119 વર્ષ જુના 25 ફૂટ ઊંચા ગણેશજીને શણગારવામાં 15 દિવસ લાગે છે, તેમને હીરા, માણેક, મોતી, પોખરાજથી સજાવ્યા.

ફક્ત શણગારવામાં ગણેશજીને લાગે છે 15 દિવસ, 119 વર્ષ જૂના અને 25 ફૂટ ઉંચા છે ગણપતિ બાપ્પા

મૂર્તિના નિર્માણમાં તમામ તીર્થ નદીઓના પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પ્રતિમા 4 ફૂટ ઉંચાઈએ પ્લેટફોર્મ પર વિરાજમાન કરવામાં આવ્યા

25 ફૂટ ભગવાનની પ્રતિમાને ઘી અને સિંદૂરને એક સાથે અર્પણ કરવામાં આવે છે. વર્ષમાં 4 વખત શણગારવામાં આવે છે.

ઈંદોરની 119 વર્ષ જુની બડા ગણપતિની પ્રતિમાને શણગારવામાં 15 દિવસનો સમય લાગે છે. શ્રી ગણેશની બેઠક મુદ્રામાં 25 ફૂટ ઉંચી પ્રતિમા બડા ગણપતિ મંદિરમાં વિરાજીત કરવામાં આવી છે. માનવામાં આવે છે કે તે એશિયાની સૌથી મોટી ગણેશ મૂર્તિ છે. આ પ્રતિમા બનાવવા માટે લગભગ ત્રણ વર્ષનો સમય લાગ્યો હતો અને તેનું નિર્માણ કાર્ય 17 જાન્યુઆરી 1901 ના રોજ પૂર્ણ થયું હતું. ભગવાનની 25 ફૂટની મૂર્તિને સવા મણ ઘી અને સિંદૂર સાથે અર્પણ કરવામાં આવે છે. ઇંદોરનું ઘણું પ્રાચીન મંદિર, બડા ગણપતિનો ઇતિહાસ એક સ્વપ્ન સાથે સંકળાયેલ છે.

મંદિરના ટ્રસ્ટી પ.પૂ. ધનેશ્વર દાધીચે જણાવ્યું હતું કે, મંદિરમાં 10 દિવસીય ગણેશોત્સવ ઉજવવામાં આવે છે. તેમણે મંદિરના શિલાન્યાસ પાછળની વાર્તા કહી. દાધિચ અનુસાર ગણેશના અનન્ય ભક્ત. પ.પૂ. નારાયણ દાધિચમેં એક સ્વપ્ન આવ્યું હતું. ભગવાન ગણેશે નારાયણને આવી જ મૂર્તિના રૂપમાં દર્શન આપ્યા હતા.

આ ભવ્ય મંદિર સ્વપ્નની ઘટના પછી જ બનાવવામાં આવ્યું હતું. ભગવાન ગણેશની 25 ફૂટ ઉંચી પ્રતિમા તરીકે દર્શન આપે છે. તમામ તીર્થ નદીઓના પાણીનો ઉપયોગ પ્રતિમાના નિર્માણમાં કરવામાં આવ્યો છે. મૂર્તિ 4 ફુટ ઉંચા પ્લેટફોર્મ પર વિરાજીત કરી છે.

ઘણા તીર્થના પાણી અને ધાતુથી બનેલી છે મૂર્તિ

પ્રતિમાના નિર્માણમાં તીર્થસ્થાનોનું પાણી, કાશી, અયોધ્યા, અવંતિકા અને મથુરાની માટી સાથે, ઘુડસાલ, હાથીખાના, ગૌશાળાની માટી તેમજ હીરા, નીલમ, પોખરાજ, મોતી, માણેક સાથે ઇંટ, રેતી, ચૂનો અને મેથીના દાણાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રતિમા બનાવવા માટે વિવિધ ધાતુઓનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે, જેમ કે મુખ માટે સોના-ચાંદી, કાન, હાથ અને સૂંઢ માટે તાંબું અને પગ માટે લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

શૃંગારમાં લગભગ 15 દિવસ લાગે છે

મંદિરના પુજારી પંડિત પ્રમોદ દાધીચ, રાકેશ દાધિચ, રાજેશ દાધિચે જણાવ્યું હતું કે ભગવાન ગણેશના શણગારમાં લગભગ 15 દિવસ લાગે છે. આ ચોલા વર્ષમાં ચાર વખત ચઢાવવામાં આવે છે. જેમાં શ્રાવણ સુદ ચતુર્થી, કારતક વદ ચતુર્થી, મહા વદ ચતુર્થી અને વૈશાખ સુદ ચતુર્થી એ ચોલા અને સુંદર કપડાથી શણગારવામાં આવે છે. ચોલામાં સવા મણ ઘી અને સિંદૂરનો ઉપયોગ કરવામાં આવે છે. મંદિરની સંભાળની જવાબદારી નારાયણ દાધિચની ત્રીજી પેઢીના પં. ધનેશ્વર દાધિચ સંભાળી રહ્યા છે.

તહેવારની ચમક કોરોનાને કારણે ઝાંખી થઈ

શ્રદ્ધાળુ નીલમ સિંઘલ કહે છે કે, બડા ગણપતિ મંદિરેમાં આખા શહેરના લોકો આ અલૌકિક પ્રતિમાના દર્શન કરવા એમ તો આખા વર્ષ દરમિયાન આવે છે. પરંતુ આ વખતે કોરોના મહામારીને કારણે લોકોને બહારથી જ દર્શન કરવા પડે છે, જેના કારણે આ વર્ષે ગણેશ ઉત્સવ ફિકો હોય તેવું લાગે છે. ભક્તોના કલ્યાણ માટે મંદિરમાં બાલાજીનું મંદિર પણ બનાવવામાં આવ્યું છે. દરેક વ્યક્તિ તેમના દર્શન કરી તેમની ઇચ્છા પૂરી કરે છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.