16 વર્ષની ઉંમરમાં લતાજી ના PA સાથે લગ્ન કરી પછતાઈ હતી આશા ભોંસલે, પછી આર ડી બર્મન સાથે લવસ્ટોરી…

આજકાલ મીડિયા ઉપર ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણને રસપ્રદ જાણકારી મળતી હોય છે, જેમાં અમુક કિસ્સા એવા હોય છે જેના વિષે જાણીને આપણને નવાઈ લાગે છે, અને અમુક કિસ્સા એવા પણ હોય છે જે જાણીને આપણને ધૃણા પણ ઉપજે છે. જેના વિષે લોકો એકદમથી અજાણ હોય છે, અને આજે અમે એક એવી બાબત તમારી સામે મુકવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ તમે અજાણ હશો. આવો જાણીએ તે બાબત વિષે.

બોલીવુડમાં દરેકની પોતાની કહાની છે જેને લોકોએ ક્યારેક પસંદ કરી તો ક્યારેક તેની ટીકા કરી. ઘણા બધા કલાકારોની લવ સ્ટોરીજ તમે જોઈ અને સાંભળી હશે પરંતુ આજે અમે તમને બોલીવુડની આશા તાઈ એટલે કે આશા ભોંસલે વિષે જણાવીશું. ૧૬ વર્ષની ઉંમરમાં દીદીના પીએ સાથે લગ્ન કરીને પછતાઈ હતી આશા ભોંસલે, શું તમે જાણો છો તેના વિષે આ વાતો?

૧૬ વર્ષની ઉંમરમાં દીદીના પીએ સાથે લગ્ન કરી પછતાઈ હતી આશા ભોંસલે

બોલીવુડમાં ઘણા સમયથી દુર મહાન ગાયિકા આશા ભોંસલેએ જુદી જુદી ભાષાઓમાં ૧૪ હજાર ગીત ગાયા છે. ૯ વર્ષની ઉંમરમાં તેમના પિતાનું અવસાન થઇ ગયું હતું અને પોતાની મોટી બહેન લતા મંગેશકરને સાથ આપવા માટે તેની સાથે ગીત અને અભિનય કરવાનું શરુ કરી દીધું. તેમને જયારે કારકિર્દીની શરુઆતમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો, તે દરમિયાન ગીતા દત્ત, શમશાદ બેગમ અને લતા મંગેશકરનું નામ ઇન્ડસ્ટ્રીમાં આવી ગયું હતું.

આશા તાઈને ૧૬ વર્ષની ઉંમરમાં જ લતા મંગેશકરના પર્સનલ સેક્રેટરી ગણપત રાવ ભોંસલે સાથે પ્રેમ થઇ ગયો હતો અને પછી લગ્ન કરી લીધા. ઘરવાળા વિરુદ્ધ જઈને લગ્ન કર્યા પરંતુ થોડા વર્ષો પછી ગણપત અને તેના ભાઈ આશાજીને મારવા લાગ્યા. એટલું જ નહિ પતિના કુટુંબ વાળા આશાને તેના ઘરવાળા સાથે મળવા દેતા ન હતા.

આશાજીએ ઘણી વખત લતા દીદીને મળવાનો પ્રયાસ કર્યો પરંતુ બંનેની મુલાકાત ન થઇ શકી. વર્ષ ૧૯૬૦માં આશા પ્રેગ્નેન્ટ હતી. આશાજીના મોટા દીકરા હેમંતનું અવસાન થઇ ગયું છે, તેની દીકરી વર્ષાએ વર્ષ ૨૦૧૨માં આત્મહત્યા કરી લીધી હતી અને તેના નાના દીકરા આનંદ સાથે તે રહે છે. પતિથી અલગ રહ્યા પછી આશા ભોંસલેએ ફિલ્મોમાં પોતાની કારકિર્દી બનાવવા ઉપર ધ્યાન આપ્યું અને આગળ વધવા લાગી.

રેકોર્ડીંગ દરમિયાન જ તેની મુલાકાત રાહુલ દેવ બર્મન સાથે થઇ અને બંને વચ્ચે પ્રેમ થઇ ગયો. વર્ષ ૧૯૮૦માં બંનેએ લગ્ન કરી લીધા અને છેલ્લા સમય સુધી આશા તાઈએ તેની સાથે પ્રેમ જાળવી રાખ્યો. આશા ભોંસલેએ ૭૦, ૮૦ અને ૯૦ના દશકમાં ઘણા સારા સુપરહિટ ગીતોમાં પોતાનો અવાજ આપ્યો. તેમને વર્ષ ૨૦૦૮માં પદ્મવિભૂષણ, વર્ષ ૨૦૦૧માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. બે વખત તેમણે ઇન્ટરનેશનલ એવોર્ડ અને ફિલ્મફેયર, ઝી સીને, ઇન્ટરનેશનલ વ્યુવર, સ્ક્રીન લાઈફટાઈમ અચીવમેંટ એવોર્ડસથી સન્માનિત કરવામાં આવ્યા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.