104 કિલોના થયા સારાભાઈ ફેમ એક્ટર, ઘરનું ખાવાનું ખાઈને વધાર્યું 20 કિલો વજન.

સારાભાઈ Vs સારાભાઈ ફેમ એક્ટર રાજેશ કુમાર આ દિવસોમાં પોતાના વજન માટે ખુબ ચર્ચામાં છે, એમને પોતાના શો ‘મહારાજા કી જય હો’ દેખાવાના છે. આ શો માટે તેમણે 20 કિલો વજન વધાર્યું છે, એક ઈન્ટરવ્યુંમાં એમણે જણાવ્યું કે કેવી રીતે એમણે 20 કિલો વજન વધાર્યું.

બોંમ્બે ટાઈમ્સના જણાવ્યા પ્રમાણે, રાજેશે કહ્યું કે – પાત્રમાં વજન લાવવા માટે તમારે વજન વધારવું પડે છે, મારુ પાત્ર ખુબ આળસુ છે. ચરબી તમને ક્યૂટ બનાવે છે. તો તમે જે પણ બોલો છો એ ઘણું ફની લાગે છે, મારુ પાત્ર એવું જ છે.

‘એટલા વર્ષોની અદભુત રાઇટિંગ પછી આ ભૂમિકા મારી પાસે આવી, આ કેરેક્ટર માટે મેં ખુબ મહેનત કરી છે. વજન વધારવું એમાંથી એક છે. આ સમયે હું 104 કિલોનો છું, વજન વધારવા માટે મેં કાઈ પણ નથી કર્યું. આ જ કારણથી મારુ વજન વધી ગયું. મેં જંગફૂડ ખાવાનું બંધ કર્યું હતું. સાથે સાથે મેં કસરત કરવાની પણ બંધ કરી દીધી.

રાજેશ કહે છે – ‘વજન વધારવા માટે 4 ટાઈમ ખાવાનું ખાધું અને ઘરનું જ ખાવાનું ખાધું.’

વજન ઓછું કરવા માટે રાજેશે કહ્યું કે – ‘મેં જયારે વજન ઓછું કરવાનું શરુ કર્યું છે. મેં એના માટે પોતાની જાતને 2 થી 3 મહિના આપ્યા છે. કરણ કે આ એક ધીમી પ્રક્રિયા છે, એક રાતમાં રિઝલ્ટ નથી મળતું.’ ‘હું મારા જીવનમાં ખુબ રમત રમ્યો છું. હું નેશનલ લેવલમાં બાસ્કેટબોલ ખેલાડી રહ્યો છું, મને મારુ મોટાબોલિજ્મ ખબર છે, પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે.

અચાનક વજન વધારવા માટે ફેમેલીની શું પ્રતિક્રિયા હતી? આ બાબતે રાજેશે કહ્યું કે – શરૂઆતમાં એ ખુબ ચિંતા કરતા હતા કારણ કે મેં ખુબ વજન વધાર્યું હતું. પરંતુ જયારે એમને ખબર પડી કે હું શો માટે કરી રહ્યો છું, તો પછી એ બધા નોર્મલ થઇ ગયા. મને ચોક્કસ ખબર છે કે વજન ઓછું કરવા માટે ખુબ વધારે સમય લાગવાનો છે.

અમારા તરફથી રજુ કરવામાં આવેલો આજનો આ આર્ટીકલ તમને જરૂર પસંદ પડ્યો જ હશે, એવી અમને આશા છે. તો તમે આ આર્ટીકલને તમારા મિત્રો, સગા સંબંધિઓ તથા અન્ય લોકો સાથે જરૂર શેર કરશો. જેથી તેઓ પણ તેના વિષે જાણકારી મેળવી શકે, અને આમાં રજુ કરવામાં આવેલી માહિતીને જરૂર પડ્યે પોતાના જીવનમાં ઉપયોગમાં લઇ શકે. અને આપના તરફથી અમોને આવો જ સહકાર મળતો રહેવાથી, અમે અમારા તરફથી પણ આવા અવનવા આર્ટીકલ તમને આપવા અને એના વિષે માહિતગાર કરવા હંમેશા પ્રયત્નશીલ રહીશું.

અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, ક્રાઈમ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.