12 વર્ષ પછી નવરાત્રીમાં બની રહ્યો છે આ સંયોગ, ગુરુ વૃશ્ચિક રાશિમાં અને શનિ-કેતુનું જોડાણ, કન્યા રાશિમાં 5 ગ્રહ.

સર્વાર્થ સિદ્ધી અને અમૃત સિદ્ધી યોગમાં શરુ થશે નવરાત્રી, નવ દિવસ થશે દેવીના નવ સ્વરૂપોની પૂજા

દેવીમાંની પૂજાનું નવ દિવસનું મહાપર્વ નવરાત્રી રવિવાર, ૨૯ સપ્ટેમ્બરથી શરુ થઇ રહ્યું છે અને સોમવાર, ૭ ઓક્ટોમ્બરના રોજ દુર્ગા નવમી સાથે સમાપ્ત થશે. ઘણા લોકો નવમી તિથી અને ઘણા દશમી તિથી ઉપર દેવીમાંની મૂર્તિનું વિસર્જન કરે છે. ઉજ્જેનના જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્માના જણાવ્યા મુજબ નવરાત્રીની શરુઆતમાં કન્યા રાશિમાં પાંચ મોટા ગ્રહોની યુતિ બની છે. ૧૨ વર્ષ પછી નવરાત્રીમાં ગુરુ ગ્રહ વૃશ્ચિક રાશિમાં રહેશે.

કન્યા રાશિમાં છે આ પાંચ ગ્રહ

૨૯ સપ્ટેમ્બરની સવારે કન્યા રાશિમાં સૂર્ય, મંગલ, બુધ, શુક્ર અને ચંદ્ર સ્થિત રહેશે. આ પાંચ ગ્રહોની યુતિમાં નવરાત્રીની શરુઆત થશે. તે ઉપરાંત ગુરુ વૃશ્ચિક રાશિમાં અને શની-કેતુની યુતિ ધન રાશિમાં છે. રાહુ મિથુનમાં છે. ૧૨ વર્ષ પહેલા ગુરુના વૃશ્ચિકમાં રહેતા અને શની-કેતુની યુતિમાં ૧૨ ઓક્ટોમ્બર ૨૦૦૭થી નવરાત્રીની શરુઆત થઇ હતી. તે સમયે શની-કેતુની યુતિની પૂજા વિશેષ ફલદાયક રહે છે.

આ શુભ યોગ પણ ઉભા થશે

રવિવાર, ૨૦ સપ્ટેમ્બરના રોજ આખો દિવસ સર્વાર્થ સિદ્ધી અને અમૃત સિદ્ધી યોગ રહેશે. આ યોગોમાં શરુ કરવામાં આવેલા શુભ કામ જલ્દી સફળ થાય છે. નવરાત્રીમાં માતા રાની હાથીની સવારી કરીને આવશે. જો સોમવારે માતાને વિદાય કરશો, ત્યારે તે મહર્ષિ વાહન ઉપર વિદાય લેશે. જયારે મંગળવારના રોજ વિદાય થવા ઉપર દેવીમાં પગમાં કાંઈ ધારણ કર્યા વગર વિદાય થશે. હાથી ઉપર આવવાને કારણે જ આ નવરાત્રી વેપારીઓ માટે લાભદાયક રહેવાની છે, પરંતુ માતાના ઉઘાડા પગે જવું અશુભ માનવામાં આવે છે. એવું થવા ઉપર કુદરતી આફત આવવાની શક્યતા રહે છે.

આ છે નવ દિવસની નવ દેવીઓ

એકમે શૈલીપુત્રી, બીજે બ્રહ્મચારિણી, ત્રીજે ચંદ્રઘંટા, ચોથે કુષ્માંડા, પાંચમે સ્કંદમાતા, છઠ્ઠે કાત્યાયની, સાતમે કાલરાત્રી, આથમે મહાગૌરી અને નોમે સિદ્ધીદાત્રીની પૂજા કરવામાં આવે છે. એકમ (૨૯ સપ્ટેમ્બર) ઉપર ઘટસ્થાપના માટે બ્રહ્મ મુહુર્ત શુભ માનવામાં આવે છે. ૩ ઓક્ટોમ્બરના રોજ લલીતા પંચમી, ૬ ઓક્ટોમ્બરના રોજ મહાષ્ટમી અને ૭ ઓક્ટોમ્બરના રોજ મહાનવમીનું પર્વ મનાવવામાં આવશે. ૨ થી ૧૦ વર્ષની કન્યાઓની પૂજા નવદુર્ગાના સ્વરૂપમાં કરવાનું વર્ણન પુરાણોમાં મળે છે. આઠમ અને નોમના રોજ કુળદેવી અને વિશેષ પૂજાના પણ યોગ છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.