કોરોના કાળમાં પ્રેગ્નેન્ટ થઈ આ 14 અભિનેત્રીઓ, સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે શેયર કરી ગુડ ન્યુઝ.

મહામારીના સમયમાં આ 14 અભિનેત્રીઓને મળી માં બનવાની ખુશી, ફેન્સ સાથે શેયર કર્યા ખુશીના સમાચાર. જ્યાં એક તરફ વર્ષ 2020 માં કોરોના મહામારી અને લોકડાઉનને કારણે લોકો ઘણા હેરાન થયા અને પોત પોતાના ઘરમાં કેદ થઇ ગયા હતા. તો બીજી તરફ બોલીવુડ અને ટીવીના ઘણા સેલેબ્સે વર્ષ 2020 માં જ પોતાના ફેંસને શુભ સમાચાર આપ્યા. ઘણી બોલીવુડ અને ટીવી અભિનેત્રીઓ માં બનવાની છે, અને બધાએ સોશિયલ મીડિયા ઉપર પોતાના બેબી બંપ સાથે ફોટા પણ શેર કર્યા છે. પ્રેગ્નેન્સી દરમિયાન અભિનેત્રીઓના પતિ તેમની વિશેષ કાળજી રાખી રહ્યા છે, અને સેલેબ્સ તેમના ફેંસ માટે સોશિયલ મીડિયા ઉપર સતત ફોટા શેયર કરતા રહે છે. અહિયાં અમે તમને એ 14 સેલેબ્સ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે માતા-પિતા બનવાના છે કે બની ચુક્યા છે.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી : અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ રિલેશનશિપ પછી વર્ષ 2017 માં લગ્ન કર્યા હતા. કપલે પોતાના સંબંધને એક ડગલું આગળ વધારવાનો નિર્ણય કર્યો, અને તે હવે માતા-પિતા બનવાના છે. અનુષ્કા શર્માએ તેના ઈંસ્ટાગ્રામ પર 27 ઓગસ્ટ 2020 ના રોજ ફોટા શેર કરી આ શુભ સમાચાર તેના ફેંસને આપ્યા હતા. ફોટામાં અનુષ્કા બ્લેક ડ્રેસમાં બેબી બંપ સાથે જોવા મળી રહી છે અને તેની સાથે વિરાટ કોહલી પણ ઉભા છે. ફોટાના કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું, ‘અને પછી અમે ત્રણ થઇ ગયા. જાન્યુઆરી 2021.’ કપલે જેવા આ શુભ સમાચાર શેર કર્યા ત્યાર પછી ફેંસ સહીત ઘણા સેલેબ્સે પણ તેને અભીનંદન આપ્યા હતા. હવે બધા તેના માતા પિતા બનવાની રાહ જોઈ રહ્યા છે.

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન : કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન ફરી વખત માતા પિતા બનવા જઈ રહ્યા છે. 4 વર્ષ પહેલા કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનને દીકરો થયો હતો જેનું નામ તૈમુર અલી ખાન છે. 12 ઓગસ્ટના રોજ કરીના અને સૈફે શુભ સમાચાર આપતા જણાવ્યું છે કે, તેમનો દીકરો તૈમુર વહેલી તકે મોટો ભાઈ બનવાનો છે. કપલે જેવા આ શુભ સમાચાર પોતાના ફેંસને આપ્યા કે બધાએ તેમને અભીનંદન આપવાના શરુ કરી દીધા હતા. ત્યાર પછી કરીના-સૈફે બધાનો આભાર વ્યક્ત કર્યો હતો.

ટીજે સિદ્ધુ અને કરણવીર બોહરા : અભિનેતા કરણ બોહરા અને ટીજે સિદ્ધુ ત્રીજી વખત માતા પિતા બનવાના છે. થોડા દિવસો પહેલા કરણ બોહરાએ સોશિયલ મીડિયા ઉપર એક ફોટો શેયર કરતા લખ્યું હતું, ભગવાન જ સૌનો રચયિતા છે. તે પોતાના હાથથી નાનામાં નાની વસ્તુનું ધ્યાન રાખીને એક શિલ્પ બનાવે છે. આપણને તેના નિમિત બનાવે છે. તેના સંગ્રહમાં આપણા માટે શું છે હું તે મેળવવાની રાહ જોઉં છું. આ સુંદર આશીર્વાદ માટે ભગવાનનો ઘણો આભાર. અમે આભારી છીએ કે તેમણે અમને ફરીથી માતા પિતા બનવા માટે પસંદ કર્યા છે. આવનારા નાના મહેમાન માટે ખુબ ખુબ પ્રેમ. કરણવી અને ટીજેને બે દીકરીઓ છે અને કપલ સોશિયલ મીડિયા ઉપર બંનેના ફોટા શેર કરતા રહે છે.

અનીતા હસનંદની અને રોહિત રેડ્ડી : ટીવી શો ‘નાગિન’ ફેમ અભિનેત્રી અનીતા હસનંદની પણ માં બનવાની છે. અનીતાના પતિ રોહિત રેડ્ડીએ તેના ઈંસ્ટાગ્રામ હેન્ડલથી એક વિડીયો શેર કર્યો હતો, જેમાં અનીતા મેજિકથી સામે આવી જાય છે. આ વિડીયોમાં અનીતાનો બેબી બંપ જોવા મળી રહ્યો છે, જેવો આ વિડીયો શેયર કરવામાં આવ્યો કે ફેંસ કપલને અભીનંદન આપવા લાગ્યા. અનીતા અને રોહિત ફેબ્રુઆરી 2021 માં તેમના બાળકનું સ્વાગત કરશે.

જાનકી પારેખ અને નકુલ મેહતા : કલાકાર નકુલ મેહતા અને તેની પત્ની જાનકી પારેખ માતા-પિતા બનવાના છે, આ જાણકારી નકુલે 7 નવેમ્બર 2020 ના રોજ તેના ફેંસ સાથે શેર કરી. 9 વર્ષ એક બીજાને ડેટ કરવા અને 8 વર્ષનું લગ્ન જીવન નિભાવ્યા પછી આ કપલ માતા પિતા બનવા જઈ રહ્યા છે. નકુલે પત્ની જાનકીના બેબી બંપનો ફોટો શેયર કરતા કેપ્શનમાં લખ્યું, ‘બેસ્ટ ફ્રેન્ડ, ગર્લફ્રેન્ડ, મિસેસ અને હવે આ, અમારું ક્વોરૅન્ટીન જરાપણ કંટાળાજનક ન હતું.’

મેઘના રાજ અને ચિરંજીવી સરજા : સાઉથ સુપરસ્ટાર ચિરંજીવી સરજાએ અભિનેત્રી મેઘના રાજ સાથે વર્ષ 2018 માં લગ્ન કર્યા હતા. 7 જુન 2020 માં અભિનેતા ચિરંજીવીનું હાર્ટ એટેકથી મૃત્યુ થઇ ગયું. ચિરંજીવીના આ રીતે જતા રહેવાથી લાખો ફેંસના દિલ તૂટી ગયા. ચિરંજીવી પહેલી વખત પિતા બનવાના હતા, મેઘના રાજે 22 ઓક્ટોબર 2020 ના રોજ દીકરાને જન્મ આપ્યો અને તેનો પહેલો ફોટો ચિરંજીવીના ફોટા સાથે શેયર કર્યો હતો.

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા : અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ બિઝનેસમેન રાજ કુન્દ્રા સાથે 22 નવેમ્બર 2009 ના રોજ લગ્ન કર્યા હતા. શિલ્પા શેટ્ટી અને રાજે તેના બીજા દીકરાનું સ્વાગત કર્યું. કપલે સેરોગેસીની મદદથી દીકરીને જન્મ આપ્યો, જેનું નામ સમીષા શેટ્ટી કુન્દ્રા રાખ્યું છે. શિલ્પાએ તેના ઈંસ્ટાગ્રામથી તેની દીકરી સાથે ફોટો શેર કર્યો હતો અને લોકોએ તેમને ઘણી શુભકામનાઓ આપી હતી.

સ્મૃતિ ખન્ના અને ગૌતમ ગુપ્તા : ટીવી અભિનેત્રી સ્મૃતિ ખન્નાએ તેના કો-સ્ટાર ગૌતમ ગુપ્તા સાથે વર્ષ 2017 માં લગ્ન કર્યા હતા. લગ્નના બે વર્ષ પછી કપલે વર્ષ 2019 માં ફેંસને તેમના માતા પિતા બનવાના શુભ સમાચાર આપ્યા હતા. ત્યાર પછી સ્મૃતિએ આ વર્ષ 15 એપ્રિલ 2020 ના રોજ દીકરીને જન્મ આપ્યો હતો. કપલે દીકરીનું ઘણું સુંદર અને અલગ નામ રાખ્યું અનાયકા. અનાયકાનો અર્થ થાય છે શક્તિશાળી. દીકરીને જન્મ આપ્યા પછી કપલ હંમેશા ઈંસ્ટાગ્રામ ઉપર તેમની દીકરી સાથે ફોટો શેયર કરતા રહે છે.

શિખા સિંહ અને કરણ શાહ : ટીવી સીરીયલ ‘કુકકુમ ભાગ્ય’ ફેમ અભિનેત્રી શિખા સિંહના પતિ કરણ શાહે 22 એપ્રિલના રોજ પોતે માતા પિતા બનવાના શુભ સમાચાર ફેન્સને આપ્યા હતા. શેખા સિંહે 16 જુન 2020 ના રોજ દીકરીને જન્મ આપ્યો અને કપલે તેનું નામ અલાયના સિંહ શાહ રાખ્યું છે. કપલે સોશિયલ મીડિયા ઉપર ફોટો શેર કર્યો હતો, જેમાં શિખા કરણ તેમની નાનકડી પરી સાથે જોવા મળી રહી છે.

સુમિત વ્યાસ અને એકતા કૌલ : અભિનેતા સુમિત વ્યાસ સોશિયલ મીડિયા સેંસેશન છે, અને અભિનેત્રી એકતા કૌલ ટીવીની દુનિયાની રાની છે. સુમિત અને એકતાના અભિનયને લોકો જેટલો પસંદ કરે છે, તેનાથી ઘણા વધુ કપલની જોડીને પસંદ કરે છે. એકતા અને સુમિતે આ વર્ષ એપ્રિલમાં પોતે માતા પિતા બનવાના છે તે શુભ સમાચાર આપ્યા હતા. ૩ જુનના રોજ એકતાએ દીકરાને જન્મ આપ્યો, જેનું નામ વેદ રાખ્યું છે.

પૂજા બેનર્જી અને કુણાલ વર્મા : ટીવી અભિનેત્રી પૂજા બેનર્જીના લગ્નના 4 મહિના પછી જ પોતાની પ્રેગ્નેન્સીને લઈને ફેંસને શુભ સમાચાર આપ્યા. 9 ઓક્ટોબરના રોજ પૂજાએ દીકરાને જન્મ આપ્યો અને અભિનેતા કુણાલ વર્માએ સોશિયલ મીડિયા ઉપર ક્યુટ બેબી સાથે ફોટો શેયર કર્યો હતો.

પરિનીતિ પંડિત અને શીવી પંડિત : ટીવી સીરીયલ ‘ઉતરન’ ફેમ અભિનેત્રી પરિનીતિ પંડિતે વર્ષ 2014 માં અભિનેતા શીવી પંડિત સાથે લગ્ન કર્યા હતા. આ વર્ષે 10 જુનના રોજ પરિનીતિએ 7 મહિનાની ગર્ભવતી હોવાના સમાચાર તેના ફેંસને આપ્યા. અભિનેત્રીએ 7 ઓગસ્ટ 2020 ના રોજ તેના ઈંસ્ટાગ્રામ હેન્ડલથી તેના બેબી બંપ સાથે ફોટા શેયર કર્યા હતા. ત્યાર પછી 18 સપ્ટેમ્બરના રોજ અભિનેત્રીએ દીકરીને જન્મ આપ્યો. કપલે પોતાની ક્યુટ એંજલનું નામ અનાયશા રાખ્યું છે.

નતાશા સ્ટેનકોવિચ અને હાર્દિક પાંડયા : ક્રિકેટર હાર્દિક પાંડયા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિચે વર્ષ 2020 ની શરુઆતમાં જ તેના ફેંસને તેની સગાઈના સમાચાર આપીને ચકિત કરી દીધા હતા. ત્યાર પછી કપલે વહેલી તકે જ લગ્ન કરવા અને ઘરમાં બાળકના આવવાની વાત તેના ફેંસ સાથે શેયર કરી. 30 જુલાઈ 2020 ના રોજ નતાશાએ દીકરાને જન્મ આપ્યો હતો અને કપલે તેના લીટલ બોયનું નામ અગસ્ત્ય પાંડયા રાખ્યું છે.

અમૃતા રાવ અને આરજે અનમોલ : ફિલ્મ ‘વિવાહ’ માં પોતાની સાદગીથી બધાનું દિલ જીતવાવાળી અભિનેત્રી અમૃતા રાવ પણ માં બનવાની છે. 13 ઓક્ટોબરના રોજ અમૃતા પોતાના પતિ અનમોલ સાથે ખારના એક કલીનીક પાસે જોવા મળ્યા હતા. તે દરમિયાન અમૃતાનો બેબી બંપ સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો. ફેન્સે સોશિયલ મીડિયા ઉપર જાત જાતના અંદાજા લગાવવાનું શરુ કરી દીધું હતું, ત્યાર પછી અમૃતા રાવે જણાવ્યું હતું કે તે 9 મહિનાની પ્રેગ્નેન્ટ છે. ત્યાર પછી 1 નવેમ્બરના રોજ અમૃતા રાવે દીકરાને જન્મ આપ્યો અને 6 નવેમ્બરના રોજ કપલે દીકરાનો પહેલો ફોટો સોશિયલ મીડિયા ઉપર શેયર કર્યો હતો.

અહિયાં અમે જે કપલ્સ વિષે તમને જણાવ્યું તેમના ઘર તો બાળકના અવાજથી ગુંજવા લાગ્યા છે કે નાના મહેમાન આવવાની તૈયારી છે. આથી અભિનેત્રીઓના પતિ તેમની વિશેષ કાળજી રાખી રહ્યા છે. તો તમને અમારી આ સ્ટોરી કેવી લાગી? અમને કમેન્ટ કરીને તે જરૂર જણાવો, સાથે જ અમારા માટે કોઈ સલાહ હોય તો જરૂર આપો.

આ માહિતી બોલિવૂડ સાદીસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.