13 વર્ષ નો બાળક અમેરિકી કંપનીમાં બન્યો ૫૧ ટકા નો ભાગીદાર અને CEO જાણો કેવી રીતે

બિહારી ટેલેન્ટે પાછું એક વાર પોતાની પ્રતિભા દુનિયાને બતાવી છે. નવાદા જિલ્લમાં બરબિધા ના રહેવા વાળો 13 વર્ષીય શશાંકને અમેરિકન કંપનીએ તેને સીઈઓ બનાવ્યો છે. શશાંકે નાની ઉંમરમાં જ મોબાઈલ એપ બનાવી છે.

ટેલેન્ટની સીમા કોઈ રાજ્ય અથવા દેશ ની સીમાઓ સુધી બંધાઈને રહતી નથી. રમવાના ઉંમરમાં સોફ્ટવેયર નું જ્ઞાન કોઈ વીરલાને હોય છે. ખાલી 13 વર્ષ ની ઉંમરમાં મોબાઈલના 50,000 થી વધારે ઉપયોગ કરનારી એપ બનાવીને માં બાપ ને ગૌરવાંવિત કરવા વાળા બાળક વીરલામાં મળે છે.

બિહારના નવાદા જિલ્લા માં બરબિધા ના જીઆઈપી પબ્લિક સ્કૂલ માં ભણવા વાળા નવમા ધોરણના વિધાર્થી અને ઉચ્ચ વિદ્યાલય ના શિક્ષક સંજય કુમારનો 13 વર્ષીય પુત્ર શશાંક કુમાર એ કંઈક એવું જ કરી નાખ્યું છે.

શશાંક કુમાર એ ખાલી બીઓજીયુઈ મ્યુજિક પ્લેયર એપ બનાવીને દુનિયા ભર માં હજારો યુઝર્સ ના વચ્ચે એક રેકોર્ડ ની સ્થાપના કરી છે. સાથે આટલી ઓછી ઉંમરમાં સારી રકમ પણ ભેગી કરી લીધી છે. ભારતમાં સૌથી ઓછી ઉંમરમાં એન્ડ્રાઇડ પ્રોગ્રામર નું સન્માન પામવા વાળા શશાંક કુમારે વર્લ્ડ લેવલ પર ઓરેકન માં તત્વાવધાન માં આયોજિત થનારી સ્પર્ધા માં બીટેક તથા ઇંટર ના વિધાથી ને હરાવતા 22 ઓક્ટોમ્બર એ પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું છે આ મેધાવી વિધાર્થી ને અમેરિકન સ્ટાર્ટઅપ કંપની એ 51 ટકા ભાગીદારી આપીને સીઈઓ બનાવ્યો છે.

આટલી ઓછી ઉંમરમાં પોતાની ટેલેન્ટ બતાવી શશાંક કુમાર ને એ પણ ખબર નહિ હતી કે તેનું આ ટેલેન્ટ એક દિવસ એવો રંગ દેખાડશે કે અમેરિકા ના આંતરરાષ્ટ્રીય કંપની તેને ખુદ ની કંપનીના ચીફ એકઝીકયુટીવ ઓફિસર બનાવીને પોતાનો 51 ટકા હિસ્સો આપી દેશે.

શશાંકે જણાવ્યું કે બીટેક અને એમટેક ના વિધાર્થી-વિધાર્થિનીઓ ના માટે એક ટ્યુટોરીયલ એપ પણ બનાવી રહ્યા છે. સાથે સાથે એક એવું એલાર્મ બનાવી રહ્યો છું કે જેને દ્વારા ઉપયોગ કરતા તે જગ્યાનો હવામાન રિપોર્ટ ની સાથે મોબાઈલ પર વિતાવેલા સમય અને કરવામાં આવેલ કામ ની સરખામણી માં ઊંઘવાનો યોગ્ય સમયગાળો પણ સૂચિત કરવામાં આવશે.

શશાંક કુમારે જણાવ્યું કે તે આ બધુ કામ પોતાના વર્ગના બધા કામ પૂર્ણ કર્યા પછી કરે છે. જેનાથી ભણવામાં કોઈ તકલીફ ન પડે. શશાંક પુરા દેશ અને દુનિયામાં પોતાનું નામ કમાવવા માંગે છે.

ક્યાંય પણ લીધી નથી બેઝિક ટ્રેનિંગ

શશાંક કુમાર એ કહ્યું કે તેમને કોમ્પ્યુટર ની બેઝિક શિક્ષા તેમના મોટા ભાઈ થી વાંચવામાં આવતી પુસ્તકોને જાતે વાંચી ને લીધી છે. અને બાકીના કર્યો ને ઓનલાઇન ઉપલબ્ધ જાણકારી થી શીખ્યા છે. માત્ર 2 વર્ષની અંદર આ ઉપલબ્ધી મેળવનાર ભારતના બીજા સૌથી કમ ઉંમરના વિધાર્થી શશાંક છે. જયારે તેમના પહેલા એક 11 વર્ષીય સુરિલ દ્વારા આ ઉપલબ્ધી મેળવી ચુકાઈ છે. બરબિધા ના આ હોશિયાર વિધાર્થી તેના ક્ષેત્ર ના લોકોને ગર્વ અનુભવે છે. તેની માટે શશાંક ની સાથે તેમના માતા-પિતા ને પણ અભિનંદન આપવા માટે લોકો તેમના મહાવીર ચૌક પાસે તેમના ઘરે પહોંચી રહ્યા છે.

કોમ્પ્યુટર દ્વારા બ્રહ્માંડ ના રહસ્ય ની શોધવા માંગે છે આ તેમનું લક્ષ્ય છે

આદર્શ ટાઉન ઉચ્ચ વિદ્યાલય માં લિપિક ના પદ પર કાર્ય કરતી માં સંયુક્તા કુમારી અને તૈલીક બાલિકામાં ઉચ્ચ વિધાલયમાં શિક્ષક પિતા સંજય કુમાર ની ફટકાર સાંભળવા વાળા શશાંક કુમાર કોંપ્યુટરમાં એપ્પ બનાવીને બ્રહ્માંડ ના રહસ્યો ને જાણવા માટેનું લક્ષ્ય બનાવી રહ્યા છે.

એમના પિતા એ જણાવ્યું કે ચોરીચૂપકે થી તે કોમ્પ્યુટર પર આશ્ચર્યજનક કરવા વાળી આ સમાચારને જાણી ને ત્યારે આશ્ચર્ય થયું કે વિદેશી કંપનીઓનું ઓફર તેમના ફોન પણ આવવા લાગ્યા. જીઆઈપી સ્કૂલ ના શિક્ષક સંજય કુમાર એ વિદ્યાલયમાં ખુદના કોંપ્યુટર શિક્ષકએ શશાંક કુમાર ની વિશેષ રુચિને જોઈને સ્પેશિયલ ક્લાસ કરવાનું આયોજન કરવાનો એલાન કર્યો અને તેની સાથે પોતાના વિધાર્થીને સમ્માનિત કરવાનો નિર્ણય કર્યો .