ફિલ્મ હોય કે પછી ટીવીની દુનિયા, તે ઘણી જ રંગીન છે. ખાસ વાત તો એ છે કે જેટલી અહીયાની દુનિયા રંગીન છે એટલી જ વધુ અહિયાં કામ કરવા વાળા કલાકારોની દુનિયા પણ રંગીન છે. તમે ઘણી વખત તો કલાકારોના લવ અફેયર અને બ્રેકઅપ વિષે સાંભળ્યું જ હશે.
પરંતુ આજે અમે તમને ટીવી જગતમાં કામ કરવા વાળી તે પ્રસિદ્ધ અભિનેત્રીઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે ઘણી જ નાની ઉંમરમાં પ્રસિદ્ધી પ્રાપ્ત કરી લીધી છે, પરંતુ તેની સાથે સાથે તે પોતાનું દિલ પણ ખોઈ બેઠી. કેમ કે તેને પ્રેમ થઇ ગયો, તો આવો જાણીએ આ માસુમ એવી અભિનેત્રીઓ વિષે જે અવાર નવાર ટીવી જગતમાં ધમાલ મચાવી રહી છે.
જન્નત જુબેર રહમાની :-
આ યાદીમાં પહેલું નામ જન્નત જુબેર રહમાનીનું આવે છે. જેને આજના સમયમાં દરેક સારી રીતે ઓળખે છે. આમ તો તે માત્ર ૧૭ વર્ષની છે, પરંતુ વાત કરીએ તેની પર્સનાલીટીની તો તે ઘણી હોટ અને સ્ટાઇલઇશ દેખાય છે. સમાચારો મુજબ આજકાલ જન્નત ફેસલ શેખનર ડેટ કરી રહી છે. એટલું જ નહિ બંનેને ઘણી વખત સાથે પણ જોવા મળેલા છે. તેમની વચ્ચે દોસ્તી ઘણી જ સારી છે. ખાસ વાત તો એ છે કે આ બંને જ સોશિયલ મીડિયા ઉપર પ્રસિદ્ધ છે.
રીમ શેખ :-
હવે વાત કરીએ આ લીસ્ટમાં આવનારી બીજી અભિનેત્રીની જેનું નામ રીમ શેખ છે, રીમ શેખને તો તમે બધાએ ઝી ટીવીની પ્રસિદ્ધ સીરીયલ ‘તુઝ સે હે રાબ્તા’ માં જોઈ હશે. રીમ શેખ આ સીરીયલમાં કલ્યાણીનું પાત્ર નિભાવી ચુકી છે.
આમ તો એ વાત પણ સાચી છે કે તે આજકાલ પોતાના રોલથી વધુ સંબંધોને લઈને ચર્ચામાં છવાયેલી છે. કહેવામાં આવી રહ્યું છે કે ૧૬ વર્ષની રીમ શેખનું દિલ ૩૪ વર્ષમાં તેના કો-સ્ટાર અભિનેતા સહબાન અજીમ માટે ધબકી રહ્યું છે. રીમ શેખ તેને ડેટ કરી રહી છે. આમ તો જોવામાં આવે તો રીયલ લાઈફમાં પણ આ બંનેની કેમેસ્ટ્રીની લોકો ઘણી પ્રસંશા કરી રહ્યા છે.
અવનીત કોર :-
હવે વારો આવે છે ત્રીજી અભિનેત્રીનું જેનું નામ અવનીત કોર છે. તેની પ્રસિદ્ધી કંઈક એવી છે કે તેની ઓળખાણ આપવા માટે બસ નામ જ પુરતું છે. આજકાલ તે સબ ટીવી ઉપર આવતી પ્રસિદ્ધ સીરીયલ અલાદીનમાં મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે.
તમે પણ આ સીરીયલ જોઈ હશે, તો તેની સાથે કો સ્ટારનું પાત્ર નિભાવી રહેલા અભિનેતા સિદ્ધાર્થ નિગમને તો તમે ઓળખતા જ હશો. સમાચાર આવતા રહે છે કે આ બંને રીલ જ નહિ પરંતુ રીયલ લાઈફમાં પણ ઘણા નજીક આવી રહ્યા છે. આમ તો તે પણ સત્ય છે કે અવનીત કોરની ઉંમર આશરે ૧૮ વર્ષ છે અને સિદ્ધાર્થ નિગમ ૧૯ વર્ષના છે.
અર્શીફા ખાન :-
હવે વાત કરીએ ચોથી અભિનેત્રીની જેનું નામ અર્શીફા ખાન છે. તે આજકાલ સોશિયલ મીડિયા ઉપર આગ લગાવી રહી છે. અર્શીફા ખાનની સુંદરતા કંઈક એવી છે કે લાખો લોકો તેના દીવાના થઇ ગયા છે. એટલું જ નહિ તમે બધાએ તેને સ્ટાર પ્લસની પ્રસિદ્ધ સીરીયલ વીર દી અરદાસ વીરા, જીની વ જુજુ ઉપરાંત બીજા ઘણા શો માં પણ જોયા હશે. અર્શીફા ખાનની ઉંમર આશરે ૧૬ વર્ષ છે જેને એક બોયફ્રેન્ડ પણ છે.
અદિતિ ભાટિયા :-
હવે વારો આવે છે તે અભિનેત્રી જેનું નામ અદિતિ ભાટિયા છે. આમ તો તમે બધાએ તેને સ્ટાર પ્લસની પ્રસિદ્ધ સીરીયલ યે હે મોહબ્બતેમાં રુહીનું પાત્ર નિભાવતા જોઈ હશે, આ સીરીયલ પછી દરેક તેને ઓળખવા લાગ્યા. આમ તો અદિતિ પોતાની સુંદરતા ઉપરાંત એક સારી અભિનેત્રી માટે પણ ઓળખવામાં આવે છે. આમ તો અદિતિની ઉંમર આશરે ૨૦ વર્ષ છે, પરંતુ આ ઉંમરમાં પણ તેને એક બોયફ્રેન્ડ છે. જેનું નામ અભિષેક વર્મા છે. સીરીયલ યે હે મોહબ્બતેમાં અભિષેક તેના ભાઈનું પાત્ર નિભાવે છે.
ભલે આ બધી અભિનેત્રીઓએ લોકો સામે સ્વીકાર્યું નથી પણ તેમના ફેન્સનું એવું માનવાનું છે કે આ જ તેમના બોયફ્રેન્ડ છે.
આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.