18 વર્ષના છોકરાએ કર્યા 71 વર્ષની મહિલા સાથે લગ્ન, કહ્યું – દરરોજ વધી રહ્યો છે પ્રેમ…. સ્ટોરી વાંચીને ચોંકી જશો.

અજબ પ્રેમની ગજબ કહાની, 18 વર્ષના છોકરાને 71 વર્ષની મહિલા સાથે થયો પહેલી નજરનો પ્રેમ.

કહેવાય છે કે સાચો પ્રેમ ઉંમર, પૈસા જોઇને નથી કરવામાં આવતો, તે તો બસ થઇ જાય છે. હવે ગેરી હાર્ડવિક (Gary Hardwick) અને અલ્મેડા (Almeda) નામના આ દંપતીને જ લઇ લો. જ્યારે બંને એ લગ્ન કર્યા હતા તો ગેરીની ઉંમર 18 વર્ષ અને અલ્મેડાની ઉંમર 71 વર્ષ હતી. એટલે કે બંનેની ઉંમરમાં પુરા 53 વર્ષનો ગેપ છે. ઉંમરનું અંતર ક્યારેય તેમના પ્રેમ વચ્ચે નથી આવ્યું. તે બંને એક બીજાને ખુબ પ્રેમ કરે છે.

આ દંપત્તિએ વર્ષ 2015 માં લગ્ન કર્યા હતા. તેમના લગ્નના 6 વર્ષ થઇ ગયા છે. બંનેની મુલાકાત એક અંતિમ સંસ્કારમાં થઇ હતી. ત્યારે ગેરી હાર્ડવિક તેમની કાકી લીલાના અંતિમ સંસ્કારમાં ગયો હતો. ત્યાં તેમની નજર અલ્મેડા ઉપર પડી અને તેમને બસ જોતા જ રહી ગયા. તે તેના માટે પહેલી નજરનો પ્રેમ હતો. અલ્મેડા તેમના દીકરા રોબર્ટને ગુમાવી ચુકી છે. તે પોતાના પૌત્ર સાથે રહે છે.

રસપ્રદ વાત એ છે કે, અલ્મેડાનો પૌત્ર પણ તેના યુવાન પતિથી ત્રણ વર્ષ મોટો છે. અંતિમ સંસ્કારના કાર્યક્રમમાં મળ્યાને બે અઠવાડિયા જ થયા હતા કે બંનેએ લગ્ન કરી લીધા. તે એક બીજાના પ્રેમમાં પાગલ છે. લગ્નના 6 વર્ષ પછી પણ તેમનો પ્રેમ એવોને એવો જ છે. ઈંસ્ટાગ્રામ ઉપર આ દંપતી પોતાના ફોટા પોસ્ટ કરતા રહે છે. લોકો તેમના પ્રેમથી પ્રેરિત થાય છે.

ગેરી જણાવે છે કે, મારા લગ્નના 6 વર્ષથી વધુ સમય થઇ ગયો પણ આજે પણ હું દરરોજ મારી પત્નીના પ્રેમમાં ડૂબતો જાઉ છું. વર્તમાનમાં ગેરી 24 વર્ષનો થઇ ગયો છે જયારે તેમની પત્ની 76 વર્ષની છે. ઉંમરનો આટલો મોટો તફાવત તેમના પ્રેમ વચ્ચે ક્યારે પણ નથી આવ્યો. તેઓ જયારે સાથે હોય છે તો કેટલાક લોકો તેમને અલગ દ્રષ્ટિથી જરૂર જુવે છે, પણ લોકો શું કહેશે એ વાતથી તેમને કોઈ ફરક નથી પડતો.

દંપતીનો કીસ કરતો અને લગ્નના ફોટા આજે પણ શેર થતા રહે છે. ગેરી જણાવે છે કે, ઉંમરના અંતર વાળી વાત દરેક વ્યક્તિ ઉપર આધાર રાખે છે. અમે એક બીજાને સારી રીતે હેન્ડલ કર્યા એટલા માટે ઉંમરનો ગેપ અમારી વચ્ચે ન આવ્યો. તમે તેને કેવી રીતે હેન્ડલ કરો છો તેની ઉપર આધાર રાખે છે.

તમને લોકોને આ દંપતીની જોડી કેવી લાગી તે અમને કમેન્ટમાં જરૂર જણાવશો. શું તમને ક્યારેય તમારાથી મોટી ઉંમરની મહિલા સાથે પ્રેમ થયો છે? જો કોઈ વ્યક્તિ મોટી ઉંમરની મહિલા સાથે લગ્ન કરે છે, તો તેને તમે કઈ દ્રષ્ટિથી જુવો છો? અમે તમારા જવાબોની રાહ જોઈશું.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.