12 નવેમ્બરે છે કાર્તિક પૂર્ણિમા, આ દિવસે વિષ્ણુજીએ લીધો હતો મસ્ત્ય અવતાર.

કાર્તિક માસની પૂર્ણિમા 12 નવેમ્બરે છે અને આ પૂર્ણિમાના દિવસે જ ભગવાન વિષ્ણુ મત્સ્ય અવતાર લીધો હતો. આના સિવાય કાર્તિક માહની પૂર્ણિમાના દિવસે શીખ ધર્મનો પ્રથમ ગુરુ ગુરુનાનક દેવની જ્યંતી પણ હોય છે. કાર્તિક પૂર્ણિમાનો દિવસ ખુબ શુભ હોય છે અને આ દિવસે કયા-કયા શુભ કામ કરવામાં આવે તે આજે અમે તમને આ લેખ દ્વારા જણાવવાના છીએ.

કાર્તિક પૂર્ણિમાનું મહત્વ :-

કાર્તિક માસમાં આવનારી પૂર્ણિમાએ કાર્તિક પૂર્ણિમા, ત્રિપુરારી પૂર્ણિમા અને દેવ દિવાળીના નામથી પણ ઓળખવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે શિવજી એ ત્રિપુરાસુર નામનો રાક્ષસનું વધ કર્યો હતો. જેના કારણે આ પૂર્ણિમાને ત્રિપુરારી પૂર્ણિમા કહેવામાં આવે છે. આના સિવાય એક એવી માન્યતા છે કે કાર્તિક પૂર્ણિમાના દિવસે જ ભગવાન વિષ્ણુએ મત્સ્યાવતાર લીધો હતો. જે વિષ્ણુનો પ્રથમ અવતાર હતો. એટલું જ નહિ આ પણ માનવામાં આવે છે કે કાર્તિક માસમાં આવનારી પૂર્ણિમાએ દેવતા દિવાળી મનાવે છે અને આને દેવ દિવાળી પણ કહેવાય છે.

આ પૂર્ણિમા પર કરવા જોઈએ આ શુભ કામ :-

કાર્તિક પૂર્ણિમાના દિવસે નીચે જાણવામાં આવેલ કાર્યથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. એટલા માટે તમે કાર્તિક પૂર્ણિમાના દિવસે આ કાર્ય જરૂર કરો.

કાર્તિક પૂર્ણિમાના દિવસે તમે સત્યનારાયણ ભગવાનની પૂજા અને કથા કરો. આમની પૂજા કરવાથી ઈચ્છા અનુસાર વસ્તુ મેળવી શકો છો.

કાર્તિક પૂર્ણિમાએ તમે સ્વર્ણ સમયે શિવલિંગ પર જળ ચઢવો અને શિવલિંગનું અભિષેક કરો. જળ ચઢવતા સમયે ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. તેના પછી તમે શિવલિંગ સામે એક ઘીનો દીવો પ્રગટાવો અને શિવલિંગની આરતી કરો. તેના સિવાય તમે ગણેશજી, માતા પાર્વતી, કાર્તિકેય સ્વામી અને નંદિની પણ પૂજા જરૂર કરો.

કાર્તિક પૂર્ણિમા પર તમે સવારે જલ્દી ઉઠો અને સ્નાનના પાણીમાં ગંગાજળ મિક્ષ કરીને સ્નાન કરો. આવું કરવાથી બધા તીર્થોનું પુણ્ય તમને મળે છે.

આ દિવસે તમારે સૂર્યને જળ જરૂર અર્પિત કરો અને અર્પિત કરતા સમયે સૂર્ય નમઃ જરૂર બોલો. સૂર્યને ચઢવવા વાળું જળમાં તમે ફૂલ, કુમકુમ અને ચોખા પણ જરૂર નાખો. એવું માનવામાં આવે છે કે સૂર્યને જળ અર્પિત કરવાથી શરીરની રક્ષા ઘણા રોગોથી થાય છે.

જો થઇ શકે તો આ દિવસે તમે પવિત્ર નદીઓનું સ્નાન જરૂર કરો. સ્નાન કર્યા પછી ભગવાનની પૂજા કરો અને તેમના સામે દીવડો પણ પ્રગટાવો. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી બધા પાપોથી મુક્તિ મળે છે.

કાર્તિક પૂર્ણિમાના દિવસે તમે વસ્તુનું દાન પણ જરૂર કરો. આ દિવસે દાન કરવું ઉત્તમ માનવામાં આવે છે. એટલા માટે તમે આ દિવસે ગરીબ લોકોને દાણ, ચોખા, કપડાં વગેરે પ્રકારની વસ્તુ જરૂર દાન કરો.

પૂર્ણિમાની સાંજે તમે હનુમાનજીના મંદિર જઈને તેમના સામે દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો.

આ દિવસ દેવતાઓ દ્વારા દિવાળી મનાવવામાં આવે છે, એટલા માટે તમે પણ પોતાના ઘરોમાં બે દિવા જરૂર પ્રગટાવો. આવું કરવાથી ઘરમાં હંમેશા બરકત રહે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.