014 માં બુલવાયોમાં થઈ હતી.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.