નિકોલા ટેસ્લાની પાંચ ભવિષ્ય વાણી જે સાચી સાબિત થઈ :-
નિકોલા ટેસ્લા ૧૯મી શતાબ્દીના મહાન આવિષ્કારોમાં એક હતા. જોકે એ ક્યારેય પોતાના મહાન પ્રતિધ્વધી થોમસ એડિસન જેટલા લોકપ્રિય થયા નથી. જાણવા જેવી વાત તો એ છે કે થોમસ એડિસન એમના બોસ હતા. જે વીજળીના રૂપે ખર્ચ કરે છે એને વિકસિત કરવામાં એન્જિનિયર નિકોલા ટેસ્લાનું મોટું યોગદાન છે.
એડિસન ડાયરેક્ટ કરંટ (ડિસિ) ને વધારે સારો માનતા હતા, જે ૧૦૦ વોલ્ટના પાવર પર કામ કરતું હતું અને એને બીજા વોલ્ટેજમાં બદલવું મુશ્કેલ હતું પરંતુ ટેસ્લાનું વિચારવું એવું હતું કે અલ્ટરનેટિવ કરંટ (એસિ) વધારે સારું છે, કેમકે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું સહેલું છે.
જીત ટેસ્લાની થઈ, પરંતુ ઇતિહાસમાં ‘ફાધર ઓફ ઇલેક્ટ્રિસીટી’ થોમસ એડિસન ને કહેવામાં આવે છે. દક્ષિણ આફ્રિકાના ઉદ્યમી એલોન મસ્કનો આભાર માનવો જોઈએ, જેને વીજળીથી ચાલવાવાળી કારોની કંપનીને ટેસ્લા નામ આપ્યું મસ્ક કંપનીમાં કાર્યકારી નિર્દેશકના રૂપે કામ કરી રહ્યા છે અને એમની કંપની વિશેષ રૂપે વિજળીથી ચાલતી કાર બનાવે છે.
ટેસ્લાએ વિદ્યુતના આવિષ્કાર સિવાય ઘણી રીતે ટેકનોલોજીની ભવિષ્યવાણી કરી હતી, જે દશકો બાદ સાચી સાબિત થતી દેખાય છે. નીચે એમની કેટલીક સૌથી ઉલ્લેખનીય ભવિષ્યવાણીને બતાવામાં આવી છે
વાઇફાઇ, પ્લાસ્ટિક : જેની શોધે દુનિયાને બદલી નાખી છે.
વાયરલેસ ટેકનોલોજીને લઇને પોતાના ઝનૂનથી ટેસ્લા એ ડેટા ટ્રાન્સમિશન પર કેન્દ્રિત કેટલીય શોધ કરી અને એની સાથે જોડાયેલ કેટલાય સિદ્ધાંતોને વિકસિત કર્યા
ગુઇલેર્મો માકોની એ સૌથી પહેલા અટલાન્ટિકમાં મોર્સ કોડની મદદથી પત્ર મોકલ્યા. પરંતુ ટેસ્લા આનાથી આગળ કંઈક કરવા માંગતા હતા.
એમને સંભાવના બતાવીકે પુરી દુનિયામાં એક દિવસ ટેલિફોન સિગ્નલ, દસ્તાવેજ, સંગીતની ફાઈલો અને વીડિયો મોકલવા માટે વાયરલેસ ટેકનોલોજીનો ઉપયોગ થશે, જે આજે વાઇફાઇના માધ્યમથી કરવું શક્ય બન્યું છે.
જોકે એ પોતે એવું કંઈ બનાવી શક્યા નહી પરંતુ એમની ભવિષ્યવાણી ૧૯૯૦ માં વર્લ્ડ વાઇડ વેબની શોધ સાથે સાચી પડી.
મોબાઈલ ફોન : ટેસ્લા એ ૧૯૨૬ માં એક અમેરિકી મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યુમાં ભવિષ્ય માટે પોતાનું એક વધારે પૂર્વાનુમાન કહ્યું હતું.
એમને તસવીર, સંગીત અને વીડિયો ટ્રાસ્મિટ કરવા પોતાના વિચારને ‘પોકેટ ટેક્નોલોજી’ નું નામ આપ્યું. એમને સ્માર્ટફોનના આવિષ્કારની ૧૦૦ વર્ષ પહેલાં જ ભવિષ્યવાણી કરી દીધી હતી.
પરંતુ શું ટેસ્લા એ એવું વિચાર્યું હશે કે મોબાઇલ આપણી જિંદગીનો એકદમ મહત્વનો ભાગ બની જશે?
ડ્રોન : વર્ષ ૧૮૯૮ માં ટેસ્લા એ તાર વગરનો રિમોટથી નિયંત્રિત થવા વાળો “ઑઉટોમેશન” પ્રદર્શિત કર્યો . જેને આજે આપણે રિમોટથી ચાલવાવાળુ રમકડું કે ડ્રોન કહીએ છીએ.
વાયરલેસ કમ્યુનિકેશન, રોબોટિક્સ, લોજિક ગેટ જેવી નવી ટેકનોલોજીથી એમને જોવા વાળાને ચોંકાવી દીધા. લોકોને લાગતું હતું કે એની અંદર કોઈ નાનું વાંદરૂ છે. જે સિસ્ટમને નિયંત્રિત કરે છે.
ટેસ્લા માનતા હતા કે એક દિવસ રિમોટથી ચાલવાવાળી મશીનો લોકોની જિંદગીનો મહત્વનો ભાગ બની જશે અને આ ભવિષ્યવાણી સચ્ચાઈથી ખૂબ નજીક છે.
કમર્શિયલ હાઈ સ્પીડ એયરક્રાફટ : ટેસ્લાની કલ્પના હતી કે એવુ એયરક્રાફટ બનશે જે દુનિયાભરમાં ઝડપથી ગતિ કરી દેશોના વચ્ચે કમર્શિયલ માર્ગે યાત્રા કરશે . આ એયરક્રાફ્ટમાં ઘણા યાત્રીઓને બેસવાની વ્યવસ્થા હશે. ચીનના આ આવિષ્કારથી હેરાન હતા માર્કો પોલો.
નિકોલા ટેસ્લા એ કહ્યું હતું કે, ” વાયરલેસ પાવરનો સૌથી વધારે ઉપયોગ ઈંધણ વગર ઉડવાવાળી મશીનોમાં થશે, જે લોકોને ન્યુયોર્કથી યુરોપ થોડાજ કલાકોમાં પહોંચાડી દેશે”
એ વખતે કદાચ આ વાતોને ગાંડાવેળા સમજવામાં આવતા હશે. પરંતુ ટેસ્લા ફરી એકવાર સાચા હતા.
જ્યાં સુધી ઈંધણથી ઉડવા વાળી અને વિજળીથી ચાલવાવાળા વિમાનની વાત છે, તો એ હજુ પણ ભવિષ્યનું સપનું છે.
મહિલા સશક્તિકરણ : ફેસબુકના ઓપરેશનલ ડાયરેક્ટર શેરીલ સૈડબર્ગ, ટેકનોલોજીની દુનિયામાં મહિલા સશક્તિકરણની મિશાલ છે.
૧૯૨૬ માં કોલીયર્સના સાથે એમનું ઇન્ટરવ્યૂને ‘વેન વુમન ઇસ બોસ’ શીર્ષક આપવામાં આવ્યું. આનાથી ખબર પડે છે કે ૬૮ વર્ષના ટેસ્લા એ સમયે મહિલાઓ માટે શું વિચારતા હતા?
ટેસ્લા માનતા હતા કે મહિલાઓ શ્રેષ્ઠ શિક્ષણ, રોજગાર અને સમાજમાં પ્રભાવશાળી બનવા માટે વાયરલેસ ટેકનોલોજીનો ઉપયોગ કરશે.
જોકે વિતેલી સદીમાં તકનીકને સામાજિક અને રાજકીય જિંદગીમાં મહિલાઓને સશક્તિકરણ સાથે જોડવું મુશ્કેલ છે, એ જરૂર જોઈ શકાય છે કે મહિલાઓ તકનીકના ક્ષેત્રમાં વધારે ભાગ લઈ રહી છે.
યાહૂની કાર્યકારી નિર્દેશક અને કમ્પ્યુટર એન્જિનિયર મૈરિસ મેયર અને ફેસબૂકની વર્તમાન ઓપરેશનલ ડાયરેકટર શેરીલ સૈડબર્ગ આ વાતની સાબિતી છે. એમના જેવી મહિલાઓએ તકનીકના સહારે metoo જેવા અભિયાન ચલાવી વૈશ્વિક સ્તરે જાગૃતતા ફેલાવવાનું કામ કર્યું છે.