17 વર્ષ પછી કંઈક આવા અંદાઝમાં દેખાઈ તમારી ફેવરેટ ‘કુમકુમ’, વજન વધવાથી ભોગવવી પડી આવી મુશ્કેલી

ભારતમાં જેટલી લોકપ્રિયતા ફિલ્મ સ્ટારને હોય છે તેનાથી ઘણી વધુ ટીવી સ્ટાર્સની હોય છે કેમ કે ફિલ્મોમાં તો કલાકારો એક જ વખત જોવા મળે છે પરંતુ સીરીયલ સામાન્ય લોકોના દિલોથી લઈને ઘર ઘર સાથે જોડાયેલી હોય છે. હિન્દી ફિલ્મી કલાકારો માંથી એક છે હિરોઈન જુહી પરમાર, જેમણે એક સમયે સીરીયલ ‘કુમકુમ’ માં મુખ્ય હિરોઈન તરીકે કામ કર્યું હતું અને તેની ઓળખ કુમકુમ તરીકે જ ઘર ઘરમાં થઇ ગઈ હતી. એક સમયમાં ઘણી જ સુંદર લગતી હતી અને પછી ૧૭ વર્ષ પછી કાંઈક આવી દેખાઈ રહી છે તમારી ફેવરીટ ‘કુમકુમ’

શું તમે જાણો છો હાલના દિવસોમાં તે ક્યા છે?

૧૭ વર્ષ પછી કાંઈક આવી દેખાઈ રહી છે તમારી ફેવરીટ ‘કુમકુમ’

૧૪ ડીસેમ્બર, ૧૯૮૦ના રોજ ઉડીસાના ઉજ્જેનમાં જન્મેલી જુહી પરમાર ઘણી ટેલેન્ટેડ હિરોઈન રહી છે. ૧૭ વર્ષ પહેલા જુહી પરમારે કુમકુમ પ્યારા સા બંધનમાં કામ કર્યું હતું. આ સીરીયલમાં જુહી પરમારે એક સારી વહુ, પત્ની અને માં નું સુંદર એવું પાત્ર ભજવ્યું કે લોકો તેના ફેન બની ગયા. ત્યારપછી વાસ્તવિક જીવનમાં પણ લોકો તેને કુમકુમ કહીને બોલાવવા લાગ્યા.

વર્ષ ૨૦૦૨માં તે સિરિયલ પ્રસારિત થઈ હતી અને તેમાં જુહીની જોડી હુસેન કુવાજર સાથે બની હતી અને તે ઉપરાંત શો માં અરુણ બાલી અને રાતા ભાદુડી પણ જોવા મળી હતી. આ શો ૭ વર્ષ સુધી ચાલ્યો અને પછી પાછળથી તેને બંધ કરી દેવામાં આવ્યો. આ સીરીયલ પછી જુહી ઘણી સીરીયલોમાં જોવા મળી જેમાં વિરાસત, કુસુમ, દેવી, ક્યોકી સાસ ભી કભી બહુ થી, તેરે ઈશ્કને અને સંતોષી માં રહેલી છે.

તે ઉપરાંત જુહી ઘણા રીયાલીટી શો નો પણ ભાગ બની છે જેમાં પતિ-પત્ની ઓર વો, નચ બલીએ, બીગ બોસ, વો ઓર કિચન ચેમ્પિયન-5 જેવા શો રહેલા છે. સીરીયલ કુમકુમ પછી જુહી પરમારના લુકમાં ઘણો ફેરફાર આવ્યો અને વચ્ચે તેનું વજન ઘણું વધી પણ ગયું હતું.

પોતાના વધેલા વજનનો ખુલાસો જુહીએ રીયાલીટી શો બીગ બોસ-5 માં કર્યો હતો. થોડા વર્ષ પહેલા ઇકનોમિક્સ ટાઈમ્સને આપેલા પોતાના એક ઈન્ટરવ્યુંમાં જુહીએ પોતાના વધેલા વજનની ચર્ચા કરી હતી અને જણાવ્યું, હું ફરી વખત કામ શરુ કરવા માગતી હતી પરંતુ મારુ વજન મારી કારકિર્દીની વચ્ચે આવી ગયું જે મેડીકલ રીઝન્સને કારણે જ વધ્યું હતું.

ઇન્ડસ્ટ્રીમાં કોઈપણ તર્ક નથી ચાલતા અને મારા માટે વજન ઓછું કરવું જ મારું પહેલુ ફોકસ બન્યું. જુહીએ પોતાનું વજન ઘણું ઓછું કરી લીધું છે અને હવે તે એકદમ ફીટ થઇ ગઈ છે. જુહી પરમારે ૧૭ કિલો વજન ઓછું કરીને કરમફર દાતા શનીથી કમબેક કર્યો અને આ સીરીયલ ૨૦૧૮માં ઓનએયર થઇ હતી.

જુહીને છેલ્લી વખત સીરીયલ તંત્રમાં જોઈ હતી. જુહીએ કલાકાર સચિન શ્રોફ સાથે વર્ષ ૨૦૦૯માં લગ્ન કર્યા હતા અને વર્ષ ૨૦૧૨માં જુહી બીગ બોસની વિનર બની હતી અને ત્યારપછી તેમણે પોતાની દીકરી સમાયરાને જન્મ આપ્યો.થોડા સમય પછી તેના અને સચિનના સબંધો બગડ્યા અને તેણે છૂટાછેડા લઇ લીધા. વર્ષ ૨૦૧૮માં છૂટાછેડા પછી પણ બંને દીકરીઓના ઉછેર માટે સાથે રહે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.