૧૮ મોટી દવાની કંપનીઓની ૨૭ ચર્ચિત દવાઓ ગુણવત્તાની કસોટી માં નાપાસ પણ બેશરમી થી વેચે છે

માર્ચ મહિના પછી શરુ થયેલી કડક કાર્યવાહી પછી સાત રાજ્યોના ડ્રગ રેગ્યુલેટર્સ દ્વારા ૧૮ મોટી દવાની કંપનીઓની ૨૭ દવાઓ ગુણવત્તાની કસોટીમાં નાપાસ થઇ ગઈ છે.

૨ કંપનીઓનીઓ જ નાપાસ થયેલી દવાઓને અટકાવશે:

આમાં અબોટ ઇન્ડિયા, જીએસકે ઇન્ડિયા, સન ફાર્મા, સિપ્લા અને ગ્લેનમાર્ક ફાર્મા જેવી કંપનીઓની દવાઓમાં ખરાબ ગુણવત્તા, ખોટું લેબલિંગ, સામગ્રીઓનું ખોટું પ્રમાણ, ડીસકલરેસન, મોઈશ્ચર ફોર્મેસન જેવી ખામી મળી આવી. જે કંપનીઓની આ દવાઓ છે તે બધી નામાંકિત છે. દવાના બજારમાં આ કંપનીઓનો માર્કેટ શેયર ૪૭ ટકાથી ૯૨ ટકા છે. આ ૧૮ કંપનીઓથી માત્ર ૨ કંપનીઓ એજ આ વાતનું આશ્વાસન આપ્યું છે કે તે ગુણવત્તાની કસોટીમાં નાપાસ થયેલી પોતાની દવાઓના વેચાણને અટકાવશે. આમાંથી માત્ર એક કંપનીએ કહ્યું કે તે બજારમાંથી ખરાબ દવાઓને પાછી ખેચી લેશે.

આ બધી દવાઓ ગુણવત્તાની કસોટીમાં નાપાસ થઇ:

ગુણવત્તાની કસોટીમાં નાપાસ થયેલી મુખ્ય દવાઓ આ પ્રમાણે છે. માનસિક સમસ્યાને દુર કરવાવાળી સ્ટેમેટીલ, અબોટ ઇન્ડિયાની એન્ટીબાયોટીક પેન્ટીડસ, એલેમ્બિક ફાર્માની એન્ટીબેક્ટેરિયન એલ્થ્રોસીન, કેડીલા ફાર્માની વાસોગ્રેન, ગ્લેનમાર્ક ફાર્માની ચર્ચિત ખાસીની દવા એસ્કોરીલ, કીટક મારવા માટેની દવા જેન્ટલ, આર્થરાઈટીસ માટેની દવા હાઈદ્રોકસીક્લોરોક્વીન, માયોરીલ અને ટોરેન્ટ ફાર્માની દીલજેમ વગેરે સમાવિષ્ટ છે.

આ ૨૭ દવાઓનું પરીક્ષણ મહારાષ્ટ્ર, કર્નાટક, પશ્ચિમ બંગાળ, ગોવા, ગુજરાત, કેરલ અને આંધ્ર પ્રદેશના ડ્રગ રેગ્યુલેટર્સ દ્વારા કરાયું. તેના સિવાય ૧૦ બીજી કંપનીઓની દવાઓમાં ખામીઓ જોવામાં આવી છે. એલ્કેમ લેબ્સ, કેડીલા હેલ્થ કેર, સિપ્લા, એમ્ક્યોર ફાર્મા, હિટેરો લેબ, મોરફન લેબ, મેકલોઈડ ફાર્મા, સન ફાર્મા, વોકહાર્ટ ફાર્મા અને જાઈડસ હેલ્થ કેર કંપનીઓની દવાઓ ગુણવત્તાની કસોટીમાં નાપાસ થઇ છે.

 

આ વીડીઓમાં જુઓ આ સમયમાં દેશમાં દવાના નામે કેવી રીતે મોતનો વેપાર ચાલી રહ્યો છે>>