૧૪ થી ૬૦ વર્ષની ઉંમર વાળા ક્યારેય ન કરો પેસ્ટ, અપનાવો આ દિનચર્યા, રહેશો રોગમુક્ત

પિત્ત પ્રકૃત્તિ વાળા લોકોની દિનચર્યા –પિત્ત પ્રકૃત્તિ વાળા લોકોની ઉંમર ૧૫ થી ૬૦ હોય છે પિત્ત પ્રકૃત્તિ વાળા લોકો ઉપર કફની અસર વધુ થઇ જાય છે તો તેમને વધુ સુવું જરૂરી નથી. જો પિત્ત પ્રકૃત્તિ વાળા લોકો ૭ થિ ૮ કલાક સુઈ રહ્યા છે તો ઘણું છે. ૬ કલાકની ઊંઘ પણ લઇ શકે છે. પણ ૬ કલાકથી ઓછી નહી અને ૮ કલાકથી વધુ ન સુવું.

વાગભટ્ટજી મુજબ સુર્યાસ્ત ના બે કલાક પછી સુઈ જાવ એટલે જો ૬ વાગ્યે સૂર્ય આથમે છે તો ૮ વાગ્યા સુધી સુઈ જાવ અને સવારે ૪ વાગ્યા સુધીમાં ઉઠી જાવ. પિત્ત પ્રકૃત્તિ વાળા લોકો બ્રહ્મમુહુર્તમાં ઉઠી જ જાય તો સારું છે અને બાળકો સુતા જ રહે તો તેમના માટે સારું છે. જો તમે ચાર વાગ્યે ઉઠશો તો તમારો આખો દિવસ સારો અને વ્યવસ્થિત રહેશે. અને જો બ્રહ્મમુહુર્ત પછી ઉઠશો તો તમારો આખો દિવસ નકામો છે તેનું કારણ એ છે કે તમારે જે કરવાનું છે તે ૪ વાગ્યા થી જ શરુ થશે.

૪ વાગ્યે ઉઠો ઉષાપાન કરી, શોચ માટે જાવ, ૧૦-૧૫ મિનીટ તેમાં થશે, પછી દાતણ કરો.

દાંત સાફ કેવી રીતે કરવા – પિત્ત પ્રકૃતિ વાળા લોકો માટે દાંત એવી રીતે સાફ કરવા જે સ્વાદમાં કડવું હોય. કડવું એટલે કડવું અને તીખું છે. આવી વસ્તુથી દાંત સાફ કરવાના છે. કેમ કે તમારી પ્રકૃત્તિ પિત્ત ની છે તો પિત્તને ઓછું કરવું, કે પિત્તને કંટ્રોલ કરીને રાખવું આ કડવી અને તીખી વસ્તુથી જ થશે, તો તેનો અર્થ તમે લીમડાનું દાતણ કરો.

વાગભટ્ટજી એ કોલગેટ માટે મનાઈ કરેલ છે.

અને લીમડાથી પણ સારી તેમણે એક ધાતુ જણાવેલ છે મદાર. કેમ કે તે વધુ કડવું છે અને વધુ તીખું. પછી એક છે બાવળ અને પછી આવે છે અર્જુન, આંબો, બાવળ, અમરુદ છે આવા ૧૨ વૃક્ષોનું તેમણે વર્ણન કરેલ છે કે તેનું દાતણ જ કરવું કોઈ ૧૩ મુ વૃક્ષ દાતણ માટે માન્ય નથી.

તેમણે આગળ લખેલ છે કે જીવનમાં જે ઋતુ હોય ગરમી છે, ઠંડી છે, વરસાદ છે ૩ તો મુખ્ય ઋતુઓ છે. દરેક સીઝન માટે વાગભટ્ટજી એ જુદા દાતણ જણાવેલ છે.

તેઓ કહે છે જયારે ગરમીની ઋતુ છે માનો કે એપ્રિલથી શરુ કરો અને જ્યાં સુધી વરસાદ ની ઋતુ ન આવે, ત્યાં સુધી લીમડાનું દાતણ કરો. આપણા વડવાઓ કહે છે કે ચૈત્ર મહિનો આવી ગયો છે લીમડાના પાંદડા ચાવો, આખું વર્ષ કામ નહિ લાગે. જે વાગભટ્ટ જી ની ગણતરી છે. કેમ કે તે જે સમય છે તેમાં પિત્ત ને ભડકવાથી બચાવવામાં સૌથી વધુ મદદ લીમડો કરશે. તો લીમડાનું દાતણ કરો, નહી તો બાવળ, કે પછી મદરનું દાતણ કરો. પણ ઉનાળામાં સૌથી સારો લીમડો છે.

અને શિયાળાના દિવસોમાં સૌથી સારું દાતણ જામફળ નું છે. જામફળ ના ઝાડનું દાતણ શીયાળા માટે સૌથી સારું છે, અને તે ઉપરાંત જાંબુના ઝાડનું દાતણ જણાવેલ છે વાગભટ્ટજીએ.

પછી તેમણે શીયાળા વિષે જણાવેલ છે કે આંબાનો પણ કરી શકો છો, અર્જુનનો પણ કરી શકો છો. અને જો તમે કહેશો કે આખું વર્ષ જો લીમડાનું કરીએ તો વાગભટ્ટ જી કહે છે કે કરી તો શકો છો પણ ૩ મહિના સતત કરીને પછી થોડા દિવસ માટે છોડી દો પછી ૩ મહિના કરો.

પછી તમે કહેશો કે થોડા દિવસો બંધ કરી દેવું તો પછી બંધ કરેલા દિવસોમાં શું કરવું, તો તેમણે કહ્યું કે દંત મંજન કરો. અને કેવુ મંજન કરવું તો તેમણે કહ્યું છે કે જે વિસ્તારમાં રહીએ છીએ તે વિસ્તારનું તેલ અને તે વિસ્તારનું મીઠું અને તે વિસ્તારની હળદર, આ ત્રણે ભેળવીને પછી પાવડર બનાવીને મંજન કરી શકો છો.

બીજું દંત મંજન તેમણે જણાવેલ છે કે ગાયના છાણને સુકવીને બાળો. તેની રાખમાં થોડું કપૂર ભેળવો થોડું સિંધા મીઠું ભેળવો, ઘણું સારું દંત મંજન છે.

બીજું તેમણે જણાવેલ કે ત્રિફળા ચૂર્ણ છે તેનું દંત મંજન માટે ઝીણું વાટી લો અને ખાવા માટે મોટું રહેવા દો. ઝીણું ત્રિફળા ચૂર્ણ, થોડું સિંધા મીઠી ભેળવીને દાંત ઉપર ઘસો, ઘણું સારું દંત મંજન છે. આવા ૮ પ્રકારના દંત મંજન છે અને ૧૨ દાતણ છે તે જરૂર કરો. એટલે કે બજાર માં મળતા પેસ્ટ ન કરો.

બાગભટ્ટજી અને આધુનિક વિજ્ઞાનની જો સરખામણી કરવામાં આવે તો તમે પિત્તની અસરમાં સવારે સુઈને ઉઠો છો તો મોઢામાં પિત્ત જ ભરેલ હશે. અને આ અસર વધુ હોય છે લાળ ની, તો હવે તેને કંટ્રોલ કરવી છે તો દાંતણ સારું છે. પણ તમે બ્રશ કરશો તો તેમાં ખાંડ છે. ખાંડ છે તો શુગર છે, અને શુગર અને પિત્ત નો ઝગડો છે. તો સવારે ઉઠીને જો તમે પેસ્ટ કરી રહ્યા છો તો સર્વનાશ છે.

ગળી પેસ્ટ જો પિત્તમાં ભેળવો તો પિત્તને ખરાબ કરશે જ, સાથે જ મોઢાને પણ ખરાબ કરશે. કેમ કે સવારે મોઢામાં જો ગળ્યા ની અસરમાં આવે છે તો ૧૦૧ % શક્યતા છે કે તમારા દાંત ખરાબ થવાના વહેલા શરુ થશે. અને નોંધ કરશો તો સમજાશે કે સૌથી પહેલા દાંતમાં જીવાત પડવાની જ છે. એટલે કે દાંત એટલા જ ખરાબ છે. તો વિજ્ઞાનની ગણતરીએ તો ખરાબ જ છે.

ધર્મના હિસાબે એથી પણ ખરાબ છે. બધા ટુથપેસ્ટ અને બ્રશ મરેલા સુવર અને પેપસોડેંટ બની રહેલ છે મરેલ ગાયના હાડકાથી. અને કલોઝ અપ બને છે મરેલ બકરીઓ ના હાડકામાંથી. અને જો તમે શાકાહારી છો, જૈન છો તોતો તમે સવાર સવારમાં હાડકા મોઢામાં નાખી રહ્યા છો ક્યાં ધર્મનું પાલન કરો છો. અને જૈન ધર્મ વાળા એ નથી જાણતા કે જાતે કરેલ હિંસાનું જેટલું પાપ છે પરોક્ષ નું પણ એટલું જ પાપ છે. તો આ જાનવરોને મારવા વાળા ઉપર જેટલું પાપ છે તમારી પાસે પણ એટલું જ છે તો કસાઈ નું પાપ પોતાના શિરે કેમ લેવું. તો કરી દો કોલગેટ ક્લોઝ અપ કરવાનું બંધ.

જો તમને અહિયાં દાંતણ નથી મળતું તો દંત મંજન કરો પણ કોલગેટ કે ક્લોઝ અપ કે પેપ્સોડેંટ બંધ કરી દો. અને ત્રિફળા ચૂર્ણ નું મંજન તમે કોઈપણ ઋતુ માં કરી શકો છો. તો તમે તેનું ધ્યાન રાખો.

રાજીવ દિક્ષિત ભાઈ દ્વારા કહેવાયેલ પ્રવચન