12મુ ભણવા વાળી આ ગાર્ડની છોકરી રાતો-રાત બની ગઈ કરોડપતિ, સવારે ઉઠી અને આવી રીતે બદલાઈ ગયું નસીબ

એક હોમગાર્ડની દીકરીનું ભાગ્ય રાતો રાત બદલાઈ ગયું. કહે છે ને ભાગ્ય બદલાતા વાર નથી લાગતી. ભાગ્ય બદલવાનું હોય છે તો પળ વારમાં પણ બદલાઈ શકે છે. પંજાબના બથીંડાની રેહવાસી એક છોકરી સાથે પણ એવું જ થયું. આ છોકરીનું બદલાયેલું ભાગ્ય જોઇને તમે પણ એ કહેવા માટે મજબુર થઇ જશો, કે આપવા વાળો જયારે પણ આપે છે તો મન મૂકીને આપે છે. હોમગાર્ડની દીકરી સાથે કાંઈક એવું બન્યું કે આખા વિસ્તારમાં તેની ચર્ચા થવા લાગી. ક્ષણભરમાં આ છોકરી કરોડપતિ બની ગઈ. દિવાળીના દિવસે એક બંપર ડ્રો બહાર પડ્યો હતો, આ ડ્રો માં જ આ છોકરી કરોડપતિ બની ગઈ અને ક્ષણભરમાં જીવન સુધરી ગયું.

પંજાબ સરકારનો બંપર ડ્રો બહાર પડ્યો અને તેનાથી આ દીકરી કરોડપતિ બની ગઈ. હોમગાર્ડની દીકરીનું ભાગ્ય રાતો રાત બદલાઈ ગયું. તેની ઉપર ધનવર્ષા થઇ. દિવાળીમાં તેને અત્યાર સુધીની સૌથી મોટી ગીફ્ટ મળી. પંજાબના બથીંડાના ગામ ગુલાબગઢના રહેવાસી હોમગાર્ડ પરમજીત સિંહની દીકરી લખવિંદર કોર આ વખતના બંપર ડ્રો માં વિજેતા રહી. તે ખબર સાંભળતા જ આખું પરિવાર આનંદથી નાચી ઉઠ્યું.

ઇનામ જીતવા પર લખવિંદર કોરએ ભગવાનનો આભાર માન્યો. હોમગાર્ડ પરમજીતનું પરિવાર તેના સામાન્ય પગાર ઉપર ભરણપોષણ કરે છે. લખવિંદર કોર આ પૈસાથી સૌથી પહેલા પોતાના ગામમાં જ રહેવાલાયક મકાન ખરીદવા માંગે છે. તેમણે જણાવ્યું કે તેનું ઘર નાનું છે અને આખું કુટુંબ તેમાં રહેવા માટે પુરતું નથી. તે મકાનની દીવાલો પણ ખળભળી ગઈ છે. લખવિંદરના પરિવારમાં માતા પિતા ઉપરાંત તેની મોટી બહેન છે, કે બી.કોમનો અભ્યાસ કરી રહી છે અને તેના બે નાના ભાઈ રામ સિંહ અને અર્શદીપ સિંહ છે.

દીકરી લખવિંદર કોર ગામની સ્કુલમાં ૧૨માં ધોરણમાં અભ્યાસ કરી રહી છે. લખવિંદર કોર પોતાની માં સાથે બથીંડા ગઈ હતી અને ત્યાં તેણે દિવાળી ઉપર બંપર ટીકીટ ખરીદી હતી. પરંતુ ત્યારે તેને ખબર ન હતી કે આ ટીકીટ તેનું નસીબ બદલી નાખશે. લોટરી વેચવા વાળાએ તેને ફોન કરી દોઢ કરોડ રૂપિયાનું ઇનામ લાગવાની જાણ કરી. એક ક્ષણ માટે તો તેને તેના ઉપર વિશ્વાસ ન આવ્યો. પરંતુ પાછળથી જયારે ટીકીટનો નંબર મેળવ્યો તો આનંદથી નાચી ઉઠી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.