13 લાખ મેટ્રિક ટન કચરાનો ઢગલો કેવી રીતે એક લીલાછમ ગ્રાઉન્ડમાં બદલી શકાય છે, તે આ ઓફિસર પાસે શીખો

કચરો અને તેનો નિકાલ કેવી રીતે કરવાનો છે, તે દેશના દરેક નાના મોટા શહેરની સૌથી મોટી સમસ્યા છે. પણ ન હોય તો પોતાના શહેરની કોઈ બિલ્ડીંગની જેમ સતત વધતા વાસ મારતી ડમ્પિંગ યાર્ડને એક વાર જોઈ લો, બધું સમજી જશો. તેનો એક નમુનો આ રહ્યો. તે જગ્યા કઈક એવી જોવા મળશે.

ખરેખર આ લેખ લાઇક અને શેયર કરવા જેવો જો લાગતો હોય તો “સ્વચ્છ ભારત” અભિયાન હેઠળ કોમેન્ટમાં ‘હેઝની નિશાની કરી swachhbharat અવશ્ય લખીને શેયર કરીશું. ૨૬મી જાન્યુઆરી 70માં પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ.

છે ને સમસ્યા કેટલી મોટી, પણ તેનાથી છુટકારા માટે હિમ્મત પણ એટલી જ મોટી હોવી જોઈએ. એવી જ હિમ્મતનું મઉદાહરણ રજુ કરી છે ઇન્દોરના નીગ્માયુક્ત આશિષ સિંહએ. તેમણે માત્ર 6 મહિનામાં પોતાના શહેરથી 13 લાખ મેટ્રિક ટન વાળા કચરાના ઢગલાનો નાશ કર્યો. હવે ત્યાં ઇન્દોર નગર નિગમ એક ગોલ્ફ કોર્સ બનાવવાની તૈયારી કરી રહ્યા છે.

આ કામ તેમણે ખુબ જ કિફાયતી રીતે કર્યું છે. જ્યાં પહેલા આ કામ માટે બે વર્ષનો સમય અને 65 કરોડ રૂપિયા લાગવાના હતા, તે કામને આશિષ સિંહે 10 કરોડથી પણ ઓછા રૂપિયામાં કરી દીધું.

વર્ષ 2018 માં ઇન્દોરના સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશનું ક્લીનેસ્ટ શહેરનું ખિતાબ મળ્યું હતું. પણ ઇન્દોરના 100 એકરમાં ફેલાયેલા ડમ્પિંગ યાર્ડની વાસ અને રહી રહીને તેમાં લાગતી આગે લોકોના નાકમાં દમ કરી દીધો હતો.

આ સમસ્યાનો હલ ઇન્દોર નગર નિયમના આ ડમ્પિંગ ગ્રાઉન્ડનો નાશ કરવાની રીતે કાઢ્યો. પ્લાન બનાવી લીધો અને કામ પણ શરુ થઇ ગયું, પણ આ પરિયોજનાની ઝડપ ખુબ જ ધીમી હતી અને ખર્ચો પણ 65 કરોડ રૂપિયા હતો. તેને ધ્યાનમાં રાખતા નગર નિયમના કમિશનર આશિષ સિંહે આ પ્રોજેક્ટની કમાન પોતાના હાથોમાં લીધી.

તેમણે આ વિષયમાં વાત કરતા કહ્યું – વર્ષ 2018 માં જયારે મને આ નગર નિયમનો કમિશનર નિયુક્ત કર્યો હતો, ત્યારે આ ડમ્પિંગ યાર્ડનો કચરો 13 લાખ મેટ્રીક્સ ટન હતો. Indore Municipal Corporation(IMC) પાછલા બે વર્ષમાં બસ 2 લાખ મેટ્રિક ટન કચરો જ સાફ કરી શકી હતી. એટલે કે હાલત ખુબ જ ખરાબ હતી. તેથી મેં Bioremediation ટેકનીક અપનાવવાનો નિર્ણય કર્યો.

આ ટેકનીકમાં કચરામાં આવેલ પથરા-કાંકરા, પોલીથીન, રબર, કપડા, માટી, ધાતુ જેવી વસ્તુઓને અલગ કરી રીસાયકલ કરી લેવામાં આવે છે. પોલીથીન અને ધાતુને IMC રીસાયકલ સેન્ટરમાં મોકલી દીધા. કાંકરા અને પથરાને શહેરની કન્સ્ટ્રકશન સાઈટ અને ખાડા ભરવામાં ઉપયોગ કર્યો. બાકી વધેલી માટીને આ જ ડમ્પિંગ યાર્ડમાં છોડી દીધી.

હવે આ ડમ્પિંગ યાર્ડ એક મેદાનની જેમ દેખાતું હતું, જેમાં IMC છોડ લગાવી રહી છે. આજના હિસાબથી આ જમીનની કિંમત 400 કરોડ રૂપિયા છે. રીસાયકલ કરેલી ધાતુથી તેમણે અહી એક સ્ટેચ્યુ પણ લગાવ્યું. સાથે જ તેને એક ગોલ્ફ કોર્સમાં તબદીલ કરવા માટે IMC કોન્ટ્રકટર ની શોધ પણ કરી રહી છે.

આઈએએસ ઓફિસર આશિષ સિંહ સરકારી હોદ્દા પર બેસીને દરેક માણસ માટે ઉદાહરણ છે, જે વિચારે છે કે તેમના કરવાથી શું થશે? થશે બધું થશે બસ એક વાર તમે નક્કી કરી લો તો.

ખરેખર આ લેખ લાઇક અને શેયર કરવા જેવો જો લાગતો હોય “સ્વચ્છ ભારત” અભિયાન હેઠળ કોમેન્ટમાં ‘હેઝની નિશાની કરી swachhbharat અવશ્ય લખીને શેયર કરીશું. ૨૬મી જાન્યુઆરી 70 માં પ્રજાસત્તાક દિનની શુભેચ્છા. જય હિન્દ…