આજે અમે તમને હ્રદયના થોડા વિશેષ રોગ જેવા કે વધતા જતા ધબકારા arrhyhmia ને સામાન્ય કરવા, કોલેસ્ટ્રોલને ઓછું કરવા, હ્રદયને શાંતિ આપવા, બ્લડ પ્રેશર ઓછું કરવા માટે ખુબ જ સરળ અને અસરકારક નુસ્ખો જણાવવા જઈ રહ્યા છીએ. આવો જાણો આ પ્રયોગ.
ગાજરમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટી ઓક્સીડેંટ મળી આવે છે જેવા કે બીટા કૌરોટીન, લાયકોપીન, લ્યુટીન, જીયાજેનથીન, વિટામીન ‘સી’ મળી આવે છે. આ એન્ટી ઓક્સીડેન્ટ પોતાની જાતે કાર્ય કરે છે.
(1) તે એન્ટી ઓક્સીડેંટ આપણા હ્રદય અને શરીરના બીજા અંગોને ફ્રી રેડીકલ્સ ની અસરથી બચાવીને ઓક્સીડેટીવ સ્ટ્રેસ અને સોજો ઓછો કરે છે. જેનાથી આપણી રક્ત વાહિનીઓમાં લોહીનો સંચાર યોગ્ય રીતે થાય છે.
(2) કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું કરે છે.
(3) બાઈલ જે લીવરમાં બને છે તેના ઉત્પાદનને વધારે છે. જેનાથી આપણા આંતરડા વસા (ચરબી) નું સરળતાથી પાચન કરી શકે છે. જેના લીધે શરીરમાં ચરબીનું પ્રમાણ વધતું નથી.
આવો જાણીએ હ્રદય માટે ગાજર ના આ વિશેષ પ્રયોગ.
(1) 5 ગાજર લઇ લો. તેને કોલસાના અંગારા ઉપર પકાવો, પકવ્યા પછી થોડા ઠંડા કરી લો અને તેને છુંદો કરી લો. હવે આ ગાજરમાં કેવડા કે ગુલાબ અર્ક ભેળવીને સાકર ભેળવીને ખાવ. બીજા જો પકાવી શકતા નથી તો ગાજર છોલીને આખી રાત બહાર ઓસરીમાં રહેવા દો. સવારે આ ગાજરને કટકા કરીને કેવડો કે ગુલાબ અર્ક તથા સાકર ભેળવીને ખાવાથી હ્રદયના ધબકારા સામાન્ય થઇ જાય છે.
(2) ગાજરને ઝીણા કરી લો. હવે તેને દુધમાં ઉકાળી લો. જયારે ગાજર પીગળી જાય તો સાકર ભેળવીને ખાવાથી હ્રદયને શાંતિ મળે છે.
(3) ગાજરને ઝીણા કરી દુધમાં ઉકાળીને ખીરની જેમ ખાવાથી હ્રદયને તાકાત મળે છે, લોહીની ઉણપ મટે છે.
(4) ગાજરને સાફ કરીને નાના નાના ટુકડા કરીને મધ ભેળવેલ પાણીમાં ઉકાળો. જયારે ગાજર થોડા નરમ થઇ જાય તો કાઢીને કપડા ઉપર ફેલાવીને થોડા સુકા કરી લો. પછી માત્ર મધમાં ઉકાળીને એક તારી ચાસણી બનાવો અને વાસણમાં રાખો. તેના એક કિલોગ્રામ મુરબ્બા માં 1 થી 2 ગ્રામ તજ, સુંઠ, ઈલાયચી, કેસર, કસ્તુરી તથા જાયફળ નાખી દો. 40 દિવસો પછી આ મુરબ્બા નું સેવન 20 થી 40 ગ્રામ સુધી કરો. આ મુરબ્બો હ્રદયની નબળાઈ અને ઉન્માદ માટે ખુબ ઉત્તમ છે. આ મુરબ્બો ખુબ જ કામોત્તેજક છે અને તે જલોદર માં પણ લાભદાયક છે.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.