16 વર્ષ પછી આવી દેખાય છે ‘કલ હો ન હો’ની નાની જીયા, હવે ઓળખવી મુશ્કેલ.

‘કલ હો ન હો’ની નાનકડી જીયાને ઓળખવી થઈ મુશ્કેલ, સુંદરતા એટલી કે બોલિવૂડ હિરોઈનને આપે ટક્કર

શાહરૂખ ખાન, પ્રીતિ ઝિન્ટા અને સૈફ અલી ખાનની સુપરહિટ ફિલ્મ ‘કલ હો ના હો’એ દર્શકો ઘણા રડાવ્યા અને ખૂબ હસાવ્યા હતા. ફિલ્મ ‘કલ હો ના હો’ ના ગીતો લોકો આજે પણ રસપૂર્વક સાંભળે છે. આ ફિલ્મના બધા પાત્રો લોકોના દિલોમાં આજે પણ જીવંત છે, જેના કારણે ઘણા લોકો આ ફિલ્મને આજે પણ જુએ છે. આ સંબંધમાં આ ફિલ્મમાં એક નાની છોકરી જીયા કપૂરે પ્રીતિ ઝિન્ટાની બહેનનું પાત્ર ભજવ્યું હતું, જેને લોકોએ ખૂબ પસંદ કર્યું હતું. જીયા કપૂરે પોતાના મોહક સ્મિતથી લોકોના દિલ જીતી લીધા હતા. તો ચાલો જાણીએ કે અમારા લેખમાં તમારા માટે શું ખાસ છે?

ફિલ્મ ‘કલ હો ના હો’ માં તમને પ્રીતિ ઝિન્ટાની નાની બહેન જિયા કપૂર તો યાદ હશે? હા, ફિલ્મ ‘કલ હો ના હો’ માં જીયા કપૂરની ભૂમિકા નિભાવનારી છોકરીનું નામ ઝનક શુક્લા છે. ઝનક શુક્લાએ જ્યારે ફિલ્મ ‘કલ હો ના હો’ માં જીયા કપૂરની ભૂમિકા ભજવી હતી, ત્યારે તે 7 વર્ષની હતી, જે હવે 23 વર્ષની થઈ ગઈ છે. એટલું જ નહીં, ઝનક શુક્લાએ ઘણી સિરિયલોમાં પણ કામ કર્યું છે, ત્યાર પછી તેણે પોતાને અભિનયની દુનિયાથી દૂર કરી દીધી છે અને હવે તે એક સમાજ સેવિકા બનવા માંગે છે.

23 વર્ષની થઇ ગઈ છે નાની જીયા કપૂર

ફિલ્મ ‘કલ હો ના હો’ ની નાની જિયા કપૂર હવે ઘણી મોટી થઇ ગઈ છે. એટલું જ નહીં, પહેલાની તુલનામાં તેમનો રહેણીકરણી પણ બદલાઈ ગઈ છે. નિર્દોષ દેખાતી જીયા કપૂર એટલે કે ઝનક શુક્લા હવે ખૂબ જ સુંદર થઈ ગઈ છે. એટલું જ નહીં ઝનકની તસવીરો જોઈને એવું જરા પણ નહિ કહી શકાય કે તેણે જ જિયા કપૂરનું પાત્ર ભજવ્યું હતું. ઠીક છે, ફિલ્મ ‘કલ હો ના હો’ માં જીયા કપૂરે તેના મોહક સ્મિતથી લાખો દિલોને જીતી લીધા હતા.

આ સિરિયલોમાં પણ જોવા મળી ચુકી છે

બાળ કલાકાર તરીકેની ફિલ્મો ઉપરાંત ઝનક શુક્લા સિરિયલમાં પણ જોવા મળી ચુકી છે. સીરિયલ ‘સોનપરી’ અને ‘કરિશ્મા કા કરિશ્મા’માં પોતાના અભિનયનો જાદુ પાથરી ચુકેલી ઝનક શુક્લા તે દિવસોમાં બાળકોમાં ખૂબ ફેમસ હતી. ધીરે ધીરે ઝનક શુક્લા ઘર ઘરમાં પ્રસિદ્ધ થવા લાગી હતી, પરંતુ પાછળથી તેનું મન અભિનયથી ભરાઈ ગયું અને તેણે પોતાના અભ્યાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. ઝનક શુક્લા ભલે અભિનયની દુનિયાથી દૂર થઇ ગઈ હોય, પરંતુ સોશિયલ મીડિયા ઉપર હંમેશા એક્ટિવ રહે છે.

ઝનક શુક્લા એક સમાજ સેવિકા બનવા માંગે છે

ઝનક શુક્લા હાલમાં તેનો અભ્યાસ પૂરો કરી રહી છે, જ્યારે તેમને એકવાર પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે અભિનય કરવાનું મન નથી થતું, કેમ કે ભણવાનું બરાબર થઈ શકતું નથી. ઝનક શુક્લાએ વધુમાં કહ્યું કે હું એક એનજીઓ ખોલવા માંગુ છું અને જરૂરીયાત વાળા લોકોની મદદ કરવા માંગુ છું. ઝનક શુક્લાના સોશ્યલ મીડિયા ઉપર હજારો ફોલોઅર્સ છે, જ્યાં તે પોતાના ફોટા શેર કરતી રહે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.