ઘરમાં છુપાયો હતો ૧૯ ફૂટનો કોબ્રા, પછી જે બન્યું તે જાણીને ઉડી જશે હોંશ

પૃથ્વી ઉપર અનેક પ્રકારના ઝેરી જીવ જંતુ રહેલા છે. તેમાં સૌથી વધુ ખતરનાક સાંપને ગણવામાં આવે છે, અને હોઈ પણ શકે ને, કેમ કે સાંપ ઘણા ઝેરીલા પ્રકારના જીવ હોય છે. અને તેમાં પણ એક જાત છે કોબ્રા, જે ઘણી ઝેરી ગણવામાં આવે છે. તેના કરડવાથી માણસનું બચવું ઘણું જ મુશ્કેલ હોય છે. અને તે પણ આપણા ઘરની અંદર જોવા મળે તો પછી પૂરું જ થઇ જાય. તો આવો આજે અમે તમને એવા જ એક કિસ્સા વિષે જણાવીએ જેમાં કોબ્રા સાંપ ઘરમાં જોવા મળે છે, અને એ પણ નાનો એવો નહિ પરંતુ પૂરો ૧૯ ફૂલ લાંબો.

કોબ્રા સાંપને દુનિયાના સૌથી ખતરનાક સાંપો માંથી એક માનવામાં આવે છે. આમ તો સામાન્ય રીતે કોઈપણ સાંપ ઘરમાં નથી રહેતા, પરંતુ જો ઘરમાં જોવા મળે તો માણસના હોંશ ઉડાડી દે છે. કાંઈક એવું બન્યું છે ઓડીસાના મયુરભંજ જીલ્લામાં. અહિયાં જંગલ પાસે જ રહેવા વાળા એક વ્યક્તિના ઘરમાં નાનો મોટો નહિ પરંતુ ૧૯ ફૂટનો કોબ્રા મળ્યો, જેને જોતા જ તેના હોંશ ઉડી ગયા.

ખાસ કરીને બાલીપાલ ગામના રહેવાસી રુહિયા સિંહ પોતાના ઘરની અંદર પથારી ઉપર આરામથી ઊંઘી રહ્યો હતો. તે દરમિયાન તેને પથારીની નીચે ખૂણામાં એક છુપાયેલો સાંપ જોવા મળ્યો. પહેલા તો એને લાગ્યું કે કોઈ નાનો મોટો સાંપ હશે, પરંતુ જયારે તેણે નમીને જોયું તો તેના હોંશ જ ઉડી ગયા, તે એક ૧૯ ફૂટ લાંબો કોબ્રા સાંપ હતો.

એટલા મોટા કોબ્રાને જોતા જ તે તરત ઘરની બહાર ભાગ્યો અને લોકોની મદદ માંગવા લાગ્યો. ત્યાર પછી લોકોએ પણ ઘરમાં જઈને જોયું તો ૧૯ ફૂટ લાંબો કોબ્રા જોઇને દંગ રહી ગયા. આમ તો પછી ગામ વાળાએ તેના માટે વન વિભાગની મદદ માંગી, ત્યાર પછી એક રેસ્ક્યુ ટીમ સ્થળ ઉપર પહોંચી. એ કોબ્રા એટલો મોટો અને ખતરનાક હતો કે તેને પકડવા માટે રેસ્ક્યુ ટીમને પણ પરસેવો છૂટી ગયો.

રેસ્ક્યુ ટીમના એક સભ્યએ જણાવ્યું, કે આટલા મોટા કોબ્રાને પકડવામાં એમને પણ ઘણી તકલીફ થઇ હતી. તે તેને પકડી જ શકતા ન હતા. તેવામાં ગામ વાળાએ નિર્ણય કર્યો કે તેને મારી નાખવામાં આવે અને તે માટે રેસ્ક્યુ ટીમ પણ તૈયાર થઇ ગઈ હતી. પરંતુ છેવટે આટલી મહેનત પછી તેને પકડી લેવામાં આવ્યો અને ૧૯ ફૂટ લાંબા આ કોબ્રાને સીમ્પીપાલ પાર્કમાં લઇ જઈને છોડી દેવામાં આવ્યો.

રેસ્ક્યુ ટીમના સભ્ય કૃષ્ણ ચંદ્ર ગચ્યાયતના જણાવ્યા મુજબ, ઓડીશામાં સાંપનું દેખાવું સામાન્ય વાત છે. તેમણે જણાવ્યું કે ઓક્ટોમ્બર મહિનામાં પણ એક સ્કુલમાં ઝેરીલો સાંપ નીકળ્યો હતો, જેને તેમણે પકડીને જંગલમાં છોડી દીધો હતો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.