12 ડિસેમ્બર અન્નપૂર્ણા જયંતી પર કરો આ કામ, હંમેશા ઘરમાં અન્ન અને ધનનો ભંડાર ભર્યો રહેશે.

માણસના જીવનમાં ઘણા બધા પડાવ આવે છે, ક્યારેક સુખ આવે છે, તો ક્યારેક દુ:ખનો સામનો કરવો પડે છે, દરેક વ્યક્તિની એજ ઇચ્છા હોય છે કે તેના પરિવારમાં ક્યારેય પૈસા અને ખોરાકની અછત ન આવે, પરંતુ સમય પ્રમાણે વ્યક્તિના જીવનમાં આવી મુશ્કેલીઓ આવે છે, જેના માટે તે વ્યક્તિ ખૂબ ચિંતિત રહે છે.

એવું કહેવામાં આવે છે કે જો અન્નપૂર્ણા માતાની વ્યક્તિ પર કૃપા દૃષ્ટિ હોય તો તેના પરિવારમાં પૈસા અને અનાજની કોઈ તંગી રહેતી નથી, આ વર્ષે અન્નપૂર્ણા જયંતિ 12 ડિસેમ્બર 2019 ના દિવસે છે, જો તમે માતા અન્નપૂર્ણાની કૃપા તમારા પર રાખવા માંગતા હો, તો તમે આ દિવસે કેટલાક સરળ કાર્યો કરી શકો છો અને તેમના આશીર્વાદ મેળવી શકો છો.

જેમ કે તમને બધાને સારી રીતે ખબર હશે કે ખોરાક જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે, જો ખોરાક ન હોય તો પૃથ્વી પર જીવન શક્ય નથી, જેમના પર માતા અન્નપૂર્ણાના આશીર્વાદ હોય તે વ્યક્તિના જીવનમાં ક્યારેય પણ કોઈ પણ વસ્તુની ઉણપ રહેતી નથી, જો આપણે શાસ્ત્રો અનુસાર જોઈએ તો, અન્નપૂર્ણા જયંતિના દિવસે રસોડામાં ગેસ વગેરેની પૂજા કરવાથી ઘરમાં ક્યારેય ધન અને અન્નની અછત રહેતી નથી.

શાસ્ત્રોમાં એ વાતનો ઉલ્લેખ મળે છે કે જ્યારે પૃથ્વી પર અનાજની અછત પડી હતી, ત્યારે દેવી પાર્વતીજી અન્નપૂર્ણા માતાનું સ્વરૂપ ધારણ કરી પૃથ્વી પર આવ્યા હતા અને પૃથ્વી પર અનાજનો અભાવ પૂરો કર્યો હતો, જે દિવસે માતા અન્નપૂર્ણા પૃથ્વી પર પ્રગટ થયા હતા, તે દિવસે માગશર મહિનાની પૂર્ણિમાની તિથિ હતી. ત્યારથી જ આ દિવસને અન્નપૂર્ણા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે, આજે અમે તમને કેટલાક એવા કાર્યો જણાવી રહ્યા છીએ કે જે તમે અન્નપૂર્ણા જયંતી પર કરશો તો તેનાથી માતા અન્નપૂર્ણાની કૃપા દ્રષ્ટિ તમારા ઉપર હમેશાં રહેશે.

ચાલો જાણીએ અન્નપૂર્ણા જયંતિ પર ક્યાં કાર્યો કરવા જોઈએ

જો કોઈ વ્યક્તિ ઇચ્છે છે કે તેના ઘર પરિવારમાં ક્યારેય કોઇપણ વસ્તુનો અભાવ ન રહે અને તેના પરિવારમાં પૈસા અને ખોરાક ભરપુર રહે તો તમારે અન્નપૂર્ણા જયંતિ પર આ કામ જરૂર કરવું જોઇએ, તમે આ દિવસે તમારા ઘરના રસોડાને સારી રીતે સાફ કરીને રસોડાની અંદર ગંગાજળનો છંટકાવ કરો, તમે જે ગેસ પર જમવાનું બનાવો છો તે ગેસને હળદર, કંકુ, ચોખા, ફૂલો, ધૂપ, દીવો પ્રગટાવીને પૂજા કરો, આટલું કર્યા પછી તમે તમારા રસોડામાં જ માતા પાર્વતી અને ભગવાન શિવની પણ પૂજા કરો.

તમારે તમારા રસોડાની અંદર જ માતા અન્નપૂર્ણાની પણ ઉપરોક્ત વિધિથી પૂજા કરવી જોઈએ અને માતા અન્નપૂર્ણાને પ્રાર્થના કરવી જોઈએ કે તમારા ઘરમાં હંમેશાં ખોરાક અને પાણીની અછત ન રહે, જ્યારે તમારી પૂજા પૂર્ણ થાય ત્યારબાદ તમે ગરીબ લોકોને તમારા ઘરે બોલાવીને તેમને બનાવેલું ભોજન જરૂર ખવડાવો, આ ઉપાય કરવાથી તમને માતા અન્નપૂર્ણાનો આશીર્વાદ મળશે, જેથી તમે તમારું જીવન ખુશીથી પસાર કરશો અને જીવનમાં કોઈ કમી રહેશે નહીં.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.