15 વર્ષના અરબપતિ બાળક પાસે છે પોતાનું પ્રાઈવેટ જેટ, ફરારી સાથે છે 70 જોડી એયર જોર્ડન બુટ

આજના સમયમાં જેની પાસે પૈસા છે તે સાચા સિકંદર છે, અને તેની પાસે દુનિયાની તમામ તાકાત હોય છે. દોલતની તાકાત તેને પૂછો જેની પાસે પૈસા નથી હોતા, અને તે એક એક રૂપિયા માટે તરસતા રહે છે. અમે તમને એક એવા બાળક વિષે જણાવી રહ્યા છીએ, જેના શોખ જાણીને તમે પણ ચકિત રહી જશો. આ ૧૫ વર્ષના અબજોપતિ બાળક પાસે છે પોતાના પ્રાઈવેટ જેટ. જાણો છો તે બાળક કોણ છે? આવો જાણીએ તેના વિષે વિસ્તારથી.

૧૫ વર્ષના અબજોપતિ બાળક પાસે છે પોતાના પ્રાઈવેટ જેટ :

ઘણા લોકોનું સપનું હોય છે કે તે સેલીબ્રેટીને મળે. પણ આ બાળકની વાત અલગ છે. તેની પાસે ઘણા બધા પૈસા છે અને સ્કુલ તેને ઘરમાં ભણાવવા આવે છે. કાંઈક આવું જીવન દુબઈમાં રહેતા ૧૫ વર્ષના રશીદ બેલ્હાસાનું છે. તેના સપના જોતા પહેલા જ પુરા થઇ જાય છે. રશીદને હંમેશા બોલીવુડ અને હોલીવુડ કલાકારો સાથે સમય પસાર કરવો અને ફોટા પડાવવાનો શોખ છે.

દુબઈમાં રહેતા મની ફિક્સ નામથી ઓળખાતા રશીદ દુબઈના કન્સ્ટ્રકશન બિઝનેસમેન અબજોપતિ સૈફ અહમદ બેલ્હાસાના એકમાત્ર દીકરા છે. તેને કારણે જ તેની રહેણી કરણી ઘણી વિશેષ છે. જે ઉંમરમાં બાળકોને અભ્યાસનું ટેન્શન હોય છે, તે ઉંમરમાં રશીદ દુનિયાભરના સેલીબ્રીટીઝ સાથે હેંગઆઉટ કરે છે. રશીદ સલમાન ખાનના ઘણા મોટા ફેન છે, અને સલમાન ખાન જયારે દુબઈ જાય છે તો રશીદ તેણે મળવા જરૂર જાય છે.

સલમાન ખાન સાથે રશીદે ઘણા ફોટા શેર કર્યા છે, અને યુટ્યુબ ઉપર રશીદની ચેનલ મની ફિક્સના નામથી પોપુલર છે, જેમાં સલમાન સાથે પણ રશીદે વિડીયો શેયર કર્યો છે. રશીદ મુંબઈ ઘણી વખત આવી ગયો છે, અને સલમાન ખાન સાથે ઘણી મુલાકાત કરી ચુક્યો છે.

રશીદ ઈંસ્ટાગ્રામ, ફેસબુક, ટ્વીટર અને યુટ્યુબ ઉપર એક્ટીવ રહે છે. એક ઈન્ટરવ્યુંમાં રશીદે જણાવ્યું હતું કે, અમેરિકી રેપર વીજ ખલીફા તેના સારા દોસ્ત છે, અને તે બધા તેના ફાર્મ હાઉસ ઉપર ફરવા જાય છે. ક્યારે ક્યારે વ્યસ્ત હોવાને કારણે આ સેલીબ્રીટીઝને પણ મનાઈ કરવી પડે છે. તેની લોકપ્રિયતાનો અંદાઝ ઈંસ્ટાગ્રામ ઉપર તેના ૮ લાખ ફોલોઅર્સથી લગાવી શકાય છે.

તેના પિતાએ રશીદને એક પ્રાઇવેટ જેટ પણ આપ્યું છે, જેમાં રશીદ ફરવા જાય છે અને તેની પાસે ૭૦ જોડી એયર જોર્ડનના બુટ પણ છે. તે એક ફેશન લાઈના કો-ઓનર પણ છે, જ્યાં ઘણા સ્ટાર પોતાના માટે ડ્રેસ ખરીદવા આવે છે. રશીદે ઘણી વખત પ્રાઇવેટ જેટમાં સફર કરતા સમયના ફોટા શેયર પણ કર્યા છે, અને તેની પાસે ફરારી કાર પણ છે. તેને સ્નીકર્સનો પણ ઘણો શોખ છે, અને એટલું જ નહિ રશીદનો પોતાનો ઓનલાઈન શોપિંગ સ્ટોર પણ છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.