160 કરોડ રૂપિયાના બંગલાના માલિક છે ‘બિગ બી,’ ફોટામાં જુઓ લક્ઝરી દુનિયા

અમિતાભ બચ્ચનને બોલીવુડના શહેનશાહ કહેવામાં આવે છે. આજના સમયમાં કદાચ જ એવો કોઈ માણસ હશે જે બીગ બી થી પરિચિત નહી હોય. એક સમયમાં બેક ટુ બેક સુપરહિટ ફિલ્મોમાં કામ કરવા વાળા અમિતાભ બચ્ચનની ઉંમર ભલે આજે 76 સુધી પહોચી ચુકી છે, પણ તેની ફિટનેસ અને એક્ટિંગ આજે પણ મોટા મોટા અભિનેતાઓને પડકાર આપે છે. બીગ બીએ પોતાના જીવનમાં નામ સિવાય દોલત અને શોહરત પણ સૌથી વધુ કમાયા છે. તેમની મહેનતના લીધે આજે તેમની પાસે એવી દરેક લગ્ઝરી વસ્તુ આવેલી છે, જેની દરેક સામાન્ય માણસ આશા રાખે છે.

તેનો અર્થ છે કે આજે જે અમિતાભ બચ્ચનને આપણે જાણીએ છીએ, તે શરૂથી આવા નહોતા. બીગ બી એ પણ એક સાધારણ વ્યક્તિની જેમ જ જીવનમાં ઘણા ઉતાર ચડાવમાંથી પસાર થવું પડ્યું હતું. ત્યાં સુધી કે જયારે તે એક્ટિંગમાં નસીબ આજમાવવા મુંબઈ આવ્યા હતા, તો તેમની પાસે પોતાનું માથું છુપાવવા માટે ઘર પણ નહોતું. પણ નસીબે કેટલાક એવા વણાંક લીધા કે દર દરની ઠોકરો ખાવા વાળા બીગ બી આજે 160 કરોડ રૂપિયાના આલીશાન બંગલાના માલિક છે. માત્ર એટલું જ નહી આજે તેમની પાસે આ બંગલામાં તેના સિવાય 4 લક્ઝરી બંગલા છે.

જણાવી દઈએ કે અમિતાભ બચ્ચનનો જન્મ ઇલાહાબાદમાં 11 ઓક્ટોબર 1942માં થયો હતો. તે 90 ના દશકના બોલીવુડ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર રહી ચુક્યા છે. તેમની દમદાર એક્ટિંગના કારણે એક સમયમાં દરેક ડાયરેક્ટર અને પ્રોડ્યુસર તેમને પોતાની ફિલ્મમાં કાસ્ટ કરવા માંગતા હતા. આજે તે ઘરડા થઇ ચુક્યા છે પણ આજે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે પોતાના મૂળથી જોડાયેલા છે. તેમની લોકપ્રિયતા અને ફેન ફોલોયિંગ સમય સાથે વધુ વધતી જાય છે.

સુત્રોનું માનીએ તો આ દિવસોમાં અમિતાભ બચ્ચન મુંબઈના જુહુમાં પોતાના લગ્ઝરીયસ બંગલા “જલસા” માં પરિવાર સાથે રહી રહ્યા છે. તેમનો આ બંગલો લગભગ 10 હજારથી પણ વધારે સ્ક્વેર ફીટમાં ફેલાયેલો છે, જેની કિંમત 160 કરોડ રૂપિયા નજીક છે.

બીગ બી ના “જલસા” ની એક બીજી ખાસિયત છે કે આ બંગલામાં એક એવી દીવાલ છે, જ્યાં તેમના નાનપણથી લઈને ઘરડા સુધીના બધા ફોટા સમાવિષ્ટ છે. આ ફોટામાં તેમના પરિવારના સભ્યોમાં તેમની સાથે સમાવિષ્ટ છે. તેટલું જ નહી બીગ બી એ પોતાના આ બંગલામાં પિતા હરિવંશ રાય બચ્ચન અને માં તેજી બચ્ચન સંબંધિત વસ્તુઓ પણ યાદગીરી માટે રાખેલી છે. આ બંગલો દેખાવે કોઈ આલીશાન ફાઈવ સ્ટાર હોટેલથી ઓછો નથી. અહીના ડ્રોઈંગ રૂમથી લઈને લીવીંગ એરિયા સુધી પણ રૂમની સજાવટ ખુબ સુંદર છે.

જણાવી દઈએ કે “જલસા” ને અમિતાભ બચ્ચને ચંડીના શો પીસથી સજાવ્યા છે. આ બંગલામાં તમને ખુબ સારા એન્ટીક પેન્ટિંગ અને ફ્લોરીન્ગ્સ પણ જોવા મળશે, જે કોઈને પણ પોતાની તરફ આકર્ષિત કરી લેશે. ઇટાલિયન માર્બલના ફલોરિંગ તેમના ઘરની સુંદરતાને ચાર ચાંદ લગાવે છે. વાત બાથરૂમ ફીટીંગ્સની કરીએ તો બધા ફીટીંગ ફ્રાંસ અને જર્મનીથી ખાસ રીતે મંગાવેલી છે. બંગલાના દરેક રૂમ એક ખાસ થીમ પર આધારિત રાખેલા છે જે બંગલાની શોભા બે ગણી કરે છે.