15 વર્ષની છોકરીએ તોડ્યો સચિનનો 30 વર્ષ જૂનો રેકોર્ડ, મેદાનમાં ચીસો પાડતી હતી- ‘સચિન સચિન…’

ભારતીય ક્રિકેટને દિવસેને દિવસે નવું સ્તર મળતું જાય છે, જેમાં અવાર નવાર નવા સ્ટારો ઉભરીને સામે આવી રહ્યા છે. પછી તે વાત પુરુષ ક્રિકેટની ટીમની હોય કે પછી મહિલા ક્રિકેટ ટીમની. બંને ક્રિકેટ ટીમ વિશ્વમાં ભારતનું નામ રોશન કરી રહી છે. તે બાબતમાં આજે અમે વાત મહિલા ક્રિકેટ ટીમની કરીશું, જેમાં એક ખેલાડીએ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરનો રેકોર્ડ તોડી દીધો છે. આ ખેલાડીનું નામ શફાલી વર્મા છે, જેની ઉંમર માત્ર ૧૫ વર્ષ છે. એટલું જ નહિ ૧૫ વર્ષની શફાલી વર્માએ સચિન તેંદુલકરનો વર્ષો જુનો રેકોર્ડ તોડી નાખ્યો.

શફાલી વર્માએ ન માત્ર સચિન તેંદુલકરનો રેકોર્ડ તોડ્યો છે, પરંતુ તેણે હીટમેનને પણ પાછળ રાખ્યો છે. શફાલી વર્મા ૯ વર્ષની ઉંમરમાં મેદાનમાં ઉભી રહીને સચિન સચિનની બુમો પાડતી હતી, ત્યાર પછી તે શફાલી વર્મા ૧૫ વર્ષની ઉંમરમાં સચિન જેવો જુસ્સો અને જોશ તેનામાં જોવા મળી રહ્યો છે. શફાલી વર્માએ ઇન્ટરનેશનલ મેચ રમતા પોતાની અડધી સદી કરી, ત્યાર પછી આખી દુનિયા તેની દીવાની થઇ ગઈ અને દરેક તેના નામની માળા જપી રહ્યા છે.

તુટ્યો સચિનનો ૩૦ વર્ષ જુનો રેકોર્ડ :

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરે ૩૦ વર્ષ પહેલા ઇન્ટરનેશનલ લેવલ ઉપર સૌથી નાની ઉંમરમાં અડધી સદી બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો, જે સમયે તેની ઉંમર ૧૬ વર્ષ હતી, તેવામાં હવે શફાલીએ ૧૫ વર્ષની ઉંમરમાં સચિનનો ત્રીસ વર્ષ જુનો રેકોર્ડ બ્રેક કરી દીધો. શફાલી વર્માની ઉંમર માત્ર ૧૫ વર્ષ છે, જેમણે ૪૯ દડામાં ૭3 રનની સુંદર પાળી રમી. એટલે કે ભારતીય મહિલા ટીમને એક સચિન મળી ગઈ છે, જે એક લાંબી પાળી રમવાની ઈચ્છા સાથે મેદાનમાં આવે છે.

શફાલી વર્માએ ન માત્ર સચિનનો રેકોર્ડ તોડ્યો પરંતુ તેમણે રોહિત શર્માનો સૌથી નાની ઉંમરમાં ટી-૨૦ માં ૫૦ રન બનાવવાનો રેકોર્ડ પણ તોડી દીધો, ત્યાર પછી તે પહેલી ભારતીય બની ગઈ, જેમણે ટી-૨૦ માં સૌથી નાની ઉંમરમાં ૫૦ રન બનાવ્યા. શફાલી વર્માને ક્રિકેટ બાળપણથી જ પસંદ હતું જેને કારણે જ તે સચિન તેંદુલકરને રમતા જોતી હતી અને તેને ચીયર્સ કરવા માટે તે મેદાનમાં પણ જતી હતી. પરંતુ ત્યાં સુધી પહોંચવાની સફર તેમના માટે સરળ ન હતી.

મીડિયા અહેવાલ મુજબ શફાલી વર્માને ક્રિકેટ એકેડમીમાં પ્રવેશ મળતો ન હતો, કેમ કે તે એક છોકરી હતી, તેવામાં તેના માટે ત્યાં સુધી પહોચવું ઘણું મોટી વાત છે. શફાલી વર્માએ એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું કે, તેના પિતા ઇચ્છતા હતા કે તેની દીકરી ઇન્ટરનેશનલ લેવલ ઉપર ક્રિકેટ રમે. જો કે હવે તે સપનું પૂરું થઇ ગયું છે. એટલે કે શફાલી વર્માના હાથમાં ભારતીય ક્રિકેટ ટીમનું ભવિષ્ય ઉજ્વળ જોવા મળી રહ્યું છે, અને તેના ફેંસ તો એવું ઈચ્છે છે કે તે ભારતની બીજી સચિન બની જાય.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.