ATM કાર્ડ પર છપાયેલો 16 અંકોનો નંબર ઘણું બધું જણાવે છે, કાર્ડનો ઉપયોગ કરતા પહેલા જાણવું છે જરૂરી.

શું તમે જાણો છો એટીએમ કાર્ડમાં છપાયેલા 16 આંકડાનો અર્થ શું થાય છે, અહિયાં જાણો તેના વિષે.

દુનિયાભરમાં મોટા પાયે ક્રેડીટ અને ડેબીટ કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. ભારત પણ તેનાથી પાછળ નથી. ભારતમાં કરોડો લોકો આ સુવિધાનો લાભ લે છે. એટીએમ કાર્ડ આવ્યા પછી બેન્કિંગ ઘણું સરળ બની ગયું છે. જરૂર વખતે લોકો એ કાર્ડની મદદથી કોઈ પણ એટીએમ માંથી પૈસા કાઢી શકે છે.

આજકાલ તો ઓનલાઈન પેમેન્ટ માટે પણ એટીએમ કાર્ડનો ઉપયોગ મોટા પાયે કરવામાં આવી રહ્યો છે. આમ તો જયારે પણ તમે ડેબીટ કાર્ડથી ઓનલાઈન પેમેન્ટ કરો છો, તો તે વખતે 16 આંકડાનો એટીએમ નંબર નાખવાનો હોય છે. પણ શું તમે જાણો છો એટીએમ કાર્ડમાં દર્શાવેલ 16 આંકડાનો શું મતલબ થાય છે? જો નહિ, તો આજે અમે તમને તેના વિષે જણાવવાના છીએ. આ કડીમાં આવો જાણીએ કે એટીએમ કાર્ડ ઉપર છાપેલા આ 16 આંકડાની સંખ્યા કઈ કઈ વસ્તુ દર્શાવે છે.

પહેલો આંકડો : એટીએમ કાર્ડમાં છાપેલો પહેલો આંકડો એ દેશાવે છે કે કાર્ડને કોણે બહાર પાડ્યું છે. આ આંકડાને મેજર ઇન્ડસ્ટ્રી આઈડેંટીફાયરના નામથી પણ ઓળખવામાં આવે છે. અલગ અલગ ઇન્ડસ્ટ્રી માટે આ અંક પણ અલગ અલગ હોય છે.

આગળના 5 આંકડા : પહેલા આંકડા પછીના બીજા 5 આંકડા તે કંપની વિષે જણાવે છે, જેણે તેને બહાર પાડ્યું છે. તેને ઈશ્યુર આઈડેંટીફીકેશન નંબરના નામથી ઓળખવામાં આવે છે. જેમ કે માસ્ટર કાર્ડ – 51XXXX-55XXXX, વિઝા 4XXXXX

આગળના 9 આંકડા : ત્યાર પછીના જે 9 આંકડા હોય છે, તે બેંક એકાઉન્ટ નંબર સાથે લીંક હોય છે. તે આંકડો તમારો બેંક એકાઉન્ટ નંબર નથી હોતો પણ તેની સાથે લીંક હોય છે. તે કાર્ડમાં છપાયેલા છેલ્લા નંબર ચેક ડિજિટના નામથી ઓળખવામાં આવે છે. તેનાથી કાર્ડની વેલિડિટી કે કહો કે તેની વૈધતા વિષે જાણી શકાય છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.