14 માર્ચથી શરૂ થઇ રહ્યા છે હોળાષ્ટક, 8 દિવસ સુધી ભૂલથી પણ ન કરો આ 4 આ કામ.

હોળીથી બરોબર પહેલા હોળાષ્ટક આવે છે, તે દરમ્યાન કોઈ પણ શુભ કામ ન કરવા જોઈએ.

હિંદુમાં કોઈ પણ શુભ એક સારા મુહુર્તમાં કરવામાં આવે છે. શુભ કામ કરતા પહેલાં લોકો મુહુર્ત વિશે જાણવાનું પસંદ કરે છે અને શુભ મુહુર્તમાં જ કામ કરે છે. માનવામાં આવે છે કે જો કોઈ પણ સારા કામ શુભ મુહુર્તમાં નથી કરવામાં આવતું તો ગડબડ થઇ જાય છે, જેનું પરિણામ લોકોએ ભોગવવું પડે છે.

જી હા, શુભ મુહુર્તમાં કરવામાં આવેલું કાર્ય હંમેશાં સફળ થાય છે અને તેથી લગ્ન શુભ મુહુર્તમાં જ કરવામાં આવે છે, પરંતુ હોળી આવતી હોવાથી અને હોળી શરૂ થતા પહેલાં હોળાષ્ટક આવે છે. જે દરમિયાન કોઈપણ શુભ કામ ન કરવા જોઈએ. તો આવો જાણીએ કે આપણા આ લેખમાં તમારા માટે શું વિશેષ છે?

હોળી પહેલા શરુ થતા હોળાષ્ટક આ વખતે 14 મી માર્ચથી શરુ થઇ રહ્યા છે અને તે 21 માર્ચ સુધી ચાલશે. તે દરમિયાન જ્યોતિષ શાસ્ત્ર મુજબ, કોઈ પણ શુભ કામ ન કરવા જોઈએ. તિથીના હિસાબથી હોલાષ્ટક ફાગણ શુક્લની આઠમ તિથીથી શરૂ થશે, તેવામાં આ દરમિયાન તમારે કંઈક કામ ભૂલથી પણ ન કરવા જોઈએ, નહી તો લેવાના દેવા થઇ શકે છે. તો ચાલો આપણે જાણીએ કે હોળાષ્ટકમાં ક્યા ક્યા કામ બિલકુલ ન કરવા જોઈએ, જેની ચર્ચા નીચે છે.

હોળાષ્ટક દરમિયાન ન કરો આ કામ :-

જ્યોતિષના અનુસાર, હોળાષ્ટક દરમિયાનમાં ગ્રહો ઉગ્ર હોય છે અને તે દરેક કાર્યોમાં વિઘ્નરૂપ બને છે, તેથી નીચે જણાવેલ કાર્યો આ દરમિયાન ભૂલથી પણ ન કરો.

1. લગ્ન :-

હોળાષ્ટક દરમિયાન લગ્ન કરવા શુભ નથી માનવામાં આવતું. તેથી આ વખતે 14 માર્ચ થી લઇને 21 માર્ચ સુધી લગ્નનું કોઈ મુહુર્ત નથી. તેમાં જો તમે આ સમયગાળા દરમિયાન લગ્નનું આયોજન બનાવી રહ્યા હો, તો તેને કેન્સલ કરી દો, કારણ કે આ મુહુર્ત શુભ નથી માનવામાં આવતું અને જો તે દરમિયાન તમે લગ્ન કરશો તો તમારા લગ્નજીવન ક્યારેય સફળ થઇ શકશે નહીં, તેથી તેનાથી દુર રહેવાનો પ્રયાસ કરો.

2. ઘર પ્રવેશ, વાસ્તુ :-

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, હોલાષ્ટક દરમિયાન ઘર પ્રવેશ કરવો જોઇએ નહીં. આ અશુભ મુહુર્ત હોય છે અને અશુભ મુહુર્તમાં કરવામાં આવેલ કામ ક્યારે પણ સફળ થતા નથી. તેથી 14 માર્ચથી લઇને 21 માર્ચ સુધી તમે ભૂલથી પણ ઘર પ્રવેશ કરો. જો તમે ઘર પ્રવેશ કરવા માંગો છો, તો થોડી રાહ જુવો હોળી પછી કરો.

3. નવો ધંધો :-

જો તમે નવા વ્યવસાય વિશે વિચારી રહ્યા છો, તો થોડી રાહ જુઓ. હોળાષ્ટક દરમિયાન વેપાર શરૂ કરવો ન જોઈએ, અન્ય ફાયદાની જગ્યાએ તમને નુકશાન થાય છે. તેથી તે દરમિયાન નવો ધંધો ખોલવાથી દુર રહો. જો તમે નવા ધંધાની ઇચ્છા ધરાવો છો, તો ચૈત્ર માસથી કરો, જેથી તમે પુષ્કળ લાભ મેળવી શકો.

4. વાહન ખરીદી :-

જો તમે નવું વાહન ખરીદવાનું આયોજન કરી રહ્યા છો, તો થોડી રાહ જોવી જોઈએ. નવું વાહન ખરીદવા માટે તમારે શુભ મુહુર્તની રાહ જોવી જોઈએ, કારણ કે 14 માર્ચથી 21 માર્ચ સુધી કોઈ પણ શુભ કામ કરવું અવરોધિત છે. તેથી તમારે થોડી રાહ જોવી જોઈએ અને પછી કોઈ નિર્ણય લેવો જોઈએ.

આપણા વડીલો અને અપણા બાપ દાદા પણ આ વસ્તુ કહી ગયા છે. પણ સ્માર્ટ ફોન હાથમાં આવી ગયા પછી અપણે પોતાની જાતને વધુ સ્માર્ટ સમજીએ છીએ અને એમાં જ અપણે થાપ ખાઈ જઈએ છીએ. પછી કેટલીએ મુસીબતોમાં ફસાઈ જઈએ છીએ અને કેટલાય ખોટા પગલા લઈને જીવનમાં પસ્તાવા સિવાય કાંય બચતું નથી અને આત્મહત્યા વગેરે કરવા મજબુર થઇ જઈએ છીએ. જય જય ગરવી ગુજરાત. જય જવાન, જય કિશન, જય હિન્દ…