15 કરોડનો પાડો જોઈને ચકિત થઈ ગયા લોકો, પીવે છે 1 કિલો ઘી, ખાય છે બદામ

આપણી આ દુનિયા ઘણી મોટી છે, અને ઘણી અનોખી પણ છે. અહીં જાત જાતના જીવ જોવા મળે છે. અમુક પક્ષી અને પ્રાણીઓ એવા હોય છે કે, જેને જોયા પછી આપણને આપણી આંખો પર વિશ્વાસ નથી થતો. આ દુનિયામાં હજારો જાતિના પશુ પક્ષી છે. અને દરેકની અલગ અલગ વિશેષતા હોય છે. અમુકને આપણે પાળીએ છીએ, તો અમુક ફક્ત જંગલમાં જ જોવા મળે છે. અને પાલતું પ્રાણીઓમાંથી એક વિષે આજે અમે તમને જણાવીશું છે હાલમાં ચર્ચાનો વિષય બનેલો છે. આવો જાણીએ એમાં શું ખાસ છે?

તમને આ વાત જાણીને નવાઈ લાગી શકે છે, પણ રાજસ્થાનના પુષ્કરમાં ભરાયેલા દુનિયાના સૌથી મોટા પશુ મેળામાં આ વખતે એક પાડો આકર્ષણનું કેંદ્ર બન્યો છે. આ પાડાનું નામ ભીમ છે. અને મળતી જાણકારી અનુસાર, આ પાડાની કિંમત લગભગ 15 કરોડ રૂપિયા જણાવવામાં આવી છે. એનું કારણ એ છે કે, 6 વર્ષમાં જ આ પાડાએ સારું કદ મેળવી લીધું છે.

એના માલિક જવાહર જહાંગીરે જણાવ્યું કે મુર્રા જાતિના આ પાડાનું વજન લગભગ 1300 કિલોગ્રામ છે. એના ખાવા પીવા અને દેખરેખ પાછળ લગભગ સૌ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.

પાડાના માલિકે જણાવ્યું કે, ભીમની ડાયટ જો કોઈ સાંભળી લે તો એમને એના પર કદાચ જ વિશ્વાસ થાય. તે રોજ લગભગ 1 કિલો ઘી, અડધો કિલો માખણ, મધ, દૂધ અને કાજુ બદામ બધું ખાય છે. આના ભારે ભરખમ ખાન-પાન પર લગભગ સવા લાખનો ખર્ચ થાય છે. એના સિવાય એક કિલોગ્રામ સરસવના તેલથી આની માલિશ પણ કરવામાં આવે છે.

એમણે જણાવ્યું કે એની સંભાળ રાખવા માટે 4 લોકો રાખવામાં આવ્યા છે. ભીમની ઉંમર 6 વર્ષ છે અને આ ઉંમરમાં જ એણે પોતાની ઉંમરના બીજા પાડા કરતા વધારે કદ કાઠી મેળવી છે. આ પાડાની ઊંચાઈ લગભગ 6 ફૂટ અને લંબાઈ 14 ફૂટ છે. હકીકતમાં આ પાડાનો ઉપયોગ ભેંસના ગર્ભધારણ માટે કરવામાં આવે છે, જેથી તે વધારે દૂધ આપવાવાળી ભેંસ પેદા કરી શકે. એટલા માટે આ પાડાની કિંમત 15 કરોડ રૂપિયા લગાવવામાં આવી છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.