૧૩ એવી વેબસાઈટસ, જેના વિષે જાણીને કહેશો કે અરે મને પહેલા ખબર હોત તો સારું પડત

ઈન્ટરનેટ પર કરોડો વેબસાઈટસ ઉપલબ્ધ છે અને દરરોજ હજારો નવી વેબસાઈટસ તૈયાર થાય છે. પરંતુ વેબસાઈટસના આ મહાસાગરમાં અમુક જ વેબસાઈટસ એવી છે જે જુદી જ સર્વિસો ઓફર કરે છે. અમે લાવ્યા છીએ ૧૩ એવી જ વેબસાઈટસ ની યાદી, જે ખુબ જ કામની છે. તમે કહેશો કે કદાચ ! આની અમને પહેલા ખબર હોત. આગળ જુઓ…

1. Zamazarડોટcom- એક ફાઈલને બીજી ફાઈલમાં કન્વર્ટ કરવી છે તો આને ટ્રાઈ કરો. સાયનઅપ કરવાની પણ જરૂર નથી. ૧૨૦૦ જેવી ફાઈલનું કન્વર્ટ કરી શકાય છે. જો તમારી પાસે એવું ફોરમેટ છે જે સાઈટ ઉપર કન્વર્ટ નથી થઇ રહ્યું , તમે તેને ઈમૈલ કરી દો અને તે તેને કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરશે. ૫૦ MB થી મોટી સાઈઝ ની ફાઈલ ફ્રી વર્જન માં તમે અપલોડ નથી કરી શકતા. આ વાત ધ્યાનમાં રાખવી પડશે. ફાઈલ મોટી છે તો પેઈડ સર્વિસ લેવી પડશે.

2. Mailinatorડોટcom – આ દિવસોમાં લગભગ બધી વેબસાઈટસ માં તમારે સાઈન અપ કરવા માટે ઈમેલ એડ્રેસ નો ઉપયોગ કરવાનું કહેશે. તે સાઈટસ તમારી ઈમૈલ આઈડી ને કોઈ બીજા સર્વિસ એજન્સી ઓ સાથે શેયર કરશે કે નહી, તે વિષે ચોક્કસ રીતે કહી શકાતું નથી. જો તેણે શેયર કરી દીધી તો તમારા મેલબોક્સ માં સ્પેમ નું પુર આવી જશે. એટલા માટે Mailnator સર્વિસનો ઉપયોગ કરી તમે એવું ઈમૈલ એડ્રેસ બનાવી શકો છો.

જે થોડી જ કલાકોમાં નાશ પામે છે. તમે ટેમ્પરરી ઈમૈલ દ્વારા સાઈનઅપ કરીને તમારું એકાઉન્ટ એક્ટીવેટ કરી શકો છો. સ્પેમ ની ચિંતા ન કર્યા વગર તમે આવું ધણી વખત કરી શકો છો. તમે કેટલા ઈમૈલ એડ્રેસ બનાવી શકો છો , તેની કોઈ લીમીટ નથી. ધ્યાન આપવાની વાત એ છે કે તેને દ્વારા તમે મેલ ફક્ત રીસીવ કરી શકશો, સેન્ડ નહી.

3. PrivNoteડોટcom – ઘણી વખત તમે કોઈ અંગત જાણકારીઓ ને કોઈની સાથે શેયર કરવા માગો છો, પણ સેફટી ની ચિંતા હોય છે, જેમ કે માની લો કોઈને એટીએમ પીન,બેંક પાસવર્ડ કે ઈ મેઈલ એડ્રેસ વગેરે જણાવા છે. આવી પરિસ્થિતિમાં SMS, ચેટ કે ઈમૈલનો ઉપયોગ કરવો જરા પણ સુરક્ષિત નથી. એટલા માટે તમે PrivNote નો ઉપયોગ કરો છો.તેના દ્વારા તમે ઈમૈલ કે ચેટ દ્વારા ટેક્સ્ટ નોટ મોકલી શકો છો, જે સામે વાળા દ્વારા વાચી લીધા પછી ડીલીટ થઇ જાય છે. તમે નોટ ને એનક્રીપ્ટસ પણ કરી શકો છો.

4. Disposableweblewebpageડોટcom – ઈમૈલ એડ્રેસ ની જેમ જ તમે ટેમ્પરરી વેબપેજ પણ બનાવી શકો છો. જન્મ દિવસ, લગ્ન કે રીયુનીયન વગેરે માટે પેજ બનાવવાનું છે. તો ટેમ્પરરી વેબપેજ બનાવવું સારું રહેશે. તમારે બસ સાઈનઅપ કરીને તમારું પેજ બનાવવાનું છે. કોડીંગ ની પણ જરૂરત નહી રહે. આઇકોન દ્વારા તમે પેજ ક્રિએટ કરી શકો છો. ટેક્સ્ટ, ફોટો, વિડીયો અને લોકેશન વગેરે તમે આની અંદર એડ કરી શકો છો. ત્યાર પછી તમે તમારા મિત્રો બધાની સાથે વેબપેજ ની લીન્ક શેયર કરી શકો છો. ૯૦ દિવસ પછી આ પેજ પોતાની મેળે ડીલીટ થઇ જાય છે.

5.SimplyNoise&ASoftMurmur. કોઈ કામ ઉપર ફોકસ કરવું હોય તો આ વેબસાઈટ તમારી મદદ કરશે. આ ફ્રીમાં તમને ખુબ જ સારા એબીયંટ સાઉન્ડ ઓફર કરે છે. તમે નોઈજ સિલેક્ટ કરીને ઓડિયો લેવલ અને સ્લીપ ટાઈમર ઓપ્શન વગેરે સેટ કરી શકો છો. asoftmurmur ઉપર તમે વરસાદ,પવન, પક્ષીઓ અને કોફી શોપ સુધીના સાઉન્ડ ને પસંદ કરી શકો છો. બન્ને વેબસાઈટ ના એન્ડ્રોયડ અને!OS એપ્સ પણ છે.

6. ManualsLlbડોટcom જયારે તમે કોઈ નવી પ્રોડક્ટ ખરીદો છો, બની શકે છે કે તેમાં યુજર મેનુઅલ ન હોય. તે પણ બની શકે છે કે તમે તે ફેકી દીધી હોય કે ગુમ થઇ ગઈ હોય. તેવામાં તમે ManualsLlbડોટcom માં જઈને વિભિન્ન ડિવાઈસેજ ની કેટેગરી માં જઈને તમારા ડિવાઈસ કે પ્રોડક્ટ ને સર્ચ કરી શકો છો. તેની મેન્યુઅલ તમારી સામે હશે. તમે તેની પ્રિન્ટ પણ કાઢી શકો છો.

7. Newsmapડોટjp શું તમને ક્યારેય એવા સિંગલ પેજની જરૂર ઉભી થઇ છે જ્યાં તમે લેટેસ્ટ અને ટ્રેડીંગ ન્યુજ ને એક જ જગ્યાએ મેળવી શકો? Newsmap તે કામ કરે છે. તે તમને હેડલાઈન્સ બતાવે છે અને દરેક કેટેગરી વાઈઝ જુદા કલરોમાં બતાવશે. તમે તેને કસ્ટમાઇઝ પણ કરી શકો છો.

હેડલાઈન બોક્સ ની સાઈઝ બતાવે છે કે ન્યુજ કેટલી ટ્રેડ થઇ રહી છે. જો તમે કોઈ આર્ટીકલ વાચવા માગો છો તો કોઈપણ હેડલાઈન ઉપર ક્લિક કરવાની રહેશે અને આર્ટીકલ નવા ટેબમાં ખુલી જશે.

8. AccountKilierડોટcom મોટા ભાગે સોસીયલ નેટવર્ક વેબસાઈટ એકાઉન્ટ ને ક્લોઝ કરવાની પ્રક્રિયા ને અઘરી બનાવી દે છે. જો તમે તમારા સોસીયલ મીડિયા એકાઉન્ટ ને ડીલીટ કરવા માગો છો તો AccountKilierડોટcom ઉપર જાઓ. તે તમને બતાવશે કે કઈ વેબસાઈટ થી એકાઉન્ટ દુર કરવાનું કેટલું મુશ્કેલ છે. ક્લિક કરવાથી તે ડીએક્ટીવેશન માટે ડાયરેક્ટ લીંક આપી દે છે.

9. TwoFoodsડોટcom જો તમે તમારા સ્વાસ્થ્ય ને લઈને ચિંતામાં છો અને તે જોવા માગો છો કે તમે કેટલી કીલેરી લઇ રહ્યા છો, TwoFoodsડોટcom તમારા માટે જ છે. તેમાં એક પાનાનું ઇન્ટરફેસ છે. જે જુદા જુદા ખોરાકની કેલેરી વિષે બતાવે છે. તમે કોઈ ડીશનું નામ ઈનપુટ કરો, અને તે તમને તેમાં રહેલી કેલેરી, કાર્બ,ફેટ્સ અને પ્રોટીનની જાણકારી આપી દેશે. ભારતીય વ્યંજનો માટે આ મળતા જુલતા વ્યંજનો ને સિલેક્ટ કરે છે, જેનાથી તમને થોડો આઈડિયા મળી જાય.

10. Pdfuniockડોટcom થોડી pdf ફાઈલ્સ પ્રોટેક્ટેડ હોય છે. જો તમારી પાસે પ્રોટેક્ટેડ ફાઈલ નો પાસવર્ડ હોય તો પણ તમે બદલી નથી શકતા. પ્રોટેક્શન રીમુવ કરવા માટે Pdfuniock પર જાઓ, પાસવર્ડ નાખીને અનલોક કરો અને તે વેબસાઈટ તમને અન પ્રોટેકટેડ pdf ડાઉનલોડ કરવા માટે આપી દેશે. આ સર્વિસ ફ્રી છે અને તમે તેને પેપલ દ્વારા ડોનેટ કરી શકો છો. આ રીતે તમે pdfmergeડોટcom, splitpfડોટcom અને pdfprotectડોટnet ને પણ ટ્રાય કરી શકો છો.

11. Savr.કોમ આપણે સૌ ધણા ડિવાઈસેસ ઉપર કામ કરીએ છીએ. પરંતુ તેની વચ્ચે ફાઈલને શેર કરવાનું સરળ નથી. જો તમે ઈચ્છો છો કે યુએસબી ડ્રાઈવ સિવાય કે પોતાને જ ઈમેઈલ મોકલ્યા સિવાય ફાઈલ શેર કરી શકો તો Savr.કોમ ને ટ્રાય કરો. તે તમારા કોમન ફ્લીપબોર્ડ અને કોમન સ્પેસ આપે છે, જ્યાં તમે ફાઈલ્સ સ્ટોર કરી શકો છો. આ પીસી અને મોબાઈલ ઉપર પણ કામ કરે છે. ૨૫ MB સુધીની ફાઈલ્સ શેર કરી શકાય છે.

12. Printfriendly.કોમ ક્યારેય બ્રાઉજર થી કોઈ વેબપેઈજ ને ડાયરેક્ટ પ્રિન્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે? અજીબ જ પ્રિન્ટ આવે છે, જેમાં ફોટા, લીન્ક વગેરે જોવા મળે છે. જો તમે ઈચ્છો કે મુખ્ય ટેક્સ ની જ પ્રિન્ટ થાય, તેના અંતે તમારે તે પેઈજનું URL લઇને Printfriendly.કોમ માં પેસ્ટ કરવું પડશે. થોડી જ સેકન્ડમાં તે પ્રિન્ટેબલ પેઈજ જોવા મળશે, જ્યાંથી તમે પ્રિન્ટ આપી શકો છો. Firefox,Chrome, internet Explorer અને Safari ના પ્રિન્ટફ્રેન્ડલી ના એક્સટેશન પણ ઉપલબ્ધ છે.

13. Spreeder.કોમ જો તમે જલ્દી જલ્દી બધું જ વાંચવાનું શરુ કરી દો તો ધણી બધી જાણકારી લઇ શકશો. વાચવાની ઝડપ અભ્યાસ થી વધારી શકાય છે. Spreeder.કોમ ઉપર તમે કોઈ ટેક્સ નો ભાગ પોસ્ટ કરો. તે એક એક શબ્દ તમારી સામે ડિસ્પ્લે કરવાનું શરુ કરી દેશે, જેને તમે વાચી શકો છો. તમે ટેક્સ બધું જ કસ્ટમાઈજ કરી શકો છો અને તમારી સ્પીડ માપી શકો છો. સ્પીડ વગેરે ને પણ એડજેસ્ટ કરી શકો છો. આવી રીતે કોઈ પણ પેરેગ્રાફ ને જલ્દી વાચી શકો છો.