ક્યારેક અમીરોના ઘરે કુતરા ફેરવતા તો ક્યારેક ટેમ્પો ચલાવતા, ગર્લફ્રેન્ડના પ્રોત્સાહનથી આજે બની ગયા IPS ઓફિસર

દરેક માણસના જીવનમાં કોઈને કોઈ પ્રેરણા હોય છે, અને તેના ઉત્સાહ અને પ્રોત્સાહનના બળ ઉપર તે માણસ આગળ વધી જાય છે. તે ઉપરાંત તેના દ્વારા કરવામાં આવેલા સંઘર્ષ પણ કામમાં આવે છે. અને કાંઈક એવી જ સ્ટોરી મધ્યપ્રદેશના એક વ્યક્તિની છે, જેમણે પોતાના જીવનમાં દરેક નાના મોટા કામ કર્યા જેથી તે પોતાના ભણવાનો ખર્ચ પૂરો પાડી શક્યો. તે માણસે એક સમયે શ્રીમંતોના ઘરે કુતરા ફેરવ્યા, તો ક્યારેક ટેમ્પો ચલાવ્યો અને ત્યાર પછી ગર્લફ્રેન્ડના કહેવાથી આઈપીએસની તૈયારી કરી, અને પહેલી જ વખતમાં તેણે પરીક્ષા પાસ કરી લીધી.

એક સમયે શ્રીમંતોના ઘરમાં કુતરા ફેરવતો હતો, તો ક્યારેક ટેમ્પો ચલાવતો :

હંમેશા લોકો અસફળ થયા પછી એવું માની લે છે કે, આગળનો રસ્તો હવે બંધ થઇ ગયો. પરંતુ હાલના દિવસોમાં સોશિયલ મીડિયા ઉપર એક ઘણી ચર્ચિત સ્ટોરી છે, જેમાં ૧૨ મું ધોરણ નાપાસ માણસ આઈપીએસ ઓફિસર બની ગયો.

પરિસ્થિતિ એવી હતી કે, તેમણે ભણવાનું ચાલુ રાખવા માટે ટેમ્પો ચલાવ્યો, પછી અલગ અલગ જગ્યાએ નોકરી કરી, ત્યાં સુધી કે ભીખારીઓ સાથે સુતો પણ. જો કે પોતાની ગર્લફ્રેન્ડ પાસેથી મળેલી હિંમતે તેમનું જીવન જ બદલી નાખ્યું. ’12 વીં ફેલ’ બુકમાં મુંબઈ પોલીસના અધિકારી મનોજ શર્માની સ્ટોરી છે, જેને તેમના મિત્ર અનુરાગ પાઠકે લખી છે.

વર્ષ ૨૦૦૫ ના મહારાષ્ટ્ર કેડરના તે અધિકારી છે. મનોજની સંધર્ષની સ્ટોરી તેમના મિત્ર અનુરાગ પાઠકે જ બુક દ્વારા રજુ કરી છે. ત્યાર પછી મનોજ શર્માએ ઈન્ટરવ્યું પણ આપ્યું જેમાં તેમણે પોતાના વિષે ઘણી વાતો જણાવી. એક ઈન્ટરવ્યુંમાં મનોજ શર્માએ જણાવ્યું કે, ગામમાં શરુઆતના અભ્યાસને કારણે જ તેમનું અંગ્રેજી ઘણું નબળું હતું.

યુપીએસસીના ઈન્ટરવ્યું દરમિયાન તેમને પૂછવામાં આવ્યું હતું કે, તમને અંગ્રેજી નથી આવડતું તો પછી તે શાસન કેમ ચલાવશે. તેની સાથે જ મનોજને એક ટ્રાંસલેટર પણ આપવામાં આવ્યું. મનોજે ઈન્ટરવ્યુંમાં જણાવ્યું કે, મેં ટેસ્ટ દરમિયાન ટુરીઝમના સ્પેલિંગને ટેરિરીઝમ લખી નાખ્યું હતું.

જયારે ૧૨ માં ધોરણનું ખરાબ પરિણામ આવે છે, તો ઘણી વાર લોકો મૃત્યુને ભેટી પડે છે. પરંતુ મનોજ શર્માની આ સ્ટોરી દરેકને પ્રેરિત કરી શકે છે. મનોજ નવમાં, દસમાં અને અગ્યારમાં ધોરણમાં થર્ડ ક્લાસમાં પાસ થયા હતા, અને ૧૨ માં ધોરણમાં નાપાસ થઇ ગયા હતા. ત્યાર પછી મનોજને થવા લાગ્યું કે, આગળ શું થશે? કેમ કે પરિણામ ખરાબ હોવાને કારણે તેને હવે નોકરી પણ નહિ મળે. પછી તેમણે ટેમ્પો ચલાવવાનું શરુ કરી દીધું, અને એ સમયે તેમના ઘરની એવી આર્થિક સ્થિતિ પણ ન હતી કે, તે આગળ અભ્યાસ કરી શકે.

તે ભાઈ સાથે ટેમ્પો ચલાવતા હતા, એવામાં એક દિવસ તેમનો ટેમ્પો એક એસડીએમે પકડી લીધો હતો. અને તેની અસર મનોજ ઉપર એવી પડી કે જાણવા માંગતા હતા કે, છેવટે તે શક્તિશાળી વ્યક્તિ કોણ છે? હું પણ તેની જેવો બનીશ. મધ્યપ્રદેશમાંથી આવેલા મનોજ શર્માએ ગ્વાલિયરમાં તૈયારી શરુ કરી અને તે દરમિયાન પૈસા ન હોવાને કારણે ભીખારીઓ સાથે સુતા, અને શ્રીમંતોના કુતરા ફેરવવા લાગ્યા. તે દરમિયાન તેમને લાયબ્રેરીમાં ગાર્ડની નોકરી મળી ગઈ. ત્યાં રાત્રે ડ્યુટી આપતી વખતે તે પુસ્તકો પણ વાંચતા હતા.

મનોજ શર્માને ગર્લફ્રેન્ડનો પણ મળ્યો સાથ :

દિલ્હીમાં રહેવા દરમિયાન તેમની એક ગર્લફ્રેન્ડ બની. અને અહિયાં મનોજ સતત યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. પરંતુ અંગ્રેજી સારું ન હોવાને કારણે મેઈનસ એક્ઝામ નહોતા પાસ કરી શકતા. તેમણે એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું કે, તે જે છોકરી સાથે પ્રેમ કરતા હતા તે ગર્લફ્રેન્ડને એમણે કહ્યું કે, તું સાથે છો તો દુનિયા બદલી નાખીશું.

ત્યાર પછી ગર્લફ્રેન્ડે સાથ આપ્યો અને તે હિંમત આપતી રહેતી હતી. પછી ચોથા અટેમ્પ્ટમાં મનોજે આઈપીએસની પરીક્ષા પાસ કરી લીધી. જયારે તેનું પરિણામ બહાર પડ્યું, તો તે ઘણો રડ્યો હતો. કેમ કે ૧૨ માં ધોરણમાં નાપાસ થવાને કારણે તેને લોકોએ ઘણા મહેણા માર્યા હતા, પરંતુ આજે તેનું જીવન બદલાઈ ગયું.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.