14 ભાષાઓના જાણકાર છે પદ્મશ્રી અલી માણિકફાન, આજીવન કર્યું અલગ-અલગ કામ, જે શીખતાં ગયા તેને છોડતા ગયા.

7 ધોરણ ભણેલો હોવા છતાં 14 ભાષાના જાણકાર છે પદ્મશ્રી અલી માણિકફાન, દુર્લભ માછલીની પણ કરી છે શોધ, જાણો તેમના વિષે. આ વર્ષે જે 102 હસ્તીઓને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે, તેમાંથી એક છે અલી માનિકફાન. દુબળા પાતળા સામાન્ય  કાઠી કદના અલી માનિકફાને ભણ્યા વગર સફળતાની એ કહાની રચી દીધી છે, જે દરેકને ઈંસ્પાયર કરી શકે છે.

અલી માનિકફાન આશરે 7મુ ધોરણ ભણ્યા છે, પરંતુ 14 ભાષાઓના જાણકાર છે. મરીન રીસર્ચથી લઈને એગ્રીકલ્ચર સેક્ટર સુધીમાં કામ કર્યું છે. હાલમાં કેરળના ઓલાવના શહેરમાં એક ભાડાના ઘરમાં રહે છે. જયારે તેના જીવનનો મોટાભાગનો સમય લક્ષદ્વીપના મીનીકોય આઈલેન્ડ ઉપર પસાર થયો છે. 82 વર્ષના અલી માનિકફાને ભાસ્કર સાથે વાતચીતમાં તેના જીવન સાથે જોડાયેલી કહાની શેર કરી.

આઈલેન્ડ ઉપર સ્કુલ ન હતી, એટલા માટે ભણી ન શક્યા : અલી માનિકફાન કહે છે, જયારે હું 9 વર્ષનો હતો, ત્યારે ઘરવાળાએ ભણવા માટે કેરળના કન્નુર મોકલી દીધા, કેમ કે ત્યાં પિતાજીના ઘણા જાણીતા રહેતા હતા. તે સમયે હોસ્ટેલ તો હતી ન હતી. એટલા માટે તેના ઘરમાં જ રહેતા હતા. ત્યાં રહીને સાતમાં ધોરણ સુધી અભ્યાસ કર્યો, પરંતુ પછી પાછા આઈલેન્ડ પાછા ફર્યા, કેમ કે ત્યાં તકલીફો વધુ હતી અને આઈલેન્ડથી દુર રહેવું પણ મુશ્કેલ બની રહ્યું હતું.

કોલકતા ગયા તો પુસ્તક સાથે લઇ આવ્યા : પછી વર્ષ 1956માં અલી માનિકફાન 6 મહિના માટે કોલકતા જતા રહ્યા. કહ્યું કોલકતામાં રહેતા દરમિયાન મને અલગ અલગ વિષયના પુસ્તકો મળ્યા, તો તેના વિષે વધુ જાણવા માટે મનમાં ઉત્સુકતા આવી ગઈ. એટલા માટે જયારે ત્યાંથી પાછા ફર્યા તો અલગ અલગ ભાષાઓના ઘણા બધા પુસ્તકો તેની સાથે આઈલેન્ડ ઉપર લઇ આવ્યા.

તે પુસ્તકો વાચી વાચીને અરબી, ઈંગ્લીશ, હિન્દી, મલયાલમ, લૈટીન, ફ્રેંચ, રશિયન, જર્મન, સિંહલી, પર્શીયન, સંસ્કૃત, તમિલ, ઉર્દુ શીખ્યા. કહે છે અમારા વિસ્તારમાં જે ભાષાઓના જાણકાર હતા, તેની સાથે બેસતો હતો. બધી ભાષા બોલી તો નથી શકતો, પરંતુ લખતા-વાચતા આવડે છે.

બોલતા એટલા માટે ના આવડ્યું, કેમ કે તે ભાષાઓમાં વાતચીત કરવા વાળા કોઈ આસપાસ ન હતા. હિન્દી, અંગ્રેજી, મલયાલમ, ઉર્દુ, તમિલ, તેલુગુ બોલી પણ લઉં છું, કેમ કે તે ભાષાઓ બોલવા વાળા ઘણા લોકો હોય છે.

આઈલેન્ડ ઉપર રહેલી માછલીઓની શોધખોળમાં લાગી ગયા : આઈલેન્ડ ઉપર રહેતા હતા એટલા માટે માછલીઓને ઓળખવા વિષે પણ ઉત્સુકતા જાગી. કહે છે કે મેં માછલીઓને લઈને એટલી શોધખોળ કરી લીધી હતી કે આઈલેન્ડમાં રહેલી લગભગ દરેક પ્રજાતિની માછલી વિષે હું જાણી ગયો હતો.

તેનું પરિણામ રહ્યું કે વર્ષ 1960માં મને સેન્ટ્રલ મરીન ફીશરીજ રીસર્ચ ઇન્સ્ટીટયુટ (CMIRI) માં લેબ અટેંડેંટ જોઈનીંગ મળી. તે દરમિયાન ઘણા રીસર્ચ કર્યા. એક દુર્લભ માછલીની શોધ પણ કરી. જેનું નામ જ મારા નામ ઉપર અબુદફૂદ માનિકફાની રાખવામાં આવ્યું. 1980 માં અલી માનિકફાને નિવૃત્તિ લઇ લીધી.

જે કામ શીખતા ગયા, તેને છોડતા ગયા : મેં પૂછ્યું તમે એવું કેમ કર્યું? તો કહ્યું, હું એક જ કામ હંમેશા નથી કરી શકતો. નવા નવા કામ શરુ કરતો હતો. તેના વિષે જાણતો હતો અને જયારે તે પૂરું થઇ જતું હતું, તો પછી તેને છોડી દેતો હતો. CMIRI માં 20 વર્ષ સુધી ઘણું કામ કરી લીધું હતું. કહે છે વર્ષ 1981માં મને ઓમાનમાં એક જહાજ બનાવવા માટે આમંત્રિત કરવામાં આવ્યો હતો.

ત્યાં ટીમ સીરવેન સાથે મળીને 27 મીટર લાંબુ જહાજ બનાવ્યું, જેમાં લાકડા અને કોયરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મેં પૂછ્યું તમે એ કામ કેવી રીતે શીખ્યું? તો કહ્યું જયારે હું નાનો હતો ત્યારે એક ગાડી વેચાઈ રહી હતી, કેમ કે તે રીપેર થઇ શકતી ન હતી. એટલા માટે તે ગાડી ખરીદી લીધી. તેને આખી ખોલી દીધી અને પછી બનાવી પણ દીધી. તેનાથી ઘણા વર્ષો આઈલેન્ડ ઉપર ફર્યા. તે બધા કામ ઈંટરેસ્ટથી શીખતા ગયા. કહે છે જે શીપ અમે બનાવી હતી, તે આજે પણ ઓમાનના મ્યુઝીયમમાં સુરક્ષિત રાખી છે.

પડતર ભૂમિને બનાવી દીધી લીલીછમ : ત્યાર પછી ખેતી તરફ ઈંટરેસ્ટ વધ્યો, તો અલી તેમાં કામ કરવા લાગ્યા. તમિલનાડુના તિરુનેલવેલીમાં પડતર પડેલી 15 એકર જમીનને સ્વદેશી રીતે જ લીલીછમ કરી દીધી. ટ્રેડીશનલ મટીરીયલથી જ રહેવા વાળા માટે ત્યાં એક ઘર પણ બનાવ્યું.

મરીન બાયોલીજી, મરીન રીસર્ચ, જીયોગ્રાફી, એસ્ટ્રોનોમી, સોશિયલ સાયન્સ, ટ્રેડીશનલ શીપ બિલ્ડીંગ, ફીશ રીજ, એગ્રીકલ્ચર જેવા તમામ વિસ્તારોમાં અલીએ કામ કર્યું. આઈલેન્ડમાં જયારે પહેલી સ્કુલ ખુલી હતી, તો ત્યાં એક વર્ષ બાળકોને ભણાવવાનું કામ કર્યું.

હવે 82 વર્ષની ઉંમરમાં પણ નવું શીખવાની ટેવ ગઈ નહિ. જયારે અમારી સાથે વાત થઇ રહી હતી તો કહ્યું, આજે જ એક સ્કુલમાં સ્પીચ આપવા ગયો હતો. થોડી જ વાર પહેલા પાછો ફર્યો છું. ઊંઘ વધુ નથી આવતી. એટલા માટે હજી પણ કાંઈકને કાંઈક વાંચતો લખતો રહ્યો છું. સ્પીચ આપવા માટે ઘણા લોકો બોલાવે છે, તો ત્યાં જતો રહું છું.

અલી માનિકફાન એ જાણતા હતા કે તેને પદ્મશ્રી મળવાનો છે. જયારે ગૃહ વિભાગ માંથી ફોન આવ્યો, ત્યારે તેની જાણ થઇ. ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશીયર ફાટવાની ઘટના ઉપર બોલ્યા, તે બધું તો માનવીય ભૂલોને કારણે જ થઇ રહ્યું છે. લોકડાઉનમાં પ્રકૃતિ સારી થવા લાગી હતી, પરંતુ હવે આપણે ફરી પ્રકૃતિને ખરાબ કરવા લાગ્યા છીએ. તેની સજા ઉત્તરાખંડને ભોગવવી પડી છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.