11 મહિનાની સારવાર પછી ન્યુયોર્કથી મુંબઈ પહોંચ્યા ઋષિ કપૂર, કાંઈક આવી થઈ ગઈ તેમની હાલત-જુવો

ઋષિ કપૂર પોતાના જમાનામાં સૌથી પ્રસિદ્ધ રોમાંટિક હિરો ગણાતા હતા. તેમણે ઘણા પ્રકારની રોમાન્ટિક ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ દર્શકોએ તેમની જોડી ૭૦ ના દશકમાં અભિનેત્રી નીતુ સિંહ સાથે સૌથી વધુ પસંદ આવી, અને તેમણે વર્ષ ૧૯૮૦ માં નીતુ સિંહ સાથે લગ્ન કરી લીધા. ૬૬ વર્ષના ઋષિ કપૂર છેલ્લા ૧૧ મહિનાથી ન્યુયોર્કમાં કેન્સરની સારવાર કરવી રહ્યા હતા.

ઋષિ કપૂરની ખબર અંતર લેવા માટે બોલીવુડ સેલીબ્રીટીઝ ન્યુયોર્ક જતા રહેતા હતા. શાહરૂખ-ગૌરી, આલિયા, મલાઈકા-અર્જુન કપૂરથી લઈને ઘણા બીજા મોટા કલાકારો તેની ખબર અંતર પૂછવા ન્યુયોર્ક ગયા હતા. ઋષિ કપૂરને ન્યુયોર્કમાં સારવાર કરાવવામાં ઘણો સમય પસાર થઇ ગયો છે. તેવામાં બધા ભારતમાં તેમના પાછા આવવાની રાહ જોઈ રહ્યા હતા. પણ હવે લોકોએ એમની રાહ નહિ જોવી પડે. કારણ કે ઋષિ કપૂર પાછા ભારત આવી ગયા છે.

પાછા મુંબઈ આવ્યા ઋષિ કપૂર :

મંગળવારની સવારે ઋષિ કપૂર અને નીતુ સિંહ મુંબઈ એયરપોર્ટ ઉપર જોવા મળ્યા. ઋષિ કપૂર તો ઘણા પહેલા જ ભારત આવવા માંગતા હતા, અને તેવામાં તેના ચહેરાની ચમક જણાવી રહી હતી કે તે મુંબઈ આવીને ઘણા ખુશ છે. ઋષિ કપૂર લગભગ ૧ વર્ષ પછી પાછા પોતાના ઘરે મુંબઈ આવ્યા છે.

આમ તો તે દરમિયાન ઋષિ કપૂર ઘણા ખુશ જોવા મળ્યા, પરંતુ તેમનો બદલાયેલો લુક જોવા મળ્યો. તેમના ચહેરા ઉપર દાઢી જોવા મળી અને તે થોડા નબળા દેખાઈ રહ્યા હતા. પરંતુ તેના ચહેરા ઉપરના હાસ્યથી સ્પષ્ટ જાણી શકાતું હતું કે, તે પોતાના દેશ પાછા ફરીને ઘણા ખુશ છે.

ઢાલ બનીને પતિ સાથે ઉભી રહી નીતુ કપૂર :

એયરપોર્ટ ઉપર ઋષિ કપૂર સાથે પત્ની નીતુ કપૂર પણ હાજર હતા. તે પોતાના પતિનો હાથ પકડીને એમને એયરપોર્ટમાંથી બહાર લાવતી જોવા મળી. તે દરમિયાન નીતુ કપૂર ઋષિ કપૂર સાથે ઢાલ બનીને ઉભી રહી. એક ઈન્ટરવ્યું દરમિયાન નીતુ કપૂરે જણાવ્યું હતું કે, સારવાર દરમિયાન ઋષિ કપૂર એકદમ નાના બાળક બની ગયા હતા અને તેના પણ એવા પ્રયાસ હતા કે, તેને કોઈ પણ પ્રકારની કોઈ તકલીફ ન થાય. અને આ ઈન્ટરવ્યુંમાં ઋષિ કપૂરે જણાવ્યું કે, નીતુ હંમેશા તેની સાથે સપોર્ટ સીસ્ટમ બનીને ઉભી રહી.

આ બીમારી દરમિયાન પણ ઋષિ કપૂર સતત પોતાના ફેંસ સાથે ટચમાં રહ્યા. હાલમાં જ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીત દરમિયાન ઋષિ કપૂરે જણાવ્યું હતું કે, પોતાની ૪૫ વર્ષની કારકિર્દીમાં તેમણે આટલો લાંબો બ્રેક ક્યારે પણ લીધો ન હતો. તે ઉપરાંત ઋષિ કપૂરે તે દિવસોને પણ યાદ કર્યા જયારે તેને અને તેના પરિવારને તેના કેન્સર વિષે ખબર પડી હતી.

આવા હતા પરિવારના રીએક્શન :

ઋષિ કપૂરને પૂછવામાં આવ્યું કે, જયારે તેને ખબર પડી કે તેને કેન્સર છે, તો તેની ઉપર તેમનું રીએક્શન શું હતું? તો તેમણે જણાવ્યું કે, મારી પાસે પ્રતિક્રિયાનો સમય ન હતો. હું દિલ્હીમાં શુટિંગ કરી રહ્યો હતો. એક નવી ફિલ્મ હતી જેનું છઠ્ઠા દિવસનું શુટિંગ ચાલી રહ્યું હતું, ત્યારે મારા દીકરા અને એક નજીકના કુટુંબના સહયોગી દિલ્હી આવ્યા.

તેણે ડાયરેક્ટર સાથે વાત કરી અને સમસ્યા જણાવી. સાંજ સુધી તે મને મુંબઈ લઇ ગયા અને થોડા જ સમય પછી તે મને લઈને ન્યુયોર્ક માટે નીકળી ગયા. મારી પાસે કાંઈ પણ કરવાનો સમય જ ન હતો. ખરેખર રણવીરે મને વિમાનમાં બેસાડ્યો અને અમે સાથે ન્યુયોર્ક આવ્યા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.