11 લાખ રૂપિયાનો કરાર કરીને પડોશીને સોંપી પત્ની, આ રીતે થયો પતિના કાંડનો ખુલાસો.

પતિએ 11 લાખનો કરાર બનાવીને પત્નીને પડોશીને સોંપી, આ રીતે થયો ખુલાસો

મધ્યપ્રદેશના ઈંદોર શહેરમાં એક પતિએ તેની પત્નીને પાડોશી સાથે રહેવા માટે દબાણ કર્યું અને આ દરમિયાન તે મહિલા ગર્ભવતી થઈ ગઈ. પત્ની ગર્ભવતી થઇ ત્યાર બાદ પતિએ પાડોશી સાથે કરાર કર્યો અને તેની પાસેથી 11 લાખ રૂપિયાની માંગ કરી. જો કે પૈસા ન મળ્યા પરંતુ આ વાત વધુ બગડી ગઈ. ત્યાર બાદ મહિલાએ પતિ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો અને હવે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

ઈન્દોરના અનૂપ નગરમાં રહેતી મહિલાના જણાવ્યા મુજબ તેના પતિએ તેને પાડોશી સાથે રહેવા દબાણ કર્યું. ત્યાર બાદ પાડોશીએ તેની સાથે શારીરિક સંબંધો પણ બનાવ્યા અને તે ગર્ભવતી થઈ ગઈ. મહિલાએ એક પુત્રીને જન્મ આપ્યો અને તે ફરી તેના પતિ પાસે જતી રહી. પતિએ મહિલા અને તેની પુત્રીને સ્વીકારી નહીં અને પાડોશી સાથે 11 લાખ રૂપિયાનો કરાર કર્યો. જો કે આ દરમિયાન પતિ અને પાડોશી વચ્ચે ઝઘડો થઇ ગયો.

પોલીસને સોપવામાં આવ્યો કેસ

પોતાની વાત સાબિત કરવા માટે, મહિલાએ પોલીસને તેના પતિ અને પાડોશી વચ્ચે થયેલા કરારની નકલ પણ આપી છે. આ સમગ્ર મામલાની ગંભીરતા પૂર્વક તપાસ કરવામાં આવી રહી છે અને પોલીસના જણાવ્યા મુજબ દોષિત સામે કાર્યવાહી કરવામાં આવશે.

પાડોશી પાસેથી 11 લાખ રૂપિયા લેવાનો થયો હતો કરાર

પોલીસના જણાવ્યા મુજબ પતિએ પત્નીને પાડોશી પાસે મોકલી હતો. પાડોશીએ મહિલા સાથે સંબંધ બનાવ્યા અને થોડા સમય પછી તે સ્ત્રી ગર્ભવતી થઈ ગઈ. મહિલાએ એક પુત્રીને જન્મ આપ્યો. પુત્રીના જન્મ પછી પતિએ ફરીથી લખાણ કરી અને પાડોશી પાસેથી 11 લાખ રૂપિયા મેળવવાનો સોદો કર્યો. પરંતુ પાછળથી પૈસાના વ્યવહારને લઈને વિવાદ થવા લાગ્યો.

ત્યાર બાદ મહિલાએ તેના પતિ અને સ્વજન વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધ્યા બાદ પોલીસે હવે આ કેસની તપાસ શરૂ કરી દીધી છે. જોકે, આ મામલે પતિ તરફથી હજી સુધી કોઈ નિવેદન આવ્યું નથી.

પાડોશીના બાળકને અપનાવવાનો કર્યો ઇનકાર

પોલીસના જણાવ્યા મુજબ પતિએ પાડોશીના બાળકને દત્તક લેવાની ના પાડી હતી. જેના લીધે આ વાત વધુ બગડી ગઈ અને મહિલાએ તેના સાસુ-સસરા અને પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે મહિલા ઉપર પણ શંકા જઈ રહી છે.

કેમ કે તેણીએ ત્યારે તેના પતિ વિરુદ્ધ કેસ કેમ દાખલ ન કર્યો, જયારે તેના પતિએ તેને પડોશી સાથે રહેવા દબાણ કર્યું હતું. તથા આ મહિલા ગર્ભવતી થયા પછી પણ શાંત કેમ રહી. અને જયારે, પતિ અને પાડોશી વચ્ચે ઝઘડો થયો, ત્યારે આ મહિલા પોલીસ સ્ટેશન પહોંચી ગઈ. ઈન્દોર પોલીસ આ કેસની તપાસ કરી રહી છે અને ઇન્દોરના ડીઆઈજી હરીનારાયણ ચારી મિશ્રએ આ મામલે જણાવ્યું કે આ મામલો ગંભીર છે, આથી ગંભીરતા પૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.