13 વર્ષ પહેલા સપનામાં જોયો’તો લોટરીનો આ નંબર, ને વ્યક્તિએ જીતી લીધા 7 કરોડ રૂપિયા.

માણસ જીવનમાં સફળતા મેળવવા માટે કેટલા પણ પ્રયાસ કરે, કેટલી પણ મહેનત કરે પરંતુ તેના નસીબમાં જે વસ્તુ જયારે મળવાની લખાયેલી હોય છે ત્યારે જ મળતી હોય છે, પરંતુ આપણે આપણી મહેનત ચાલુ જ રાખવી જોઈએ, ઘણા લોકોને મહેનત વગર પણ બધી જ સુખ સુવિધા મળી રહેતી હોય છે, જેને કહે છે નસીબ.

એવી જ એક વાત લઈને આજે અમે તમારી સામે રજુ કરવા જઈ રહ્યા છીએ, જેમાં એક વ્યક્તિને ઘણા વર્ષો પહેલા એક લોટરીનો નંબર સપનામાં આવ્યો હતો, અને તે નંબરની લોટરી લેવા માટે તે હંમેશા પ્રયાસ કરતો રહ્યો અને એક દિવસ તેનું નસીબ ખુલી ગયું અને તેને રૂપિયા સાત કરોડ ઉપરની લોટરી લાગે છે.

કહે છે ને સપના પણ ક્યારે ક્યારે સાચા પણ થઇ જાય છે. ઓસ્ટ્રેલીયાના એક વ્યક્તિ ઉપર આ વાત એકદમ ફીટ બેસે છે. તેણે ૧૩ વર્ષ પહેલા સપનામાં લોટરીનો એક નંબર જોયો હતો અને તે નંબરને આધારે તેણે બંપર ઇનામ જીત્યું છે.

વ્યક્તિએ એક મીલીયન ડોલર એટલે લગભગ સાત કરોડ ચાર લાખ રૂપિયા લોટરીના જીત્યા છે. વ્યક્તિનો દાવો છે કે તેણે ૧૩ વર્ષ પહેલા એક રાત્રે સપનામાં લોટરીના થોડા નંબરો જોયા હતા. ત્યારથી તે સતત આ નંબરો ઉપર નસીબ અજમાવી રહ્યો હતો.

મીડિયા રીપોર્ટના જણાવ્યા મુજબ, વ્યક્તિએ જણાવ્યું કે તેમણે પોતાની ટીકીટ ઓનલાઈન ચેક કરી તો તેને ખબર પડી કે તેણે કરોડોની લોટરી જીતી લીધી છે. વ્યક્તિનું કહેવું છે કે જે નંબરો તેને સપનામાં જોયા હતા, તેની ઉપરથી ક્યારે પણ તેનો વિશ્વાસ ગુમાવ્યો નહિ. તેને માનવું હતું કે તે ક્યારેક ને ક્યારેક તો તે નંબરોને આધારે ઇનામ જીતશે.

વ્યક્તિએ એવું પણ જણાવ્યું કે એ નંબરોના આધારે તેણે પહેલા પણ ઘણી વખત ઇનામ જીત્યા છે. વ્યક્તિના જણાવ્યા મુજબ તે નંબરો તેના માટે લકી છે અને તે હંમેશા તે નંબરો ઉપર દાવ લગાવતો રહેશે.

તમારી સાથે પણ કાઈ આવું જ આશ્ચરીય બન્યું હશે તો કોમેન્ટમાં આવશ્ય લખશો.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.