112 મહિનામાં રૂપિયા થઇ જશે ડબલ, સરકારે વ્યાજના દર વધાર્યા.

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકાણ કરવાનો આ છે સારો સમય :-

જો તમે તમારા પૈસા બમણા કરવા માંગતા હોય તો પોસ્ટ ઓફિસની કિશાન વિકાસ પત્ર (KVP) બચત યોજના તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. આ યોજના માત્ર ૧૧૨ મહિનામાં તમારા રોકાણને બમણા કરી દે છે. આવો જાણીએ કે કેવી રીતે આ યોજનામાં રોકાણ કરીએ? આના ફાયદાઓ શુ છે? અને કોણ આ યોજનામાં રોકાણ કરી શકે છે?

શુ છે કિશાન વિકાસ પત્ર?

કિશાન વિકાસ પત્ર એક પ્રકારનું પ્રમાણપત્ર હોય છે. જેને કોઈ પણ વ્યક્તિ ખરીદી શકે છે. આને બોન્ડની રીતે પ્રમાણપત્રના રૂપે આપવામાં આવે છે.આના પર નિશ્ચિત કરેલી રાશિ મુજબ વ્યાજ મળે છે. વ્યાજનો દર સરકાર સમયે સમયે નક્કી કરે છે. આને દેશમાં ફેલાયેલી ટપાલ કચેરી માંથી ખરીદી શકાય છે. સરકારે ૧ જાન્યુઆરી ૨૦૧૯ થી આના પર વ્યાજ વધારીને ૭.૭% કરી દીધો છે. આના પહેલા આ યોજનામાં ૭.૩% જ વ્યાજ મળતું હતું.

સાથે જ બીજી કઈ કઈ સુવિધાઓ મળે છે? :-

આ સરકારી યોજનામાં તમારી પાસે નોમિનેશનની સુવિધા પણ છે. એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિને આ સર્ટિફિકેટ ટ્રાન્સફર કરી શકાય છે.એક પોસ્ટ ઓફીસથી બીજી પોસ્ટ ઓફિસમાં પણ ટ્રાન્સફર કરી શકાય છે. આને દેશની અમુક બેંકો માંથી પણ ઓનલાઈન રીતે ખરીદી શકાય છે.

કેટલી રકમ રોકાણ કરી શકો છો? :-

ખેડૂત વિકાસ પત્રમાં રોકાણ કરવાં માટે કેટલી વધારે રકમ હોવી જોઈએ એ નક્કી નથી. જોકે ઓછામાં ઓછા ૧૦૦૦ રૂપિયાની હોવી જોઈએ. તમે ૧૦૦૦ ના ગુણકમાં કોઈ પણ રકમ રોકાણ કરી શકો છો. એટલે કે તમે ૧૫૦૦ કે ૨૫૦૦ કે ૩૫૦૦ એવી રકમનું રોકાણ કરી શકો નહીં . અહીંયા એક હજાર, ૨ હજાર અને ૩ હજાર એવા ક્રમમાં રોકાણ કરી શકો છો.

કોણ આ સર્ટિફિકેટને ખરીદી શકે છે? :-

ઉપર જણાવ્યું એ મુજબ કે દેશમાં ફેલાયેલી પોસ્ટ ઓફીસની કોઈ પણ શાખા માંથી તમે ખેડૂત વિકાસ પત્ર ખરીદી શકો છો. તમે આને કોઈ નાના બાળક માટે પણ ખરીદી શકો છો. ૨ જુદા જુદા વ્યક્તિના નામ પર પણ એને ખરીદી શકો છો.

કેટલા સમય પછી પૈસા ઉપાડી શકો ?

જો તમે તમારું રોકાણ ઉપાડવા માંગતા હોવ તો તમારે ઓછામાં ઓછું ૨.૫ વર્ષની રાહ જોવી પડશે જોકે ફાઇનાન્સિયલ જાણકારો આમાં લાંબા સમય સુધી રોકાણ કરવાની સલાહ આપે છે.

કેટલા સમયમાં બમણા થાય છે પૈસા? :-

જો તમે કિશાન વિકાસ પત્રમાં પૈસા રોકાણ કરો છો, તો આ હાલમાં ૭.૭ ટકા મુજબ વર્ષના વ્યાજ મુજબ ૧૧૨ મહિના એટલે કે ૯ વર્ષ અને ૪ મહિનામાં બમણા થઈ જાય છે

કયાં ડોક્યુમેન્ટની જરૂર પડશે? :-

૨ પાસપોર્ટ સાઈઝના ફોટા ( રેશનકાર્ડ,મતદાન ઓળખ પત્ર, પાસપોર્ટ વગેરે..)

રહેઠાણ પ્રમાણપત્ર ( લાઈટ બિલ, ટેલિફોન બિલ, બેંક પાસબુક વગેરે..)

જો તમારું રોકાણ ૫૦ હજારથી વધારે છે તો આ પરિસ્થિતિમાં પાનકાર્ડની પણ જરૂર પડશે.

આધાર કાર્ડ ( ઓક્ટોમ્બર ૨૦૧૭ માં સરકારે આને અનિવાર્ય કર્યો છે.)

શુ આને ઓનલાઈન પણ લઈ શકો છો?

૧. એપ્રિલ ૨૦૧૬ થી નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC) અને ખેડૂત વિકાસ પત્ર (KVP) ઇલેકટ્રોનિક ફોર્મના રૂપે મળવાના શરૂ થઈ ગયા છે. આના પહેલા આ માત્ર છપાયેલા પ્રમાણપત્રના રૂપે જ મળતા હતા. જોકે જે બેંક કે પોસ્ટ ઓફીસ સાથે જોડાયેલા નથી એમને છપાયેલ સર્ટિફિકેટ જાહેર કરવાની છૂટ આપવામાં આવી છે.

શુ લોન માટે આનો ઉપયોગ થઈ શકે છે?

લોન લેતી વખતે કિશાન વિકાસ પત્રનો ઉપયોગ કોલેટ્રલના રૂપે કરવામાં આવી શકે છે. લોન આપતા પહેલા દેશની મોટા ભાગની બેંકો અને ફાઇનન્સીઅલ કંપનીઓ આ સર્ટીફીકેટ ને કોલટ્રેલના રૂપે સ્વીકારે છે

ટેક્સમાં પણ ફાયદો થાય છે કે નહિ?

ઇન્ડિયા પોસ્ટ ડોટ કોમ ની વેબસાઈટ મુજબ કિશાન વિકાસ પત્ર પર તમને ટેક્ષમાં પણ ફાયદો થાય છે. આ યોજનામાં સોર્સ પર ટેક્સ કપાતો નથી. એટલે કે તમને રોકાણ કરેલા પૈસા પર ડિટીએસ કાપીને આપવામાં આવતા નથી. સાથે જ આ યોજના વેલ્થ ટેક્સના દાયરામાં આવતી નથી જોકે તમે ૮૦c મુજબ આમાં છૂટ છાંટ મેળવી શકો નહીં.